રાષ્ટ્રીય

જબલપુરમાં મોટી દુર્ઘટના ૩૦ પર્યટકો ભરેલું ક્રૂઝ બરગી ડેમમાં ડૂબ્યું, અત્યાર સુધીમાં ૪ના મૃતદેહ મળ્યા અત્યાર સુધીમાં ૧૫ લોકોને બચાવી લેવાયા

જબલપુરમાં મોટી દુર્ઘટના
૩૦ પર્યટકો ભરેલું ક્રૂઝ બરગી ડેમમાં ડૂબ્યું, અત્યાર સુધીમાં ૪ના મૃતદેહ મળ્યા
અત્યાર સુધીમાં ૧૫ લોકોને બચાવી લેવાયા

મધ્યપ્રદેશના જબલપુરના પ્રસિદ્ધ પર્યટન સ્થળ બરગી ડેમમાં ગુરુવારે સાંજે એક મોટી દુર્ઘટના બની છે. નર્મદા નદીના બેકવોટરમાં પ્રવાસીઓથી ભરેલી એક ક્રૂઝ અચાનક ડૂબી જતાં વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ છે. અત્યાર સુધીમાં ૧૫ લોકોને બચાવી લેવાયા છે, જ્યારે ચારના મૃતદેહ મળી આવ્યા છે. પ્રાથમિક જાણકારી મુજબ, અચાનક આવેલા તોફાન અને ભારે પવનને કારણે ક્રૂઝનું સંતુલન બગડ્યું હતું અને તે પાણીમાં ડૂબી ગઈ હતી.
દુર્ઘટના સમયે ક્રૂઝ પર અંદાજે ૩૫થી ૪૦ પ્રવાસીઓ સવાર હતા. ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકો અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. દ્ગડ્ઢઇહ્લ અને જીડ્ઢઇહ્લની ટીમોએ તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું હતું, જેમાં અત્યાર સુધીમાં ૧૫થી વધુ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. જાેકે, હજુ પણ ઘણા પ્રવાસીઓ લાપતા હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસ પ્રશાસન દ્વારા અત્યાર સુધીમાં ચાર લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે, જેમના મૃતદેહ બહાર કાઢી લેવાયા છે. આ ચાર મૃતદેહોમાં ત્રણ મહિલાઓનો સમાવેશ થાય છે. પોલીસ-પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ હાલ ઘટનાસ્થળે હાજર છે અને ગોતાખોરો દ્વારા લાપતા લોકોની શોધખોળ યુદ્ધના ધોરણે ચાલી રહી છે. ે

Related posts

કર્ણાટકના ચિત્રદુર્ગમાં લારી સાથે અથડાયા બાદ બસમાં આગ લાગતા નવ મુસાફરો ભડથું

GUJARAT NEWS DESK TEAM

યુવા પ્રોફેશનલથી સંસદ સુધીની સફર: અખિલેશ યાદવે ધનરાજ નથવાણીને રાજ્યસભા માટે આપ્યું સમર્થન

GUJARAT NEWS DESK TEAM

સેબી ક્લીન ચીટ: અદાણી કહે છે કે કપટી રિપોર્ટનો ઉપયોગ કરીને ખોટી વાતો ફેલાવનારાઓએ માફી માંગવી જોઈએ

GUJARAT NEWS DESK TEAM

એનડીએના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે સી પી રાધાકૃ્ષણન..

GUJARAT NEWS DESK TEAM

પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાના પેટ્રોલિયમ મંત્રીના સંકેત

ઈદ-ઉલ-ફિત્રની ઉજવણીઃ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ,  શુભેચ્છાઓ પાઠવી 

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment