રાષ્ટ્રીય

ઉત્તરાખંડ વિધાનસભાનું બે દિવસનું ખાસ સત્ર આજથી શરૂ, રાષ્ટ્રપતિનું સંબોધન

રાજ્યની સ્થાપનાના રજત જયંતિની ઉજવણી માટે ઉત્તરાખંડ વિધાનસભાનું બે દિવસનું ખાસ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સત્રને સંબોધન કર્યુ હતું. સત્ર આત્મમંથન અને રાજ્યના ભાવિ માર્ગનું રૂપરેખાંકન કરવાનો અવસર હશે. રાજ્યની સ્થાપનાના 25 વર્ષની સિદ્ધિઓને જનતા સુધી પહોંચાડવાના પ્રયાસો ચાલી રહ્યા છે.

રાષ્ટ્રપતિના સંબોધનથી સત્ર શરૂ થયુ હતુ. રાષ્ટ્રપતિ રવિવારે બપોરે ખાસ સત્ર માટે દહેરાદૂન પહોંચ્યા. સોમવારે સવારે 11 વાગ્યે રાષ્ટ્રપતિ ગૃહને એક કલાક માટે સંબોધન કર્યુ હતું. રાજ્યપાલ, મુખ્યમંત્રી, વિધાનસભાના અધ્યક્ષ અને વિરોધ પક્ષના નેતા પાંચ-પાંચ મિનિટનું સ્વાગત પ્રવચન આપ્યુ હતું. ત્યારબાદ રાષ્ટ્રપતિનું સંબોધન શરૂ થયુ હતુ. બીજા દિવસે, રાજ્યની સ્થાપનાના 25મા રજત જયંતીના વર્ષને ધ્યાનમાં રાખીને રાજ્યની પ્રગતિ અને ભવિષ્યના રોડમેપ અંગે ખાસ ચર્ચા કરવામાં આવશે. આ ખાસ સત્ર દેવભૂમિ ઉત્તરાખંડના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસા, તેની 25 વર્ષની વિકાસ યાત્રા અને આગામી વર્ષોની શક્યતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ પછી રાષ્ટ્રપતિ, નૈનિતાલ જવા રવાના થશે.

મંત્રી સુબોધ ઉનિયાલે જણાવ્યું હતું કે, આ ખાસ સત્ર આત્મનિરીક્ષણ અને ભવિષ્યનો માર્ગ નક્કી કરવાની તક હશે. રાજ્યની 25 વર્ષની વિકાસ યાત્રા સમર્પણ, સંઘર્ષ અને સેવાની વાર્તા છે. વિપક્ષના નેતા યશપાલ આર્યએ જણાવ્યું હતું કે, ઉત્તરાખંડમાં જાહેર મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે આ ખાસ સત્રમાં, વિપક્ષ સ્થળાંતર, શિક્ષણ અને આરોગ્ય જેવા ગંભીર મુદ્દાઓ ઉઠાવશે. રાજ્યમાં ઘણા મુદ્દાઓ છે, જે 25 વર્ષ પછી પણ વણઉકેલાયેલા રહે છે. આ બધા વિષયો ઉઠાવવામાં આવશે.

Related posts

કુલગામમાં સતત બાર દિવસથી સર્ચઓપરેશન યથાવત

GUJARAT NEWS DESK TEAM

સેબી ક્લીન ચીટ: અદાણી કહે છે કે કપટી રિપોર્ટનો ઉપયોગ કરીને ખોટી વાતો ફેલાવનારાઓએ માફી માંગવી જોઈએ

GUJARAT NEWS DESK TEAM

એનડીએના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે સી પી રાધાકૃ્ષણન..

GUJARAT NEWS DESK TEAM

વડાપ્રધાન મોદીએ ભારતીય નાગરિક ઉડ્ડયનની યાત્રામાં મોટા સીમાચિહ્નરૂપ નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખુલ્લું મૂક્યું

GUJARAT NEWS DESK TEAM

ધરાલી દુર્ઘટનાનો આજે આઠમો દિવસઃગુમ થયેલા લોકોની શોધખોળ

GUJARAT NEWS DESK TEAM

પ્રધાનમંત્રી આવતીકાલે બિહારના પ્રથમ છ લેનવાળા ઔંટા-સિમરિયા પુલનું ઉદ્ઘાટન કરશે

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment