સ્પોર્ટ્સ

ગુજરાતની દીકરીએ રચ્યો ઇતિહાસ: ભુવનેશ્વર ખાતે નેશનલ artistic જિમ્નાસ્ટિક્સમાં (uneven bar) દીયા ઠાકોરે સિલ્વર મેડલ જીત્યો.  

ગુજરાતની દીકરીએ રચ્યો ઇતિહાસ: ભુવનેશ્વર ખાતે નેશનલ artistic જિમ્નાસ્ટિક્સમાં (uneven bar) દીયા ઠાકોરે સિલ્વર મેડલ જીત્યો.  સીનિયર નેશનલ્સમાં મેડલ જીતનારી ગુજરાતની પ્રથમ મહિલા આર્ટિસ્ટિક જિમ્નાસ્ટ બની દીયા

ઓડિશાના ભુવનેશ્વર ખાતે યોજાયેલી ‘વિમેન્સ આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિક્સ નેશનલ ચેમ્પિયનશિપ 2026′ માં ગુજરાતની 18 વર્ષીય દીયા ઠાકોરે ‘અનઇવન બાર્સ‘ (Uneven Bars) ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીતીને રાજ્યનું નામ રોશન કર્યું છે. આ સાથે જ દીયા સીનિયર નેશનલ આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિક્સમાં ગુજરાત માટે મેડલ જીતનારી સૌપ્રથમ મહિલા ખેલાડી બનીને ઇતિહાસના પાને પોતાનું નામ અંકિત કર્યું છે.

 

સંઘર્ષ અને મક્કમતાની જીત

દીયાની આ સિદ્ધિ માત્ર રમતની કુશળતા જ નહીં, પરંતુ તેની અડગ મક્કમતાનું પણ પરિણામ છે. સપ્ટેમ્બર 2024માં દીયાને ઘૂંટણમાં ગંભીર ઇજા (ACL અને મેનિસ્કસ break) થઈ હતી, જેના માટે તેનું મોટું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ દોઢ વર્ષ સુધી અત્યંત કઠિન રિહેબિલિટેશન અને ફિઝિયોથેરાપીના તબક્કામાંથી પસાર થયા બાદ તેણે આ શાનદાર વાપસી (Comeback) કરી છે.

 

પ્રદર્શનના આંકડા

અમદાવાદની સી.એન. સ્પોર્ટ્સ એકેડમી ખાતે કોચ હરીશ ચંદેરા પાસે તાલીમ લેતી દીયાએ ફાઈનલમાં કુલ 10.533 નો સ્કોર મેળવ્યો હતો.

ડિફિકલ્ટી સ્કોર: 2.6

એક્ઝિક્યુશન સ્કોર: 7.933 (જે સમગ્ર સ્પર્ધામાં સૌથી વધુ હતો)

 

આ સ્પર્ધામાં ઓડિશાની તન્નુએ ગોલ્ડ અને કેરળની અમાંની દિલશાદે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

 

2030 કોમનવેલ્થ ગેમ્સ પર લક્ષ્ય

પોતાની આ ઐતિહાસિક જીત બાદ ઉત્સાહિત દીયા ઠાકોરે જણાવ્યું હતું કે, “મારું લક્ષ્ય 2030ની કોમનવેલ્થ ગેમ્સમાં મારા રાજ્ય અને દેશ માટે ગોલ્ડ મેડલ જીતવાનું છે. ઇજા બાદનો સમય ખૂબ જ પડકારજનક હતો, પરંતુ મારે ગુજરાત માટે મેડલ જીતવો જ હતો, જે આજે મેં પૂરો કર્યો છે.”

 

સંસ્થાઓ દ્વારા અભિનંદન વર્ષા

ગુજરાત જિમ્નાસ્ટિક્સ એસોસિએશનના સેક્રેટરી જનરલ કૌશિક બિડીવાલાએ દીયા ઠાકોર, તેના કોચ હરીશ ચંદેરા અને ડિસ્ટ્રિક્ટ જિમ્નાસ્ટિક્સ એસોસિએશનને આ ઐતિહાસિક સિદ્ધિ બદલ અભિનંદન 

Related posts

ભારતે અમદાવાદમાં 2030 કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવા માટે ગેમ્સ પ્રસ્તાવ રજૂ કર્યો

GUJARAT NEWS DESK TEAM

અંડર 14 ગર્લ્સ ફૂટબોલ ટુર્નામેન્ટઃ અમદાવાદ, જામનગર,પાટણ અને વડોદરાનો વિજય

રાજકોટ, અમદાવાદ અને આણંદ ની ટીમો નો ક્વાટર ફાઇનલ મા પ્રવેશ

ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ માં અમદાવાદ ચેમ્પિયન

GUJARAT NEWS DESK TEAM

19 રાજ્યોના 229 ખેલાડીઓની સાથે ચિરીપાલ અમદાવાદ સ્ક્વૉશ ઓપન 2026ની પ્રથમ આવૃત્તિ સંપન્ન થઈ

GUJARAT NEWS DESK TEAM

એશિયન મેન્સ વોલિબોલમાં ભારતનો સતત ત્રીજો વિજય, ચાઈનીઝ તાઈપેઈ સામે 3-1થી વિજય

Leave a Comment