ગુજરાત

ખેડાના કપડવંજમાં ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં ભયાનક વિસ્ફોટ

ખેડા જિલ્લાના કપડવંજમાંથી એક અત્યંત ચોંકાવનારી અને ગમખ્વાર દુર્ઘટના સામે આવી છે. કપડવંજમાં ડમ્પીંગ સ્ટેશન સામે આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ થયો છે. આ ધડાકો એટલો ભયાનક હતો કે તેની અસર આસપાસના અનેક કિલોમીટર સુધી જાેવા મળી હતી. ફટાકડાની ફેક્ટરીમાં થયેલો વિસ્ફોટ એટલો ભયંકર હતો કે તેનો અવાજ ઘટનાસ્થળથી ૧૦ કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. બ્લાસ્ટના કારણે કપડવંજ પંથકમાં ૧૦ કિમી સુધીની ધરા ધ્રૂજી ઊઠી હતી, જેનાથી સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, આ દુર્ઘટનામાં કારખાનામાં કામ કરતા અંદાજે ૫ થી ૭ જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. તમામને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. વિસ્ફોટનો ભયાનક અવાજ સાંભળતા જ આસપાસના લોકો ગભરાઈ ગયા હતા અને શું થયું તે જાણવા ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. આ બ્લાસ્ટની અસર માત્ર ફેક્ટરી પૂરતી સીમિત ન રહેતા, ઘટનાસ્થળની નજીક આવેલા અન્ય ગામોમાં પણ તેની વ્યાપક અસર વર્તાઈ હતી. લોકોએ ભૂકંપ જેવો આંચકો અનુભવ્યો હતો. આ સમગ્ર ઘટનામાં સૌથી મોટો ખુલાસો એ થયો છે કે, રહેણાંક અને ડમ્પિંગ વિસ્તારની નજીક ધમધમતી આ ફટાકડાની ફેક્ટરી સંપૂર્ણપણે ગેરકાયદેસર હતી. તંત્રની આંખમાં ધૂળ નાખીને, કોઈ પણ પ્રકારની સુરક્ષા કે કાયદાકીય મંજૂરી વિના આ જીવલેણ કારખાનું ચલાવવામાં આવી રહ્યું હતું. નિયમોના ખુલ્લેઆમ ઉલ્લંઘનથી અનેક નિર્દોષ લોકોના જીવ જાેખમમાં મુકાયા છે. હાલમાં તંત્ર અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચીને રાહત અને બચાવની કામગીરીમાં જાેડાયો છે. આ ફેક્ટરી કોની છે અને અત્યાર સુધી તે કોની રહેમનજર હેઠળ ગેરકાયદેસર રીતે ધમધમી રહી હતી, તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. કસૂરવારો સામે કડક કાર્યવાહી થાય તેવી સ્થાનિક લોકો દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે.

Related posts

પંદરમી ગુજરાત વિધાનસભાના આઠમા સત્રનો પ્રારંભ કરાવતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

GUJARAT NEWS DESK TEAM

નવ નિયુકત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનો પદગ્રહણ સમારોહ યોજાયો

GUJARAT NEWS DESK TEAM

મનરેગા બચાવો’ આંદોલન પંચાયત, બ્લોક, જીલ્લા અને રાજ્ય સ્તરે લડત લડવામાં આવશેઃકોંગ્રેસ

GUJARAT NEWS DESK TEAM

મુખ્યમંત્રીનુ મહાનગરોને વિકાસ વિઝનનો રોડમેપ તૈયાર કરવા આહ્વાન

પશ્ચિમ રેલવે બાંદ્રા ટર્મિનસ અને ભુજ વચ્ચે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન ચલાવશે

GUJARAT NEWS DESK TEAM

રાજ્યપાલના અભિભાષણ સમયે AAP ધારાસભ્યોએ સૂત્રોચ્ચાર કરી ટ્રેડ ડીલનો વિરોધ કર્યો

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment