ક્રાઇમ

મેનેજરને ચોથા માળેથી ફેંકી હત્યા, સ્પાની આડમાં ચાલતા કાળા કારોબારનો પર્દાફાશ

અમદાવાદના નરોડા વિસ્તારમાં હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સ્પામાં કામ કરતા દશરથ મીણાને ચોથા માળેથી ધક્કો મારીને મોતને ઘાટ ઉતાર્યો હોવાની ઘટના સામે આવી છે. હત્યા કરનારા ચાર શખ્સો ઝ્રઝ્ર્ફમાં નજરે પડ્યા છે. સ્પામાં ઘુસીને તોફાની તત્વોએ હુમલો કર્યા બાદ હત્યાકાંડને અંજામ આપ્યો હતો. મુઠીયા ટોલનાકા પાસે આવેલા વિશાલા એવન્યુની ત્રિશા સ્પામાં થયેલી મેનેજર દશરથ મીણાની હત્યાએ માત્ર એક હત્યાનો નહીં પરંતુ સ્પાની આડમાં ચાલતા કથિત કાળા કારોબારનો પણ પર્દાફાશ કર્યો છે.
પોલીસના જણાવ્યા મુજબ, સ્પામાં ઘૂસેલા તોફાની ટોળાએ દશરથ મીણાને નિશાન બનાવી ર્નિદયતાથી માર માર્યા બાદ ચોથા માળેથી નીચે ફેંકી દેતા તેમનું મોત થયું હતું. દશરથ માત્ર બે દિવસ પહેલાં જ મેનેજર તરીકે નોકરીએ જાેડાયા હતા. સ્પામાં કામ કરતી એક યુવતીને લઈને થયેલા વિવાદ બાદ હુમલાખોરો ત્યાં પહોંચ્યા હતા. તપાસ દરમિયાન સ્પાની આડમાં દેહવેપાર, દારૂની મહેફિલો અને ડ્રગ્સ પાર્ટીઓ ચાલતી હોવાની વિગતો પણ પોલીસ સમક્ષ આવી હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. આ સમગ્ર ગેરકાયદે ધંધાના કારણે જૂથો વચ્ચે અદાવત સર્જાઈ હતી કે કેમ તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. ઘટના બાદ પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ અને એફએસએલની ટીમોએ સ્થળ પરથી પુરાવા એકત્ર કર્યા છે. સીસીટીવી ફૂટેજ, મોબાઇલ કોલ ડિટેઇલ્સ અને અન્ય ટેક્નિકલ પુરાવાના આધારે હુમલાખોરોની ઓળખ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. હત્યામાં સામેલ તમામ આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો કામે લાગી છે.
પોલીસ અધિકારીઓનું માનવું છે કે આ માત્ર હત્યાનો કેસ નથી, પરંતુ સ્પાની આડમાં ચાલતા સમગ્ર ગેરકાયદે નેટવર્ક સુધી પહોંચવા માટેની તપાસનું કેન્દ્ર બની શકે છે. હવે તપાસમાં અન્ય કોના નામ ખુલશે અને આ કાળા કારોબારના કેટલા તાર બહાર આવશે તેના પર સૌની નજર છે.

Related posts

વ્હેલ માછલીની ઉલટી સાથે બેની ધરપકડ

GUJARAT NEWS DESK TEAM

બહાર નીકળો નહીંતર લાશો પડી જશે અમદાવાદમાં જમીન વિવાદમાં નિવૃત્ત DYSPએ ૫ રાઉન્ડ ફાયરિંગ કય

સુરતમાં જ્વેલર્સને ત્યાં લંટારૂ ત્રાટક્યા..ફાયરિંગમાં જ્વેલર્સના માલિકનું મોત

GUJARAT NEWS DESK TEAM

અમદાવાદમાં નરોડા પોલીસે ૧૪ કરોડનું ડ્રગ્સ ઝડપ્યું, આરોપી સાજીદ શેખની ધરપકડ

લાખોના દાગીના-રોકડ ચોરનાર બંને મહિલા ઘરઘાટીની ધરપકડ

અમદાવાદના યુવકને સારવાર માટે રાજસ્થાન લઈ ગયા, વીમાના રુપિયા હડપવા માટે મોતને ઘાટ ઉતારી દીધો

Leave a Comment