ગુજરાત

ભાવનગરમાં બેકાબૂ કાર બાઈકને અડફેટે લઈ ટ્રક પાછળ ઘૂસી ગઈ, એક જ પરિવારના બે સભ્યોના મોત

શહેરના રિંગ રોડ પર ગત મોડી રાત્રે એક ત્રિપલ અકસ્માતની ઘટના બની હતી. કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયા બાદ બેકાબૂ બનેલી કાર સીધી ટ્રકના પાછળના ભાગમાં જઈને ઘુસી ગઈ હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે, રોડ પર લોહીની નદીઓ વહેવા લાગી હતી અને બાઈકમાં સવાર કાકા-ભત્રીજાના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતા. જ્યારે કારમાં સવાર બે ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ, ભાવનગરના રિંગ રોડ પરથી પસાર થઈ રહેલી એક પૂરપાટ ઝડપે આવતી કારના ચાલકે અચાનક જ બાઇકને જાેરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારની ઠોકર વાગતા જ બાઇક રસ્તા પર અંદાજે ૧૦૦ મીટર જેટલું દૂર સુધી ફંગોળાઈ ગયું હતું. બાઇકને અડફેટે લીધા બાદ કારચાલક પોતાના વાહન પર કાબૂ મેળવી શક્યો ન હતો અને બેકાબૂ બનેલી કાર આગળ જઈ રહેલા એક ટ્રકના પાછળના ભાગે ધડાકાભેર ઘૂસી ગઈ હતી.
આ કાળઝાળ ત્રિપલ અકસ્માતમાં બાઇક પર સવાર કાકા-ભત્રીજા, રાકેશભાઈ મનસુખભાઈ બારૈયા અને બેચરભાઈ ખાટાભાઇ બારૈયાને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચતા બંનેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. એક જ પરિવારના બે સભ્યોના કરુણ મોતથી પરિવારમાં ભારે આક્રંદ અને શોકનું મોજું ફરી વળ્યું છે. જ્યારે કારમાં સવાર અન્ય બે વ્યક્તિઓને પણ આ અકસ્માતમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી.
ઘટનાને પગલે આસપાસના લોકો તાત્કાલિક બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને તાબડતોબ સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જાે કે, બંને ઘાયલોની સ્થિતિ વધુ નાજુક જણાતા તેમને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપીને અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

Related posts

અમદાવાદમાં મતદારયાદી SIR ઝુંબેશ 4 નવેમ્બરથી BLO ઘરે-ઘરે ફોર્મ ભરાવશે 7 ફેબ્રુઆરીએ આખરી મતદારયાદી જાહેર કરવામાં આવશે

GUJARAT NEWS DESK TEAM

AAP પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાની આગેવાનીમાં સમીક્ષા તથા સેન્સ પ્રક્રિયાનું આયોજન

આજે NEETની પુન: પરીક્ષા; ગુજરાતમાં તમામ તૈયારીઓ પૂણ

હર ઘર તિરંગા – હર ઘર સ્વચ્છતાઃ રાજ્યભરમાંથી ૧.૨૦ લાખથી વધુ શાળા –કોલેજોના ૨૨.૪૦ લાખથી વધુ વિદ્યાર્થીઓ જોડાયા    

GUJARAT NEWS DESK TEAM

આણંદના સર્વાંગી વિકાસ માટે કોંગ્રેસ દ્વારા ‘જનતાનો મેનિફેસ્ટો’જાહેર : ‘કોંગ્રેસ આપને દ્વાર’અને ‘જનમંચ થકી લોકોના પ્રશ્નોને વાચા આપવામાં આવી

શક્તિસિંહ ગોહિલજીએ કોંગ્રેસ પક્ષના કાર્યકર્તા, આગેવાનાઓ સાથે મુલાકાત કરી નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment