બિઝનેસ

અદાણી ગ્રીન એનર્જીએ ભારતની ટોચની U30-લેડ કંપનીઓમાં સ્થાન મેળવ્યું

અદાણી ગ્રીન એનર્જીને ફરી એકવાર પ્રતિષ્ઠિત બહુમાન મળ્યુ છે. વિખ્યાત હુરુન ઇન્ડિયા – એવેન્ડસ વેલ્થ અંડર 30 ઇન્ડિયા 2025 રિપોર્ટ અનુસાર, અદાણી ગ્રીન એનર્જી લિમિટેડે 30 વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિઓ દ્વારા સંચાલિત ભારતની ટોચની પાંચ કંપનીઓમાં સ્થાન મેળવ્યું છે. 30 વર્ષીય સાગર અદાણી દ્વારા સંચાલિત, રિન્યુએબલ એનર્જી જાયન્ટ ભારતના કોર્પોરેટ લેન્ડસ્કેપમાં સ્થાન જમાવી રહી છે. તે નવીનતા અને વૃદ્ધિને આગળ ધપાવવામાં યુવા નેતૃત્વના ઉદયને પ્રકાશિત કરે છે.

યુવા ઉદ્યોગસાહસિકો અને અધિકારીઓની સિદ્ધિઓની ઉજવણી કરતા હુરુન રિપોર્ટમાં અદાણી ગ્રીન એનર્જીએ ટોચના પાંચમાં સ્થાન મેળવ્યુ છે. ૪,૧૦૭ કર્મચારીઓના કાર્યબળ સાથે અદાણી ગ્રીન એનર્જી સ્કેલ અને ઇમ્પેક્ટ બંને રીતે એક પાવરહાઉસ તરીકે ઉભરી આવી છે, ખાસ કરીને રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં તે ખૂબ મહત્વપૂર્ણ છે.

સાગર અદાણીના નેતૃત્વ હેઠળ અદાણી ગ્રીન એનર્જી સ્વચ્છ ઉર્જામાં ગ્લોબલ લીડર તરીકે ઉભરી આવી છે, જે ભારતની ટકાઉ ઉર્જા તરફના સંક્રમણમાં મુખ્ય ભૂમિકા ભજવી રહી છે. કંપનીના ઝડપી વિસ્તરણ અને કાર્યકારી શ્રેષ્ઠતાએ તેને વૈશ્વિક મંચ પર પ્રશંસા મેળવી છે. જેમાં ભારતના રિન્યુએબલ ઉર્જા લક્ષ્યો સાથે સુસંગત મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સ છે.

રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે કે “સાગર અદાણીના વિઝને અદાણી ગ્રીન એનર્જી દ્વારા ભારતના સ્વચ્છ ઉર્જામાં ભવિષ્યના પાયાના પથ્થર તરીકે સ્થાન આપ્યું છે, જેમાં ટકાઉપણા પર ધ્યાન કેન્દ્રિત કરતા કંપનીની ક્ષમતાની ભારોભાર પ્રશંસા કરવામાં આવી છે”.

૩૦ વર્ષથી ઓછી ઉંમરના પ્રમોટર્સ સંચાલિત કંપનીઓ મોટેભાગે પ્રારંભિક વૃદ્ધિના તબક્કામાં હોય છે, જ્યારે અદાણી ગ્રીન એનર્જી એક લિસ્ટેડ એન્ટિટી છે. જે તેની પરિપક્વતા અને માર્કેટ પ્રેજન્સ પર ભાર મૂકે છે. હુરુન રિપોર્ટ આ બાબતને પ્રકાશિત કરતા નોંધે છે કે કંપનીની સિદ્ધિઓ ફાઇનાન્સ અને મેન્યુફેક્ચરિંગથી લઈને ફૂડ અને ઉર્જા સુધીના વિવિધ ક્ષેત્રોમાં યુવા નેતાઓના વ્યાપક વલણને પ્રતિબિંબિત કરે છે.

 

ટોપ-5માં અદાણી ગ્રીન એનર્જીનો સમાવેશ રોજગાર સર્જન અને ટકાઉ વિકાસમાં તેના યોગદાનની પણ ઉજવણી કરે છે. અદાણી ગ્રીન એનર્જીનું યુવા નેતૃત્વ મોટા પાયે ઉદ્યોગોને હરિયાળા અને વધુ નવીન ભવિષ્ય તરફ દોરી જવા એક મહત્વપૂર્ણ માપદંડ સ્થાપિત કરી રહ્યું છે

Related posts

અદાણી ગ્રુપ દ્વારા કચ્છમાં ગ્રીન હાઇડ્રોજન પાયલોટ પ્રોજેક્ટની શરૂઆત!

GUJARAT NEWS DESK TEAM

GCCI બેન્કિંગ અને ફાઇનાન્સ કમિટીએ “ઓપર્ચ્યુનિટીઝ ઓફ ફંડ રેઇઝિંગ થ્રૂ ઈન્ડિયા INX ઈન GIFT IFSC” વિષય પર સેમિનારનું આયોજન કર્યું હતું

GUJARAT NEWS DESK TEAM

MYCPE ONE દ્વારા અમદાવાદમાં તેની દસમી વાર્ષિક બેઠક ‘ઉડાન 2026’નું આયોજન કરવામાં આવ્યું

અદાણી પોર્ટસયુરોપના બીજા સૌથી મોટા સ્વતંત્ર લિક્વિડ સ્ટોરેજ સંચાલક ઇવોસ બી.વી. €2.૫૬અબજની એન્ટરપ્રાઇઝ કિંમતે૧૦૦% હસ્તગત કરશે

GUJARAT NEWS DESK TEAM

સરકારે પેટ્રોલ અને ડીઝલના વેચાણ અને વિતરણ પરના અસ્થાયી નિયંત્રણો પાછા ખેંચ્યા

મધ્ય પ્રદેશના ગુના ખાતે અદાણી સિમેન્ટના ગ્રાઇન્ડીગ એકમના શિલાન્યાસ સમારોહમાં પ્રણવ અદાણીનું સંબોધન

Leave a Comment