OTHERગુજરાત

સબકા સાથ સબકા વિકાસ”સૂત્ર માત્ર કાગળ પર, ‘ભ્રષ્ટાચારનો સાથ ભાજપનો વિકાસ’નાં સુત્ર સાથે રાજ્યમાં બેફામ વધ્યો ભ્રષ્ટાચાર: : ડો.હિરેન બેન્કર.

“સબકા સાથ સબકા વિકાસ”સૂત્ર માત્ર કાગળ પર, ‘ભ્રષ્ટાચારનો સાથ ભાજપનો વિકાસ’નાં સુત્ર સાથે રાજ્યમાં બેફામ વધ્યો ભ્રષ્ટાચાર: ભ્રષ્ટાચારમાં ભાજપ નહિ પરતું ભ્રષ્ટાચારમાં ભાજપ ગાળાડૂબ છે: ડો.હિરેન બેન્કર.

* ભાજપના કહેવાતા દેવદૂત કાર્યકર-આગેવાનો જ ભાજપના નગરપાલિકાઓમાં ચાલતા ભ્રષ્ટાચારને ખુલ્લા પડી રહ્યા છે ત્યારે ભાજપ કેમ મોંન ?: ડો.હિરેન બેન્કર.

* રાજ્યની ભાજપ શાષિત નગરપાલિકાઓમાં ભયમુક્ત બેફામ ભ્રષ્ટાચાર:સલાલા, લુણવાળા સહિતની ભાજપ શાષિત નગરપાલિકામાં ખુદ ભાજપના આગેવાનોની ફરિયાદો.

ગુજરાતમાં ભાજપ શાષિત નગરપાલિકાઓમાં થઇ રહેલા બેફામ ભ્રષ્ટાચાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. હિરેન બેન્કરે જણાવ્યું હતું કે “સબકા સાથ સબકા વિકાસ”સૂત્ર માત્ર કાગળ પર, ‘ભ્રષ્ટાચારનો સાથ ભાજપનો વિકાસ’નાં સુત્ર સાથે રાજ્યમાં બેફામ વધ્યો ભ્રષ્ટાચાર છે. અમરેલીમાં ભાજપમાં ભ્રષ્ટાચારને પગલે જૂથબંધી ચરમ સીમાએ થયો છે ચલાલા ન.પા.માં તમામ ૨૪ માંથી ૨૦ સભ્યો પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રી સામે લાવ્યા અવિશ્વાસ દરખાસ્ત કરવામાં આવી છે. પ્રમુખ દ્વારા સામાન્ય સભાઓનું આયોજન કરવામાં નથી આવ્યું. છેલ્લા સાત મહિનામાં માત્ર એકમાત્ર બજેટ બેઠક બોલાવ્યા બાદ આજ દિન સુધી એકપણ સામાન્ય સભા બેઠક મળી નથી. આનાથી સદસ્યો વિકાસના કાર્યો અને વહીવટી નિર્ણયોમાં ભાગ લેવાથી વંચિત રહ્યા છે. લુણાવાડા નગરપાલિકામાં સ્વિમિંગ પુલના રૂ. ૪૦.૬૯ લાખના ચુકવણાને લઈને ભાજપના જ ૧૧ સભ્યોએ પ્રમુખ કીર્તિ પટેલ વિરુદ્ધ ચીફ ઓફિસરને ભ્રષ્ટાચારની રજૂઆત કરી છે સ્ટ્રીટ લાઈટની ખરીદીમાં પણમોટાપાયે ભ્રષ્ટાચારની વિગતો સામે આવી છે. જેમાં ૩૦૦ રૂપિયાની લાઈટની રૂ.૨૯૭૮માં ખરીદી કરવામાં આવી છે. આવી જ રીતે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં નગરપાલિકા દ્વારા ટ્યુબલાઈટ તેમજ કેબલ વાયર ખરીદીમાં ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. ઉપલેટા નગરપાલિકામાં ૨૦ લાખની ટ્યુબલાઈટ ખરીદી કરવા આવી જેમાં ૮૦૦ રૂપિયાની ટ્યુબલાઈટ ૧૯૦૦માં ખરીદી કરી હતી. ગુજરાતની વિવિધ નગરપાલિકાઓમાં બેફામ ભ્રષ્ટાચાર થઇ રહ્યાની ફરિયાદો હવે ભાજપના જ ભાજપના કહેવાતા દેવદૂત કાર્યકર-આગેવાનો જ ભાજપના નગરપાલિકાઓમાં ચાલતા ભ્રષ્ટાચારને ખુલ્લા પડી રહ્યા છે ત્યારે ભાજપ કેમ મોંન ? આ ભ્રષ્ટાચારઓ સામે ક્યારે કાર્યવાહી થશે?
ગુજરાતની વિવિધ નગરપાલિકાઓની સ્થતિ દયનીય છે. નગરજનોને સુવિધા આપવામાં સદંતર નિષ્ફળ નીવડી છે. ભ્રષ્ટાચારમાં ભાજપ નહિ પરતું ભ્રષ્ટાચારમાં ભાજપ ગાળાડૂબ છે.  ભાજપના સતાધીશો માત્ર પોતાના ખિસ્સા ભરવામાં વ્યસ્ત હોય તેમ વર્તી રહ્યા છે. સૌરાષ્ટ્રની મોટાભાગની નગરપાલિકાની કંગાળ હાલત છે નગરપાલિકાઓનાં વીજબિલ ભરવાના ફાંફા છે. સૌરાષ્ટ્ર કચ્છની કુલ ૬૭ નગરપાલિકા અધધધ રૂ. ૩૯૫ કરોડની રકમ બાકી હતી અને તેમનું વીજ કનેકશન સંપૂર્ણ કાપી શકતા નથી તેમ વીજ કંપનીનાં અધિકારી જણાવી રહ્યા છે. નગરપાલિકાની તિજોરીનાં ખાલી ખમ થઇ ગઈ છે.  વીજ બીલ ભરવા માટે પણ નગરપાલિકાઓએ વ્યાજે રૂપિયા લેવા પડે તેવી સ્થિતિ આવી છે. શું ભાજપના સત્તાધીશો નગરજનોને લૂટવા જ બેઠા છે?નગરપાલિકામાં બેઠેલા ભ્રષ્ટાચારીઓ પર કડક કાર્યવાહી કરવામાં આવે અને નગરપાલિકાની તિજોરીને થતા નુકસાનને સ્તવરે અટકાવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે.

Related posts

કોંગ્રેસનું ૯ સપ્ટેમ્બરથી રાજકોટ ખાતેથી શિક્ષણ બચાવો અભિયાન

GUJARAT NEWS DESK TEAM

રાજ્યમાં સાર્વત્રિક મેધ મહેર : ૧૩૯ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ

GUJARAT NEWS DESK TEAM

અદાણી યુનિવર્સિટીનું નવીદિક્ષા 2025 સાથે ભાવિ ઘડતા-તૈયાર સમૂહમાં પદાર્પણ

GUJARAT NEWS DESK TEAM

IIM અમદાવાદના એકેડમી એસોસિયેટની ફેરવેલનું આયોજન કરાયું

GUJARAT NEWS DESK TEAM

ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત  34 મી જુનીયર બલરામ ક્ષત્રિય મેમોરિયલ ટ્રોફીનો આરંભ

GUJARAT NEWS DESK TEAM

ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર 8, 9 અને 10 સપ્ટેમ્બરે યોજાશે

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment