બિઝનેસ

મોંઘવારીનો મોટો વિસ્ફોટ, એપ્રિલમાં જથ્થાબંધ ફુગાવો ૮.૩૦% પર પહોંચ્યો

દેશમાં મોંઘવારીનું દબાણ હવે ઝડપથી વધતું દેખાઈ રહ્યું છે. એપ્રિલ ૨૦૨૬માં દેશનો જથ્થાબંધ મોંઘવારી દર એટલે કે ફુગાવો વધીને ૮.૩૦ ટકા પર પહોંચી ગયો છે. જ્યારે માર્ચમાં આ આંકડો ૩.૮૮ ટકા હતો. આ છેલ્લા ૪૨ મહિના એટલે કે અંદાજે સાડા ત્રણ વર્ષનું સૌથી ઊંચું સ્તર માનવામાં આવી રહ્યું છે, જેનાથી આગામી સમયમાં રોજબરોજની ચીજવસ્તુઓની કિંમતો પર વધુ અસર પડી શકે છે.
આ વધારામાં સૌથી મોટું યોગદાન ઇંધણ સેક્ટરનું રહ્યું છે. હ્લેીઙ્મ શ્ રુીિ મોંઘવારી માર્ચના ૧.૦૫ ટકાથી ઉછળીને એપ્રિલમાં ૨૪.૭૧ ટકા સુધી પહોંચી ગઈ છે. તે જ સમયે, કાચા તેલની જથ્થાબંધ મોંઘવારી ૮૮ ટકાથી ઉપર નોંધાઈ છે.
પેટ્રોલની કિંમતોમાં ૩૨.૪૦ ટકા અને ડીઝલમાં ૨૫.૧૯ ટકાના વધારાએ પણ મોંઘવારીના દબાણને વધુ વધારી દીધું છે. WPI ની કિંમતોમાં પણ ૧૦.૯૨ ટકાનો વધારો નોંધાયો છે. આ આંકડાઓથી સ્પષ્ટ જણાય છે કે, સામાન્ય લોકો પર મોંઘવારીનું દબાણ સતત વધી રહ્યું છે.
પ્રાઈમરી આર્ટિકલ્સની મોંઘવારી માર્ચના ૬.૩૬ ટકાથી વધીને એપ્રિલમાં ૯.૧૭ ટકા થઈ ગઈ. મેન્યુફેક્ચર્ડ પ્રોડક્ટ્સમાં મોંઘવારી ૩.૩૯ ટકાથી વધીને ૪.૬૨ ટકા રહી.
સરકારે અત્યાર સુધી પેટ્રોલ, ડીઝલ અને ઘરેલુ FUEL કિંમતોને સ્થિર રાખી છે જેથી સામાન્ય લોકોને રાહત મળી શકે. જાેકે, કોમર્શિયલ ન્ઁય્ સિલિન્ડરની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે. અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે જાે વૈશ્વિક સ્તરે તેલની કિંમતો સ્થિર નહીં થાય, તો આગામી મહિનાઓમાં જથ્થાબંધ અને છૂટક મોંઘવારી બંને પર દબાણ વધી શકે છે.
ખોરાક અને ઇંધણને બાદ કરતાં બાકીની વસ્તુઓની મોંઘવારી ૫ ટકા પર પહોંચી ગઈ છે, જે ૪૩ મહિનાનું ઊંચું સ્તર છે. માર્ચમાં તે ૩.૭ ટકા હતી. રાહતની વાત એ છે કે ખાવા-પીવાની વસ્તુઓ બહુ મોંઘી થઈ નથી. ર્હ્ર્લઙ્ઘ ૈંહકઙ્મટ્ઠંર્ૈહ માર્ચના ૧.૮૫ ટકાથી વધીને માત્ર ૨.૩૧ ટકા રહી. ડુંગળી અને બટાકાના ભાવ જથ્થાબંધ બજારમાં હજુ પણ ગયા વર્ષ કરતા નોંધપાત્ર રીતે નીચે છે.  મે મહિનાના  આંકડા ૧૫ જૂને જાહેર કરવામાં આવશે.
માર્ચની સરખામણીએ એપ્રિલમાં ઇંધણ અને પાવર જૂથમાં મોંઘવારી દર ૧૮.૨૨ ટકા વધ્યો છે. જાેકે, વીજળીના ભાવમાં ૨.૫૩ ટકાનો ઘટાડો થતાં સામાન્ય રાહત મળી છે. એપ્રિલમાં ફૂડ ઇન્ડેક્સ (અનાજ, કઠોળ અને ઉત્પાદિત ખાદ્ય ચીજાે)માં માર્ચની સરખામણીએ ૨.૩૧ ટકાનો વધારો થયો છે. જ્યારે માર્ચ મહિનામાં ખાદ્ય મોંઘવારી દર ૧.૮૫ ટકા પર સ્થિર રહ્યો હતો. જથ્થાબંધ ભાવ સૂચકાંકમાં ૬૪.૨૩ ટકા હિસ્સો ધરાવતા મેન્યુફેક્ચરિંગ ઉત્પાદનોની મોંઘવારીમાં એપ્રિલમાં ૧.૪ ટકાનો વધારો થયો છે. આ જૂથની ૨૨માંથી ૨૧ પ્રોડક્ટ્સના ભાવમાં વધારો જાેવા મળ્યો છે.
બીજી તરફ, ગ્રાહક ભાવ સૂચકાંક પર આધારિત ભારતનો છૂટક મોંઘવારી દર એપ્રિલમાં ૩.૪૮ ટકા નોંધાયો છે. વૈશ્વિક સ્તરે ક્રૂડના ભાવ વધવા છતાં વીજળી, ગેસ અને અન્ય ઇંધણ માટેનો ફુગાવો ૧.૭૧ ટકાના નીચા સ્તરે જળવાઈ રહ્યો છે. નિષ્ણાતોના મતે, જાે પશ્ચિમ એશિયામાં તણાવ લાંબો સમય ચાલશે, તો આવનારા દિવસોમાં પરિવહન ખર્ચ વધવાને કારણે સામાન્ય જનતાના ખિસ્સા પર વધુ બોજ પડી શકે છે.

Related posts

JITO, GCCI તેમજ  CREDAI, અમદાવાદ (GIHED) દ્વારા સંયુક્ત રીતે “અમદાવાદ રિયલ એસ્ટેટ કોન્ક્લેવ 2025 નું” થયેલ આયોજન.

GUJARAT NEWS DESK TEAM

બેંક ઓફ અમેરિકાએ અદાણી ગ્રુપના બોન્ડ્સને ‘ઓવરવેઇટ’ રેટિંગ આપ્યું

GUJARAT NEWS DESK TEAM

હોક્કો આઈસ્ક્રીમ x મિર્ઝાપુર: ધ મૂવી – બુલેટ આઈસ્ક્રીમ

GUJARAT NEWS DESK TEAM

એચએસબીસી ઇન્ડિયાએ વડોદરામાં નવી શાખાનો શુભારંભ કર્યો

GUJARAT NEWS DESK TEAM

સ્ટર્લિંગ હોસ્પિટલ્સે રજૂ કર્યું ‘એલ્ડરલી ફર્સ્ટ’ પ્રિવિલેજ કાર્ડ, કરૂણા અને ઉત્કૃષ્ટતા સાથે વડીલોની આરોગ્ય સંભાળને પુનઃવ્યાખ્યાયિત કરે છે

GUJARAT NEWS DESK TEAM

અદાણી પોર્ટસએAI-પ્રેરીત પરિવર્તન માટે ઝડપથી સજ્જથવા અમેરિકા-સ્થિત કેલેરિસ સાથે હિસ્સેદારી વિસ્તારી

Leave a Comment