ગુજરાત

ભાજપના 30 વર્ષના ભ્રષ્ટાચારને સાફ કરવા ઝાડુને જીતાડો : ડો. કરન બારોટ

અમરાઈવાડીમાં AAPની સભામાં ઉમટ્યું માનવ મહેરામણ..ભાજપના 30 વર્ષના ભ્રષ્ટાચારને સાફ કરવા ઝાડુને જીતાડો : ડો. કરન બારોટ
લોકો પાસે અત્યાર સુધી વિકલ્પ ન હતો, હવે AAP એક  મજબૂત વિકલ્પ છે : ડો. કરન બારોટ
AAP ઉમેદવારોને ખૂબ હેરાન કરાયા છતાં અમે ઝુકવાના નથી: ડો. કરન બારોટ
વિસાવદર બાદ હવે અમદાવાદમાં પણ ઝાડુ જીતશે : ડો. કરન બારોટ
બાળકોના ભવિષ્ય અને સારી હોસ્પિટલ માટે AAPને મત આપો : ડો. કરન બારોટ
ભ્રષ્ટાચારમુક્ત શાસન અને સારી સુવિધાઓ માટે ઝાડું પર બટન દબાઓ: ડો. કરન બારોટ
આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી દ્વારા ‘વિજય વિશ્વાસ સભા’નું આયોજન કરવામાં આવી રહ્યું છે. તે અંતર્ગત AAP ગુજરાત પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડો. કરન બારોટની વિશેષ ઉપસ્થિતિમાં અમદાવાદ અમરાઈવાડી વિસ્તાર ખાતે વિજય વિશ્વાસ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને  ખુલીને લોકોએ આમ આદમી પાર્ટીને સમર્થન જાહેર કર્યું હતું અને પરિવર્તન લાવવા માટે નિશ્ચય કર્યો હતો. સભાને સંબોધતા AAP નેતા ડો. કરન બારોટે જણાવ્યું હતું કે ગામડાંથી લઈને શહેર સુધી લોકો અનેક સમસ્યાઓથી પરેશાન છે. અત્યાર સુધી ભાજપના ભ્રષ્ટ શાસન સામે જનતા પાસે કોઈ વિકલ્પ ન હતો પરંતુ હવે લોકો પાસે એક મજબૂત વિકલ્પ છે. આમ આદમી પાર્ટીના ઉમેદવારો પર ભારે દબાણ બનાવવામાં આવ્યું છે. ઘણા ઉમેદવારોને ચૂંટણી ન લડવા માટે દબાણ કરવામાં આવ્યું, કેટલાકને ડરાવી-ધમકાવીને પાછળ હટાવવાનો પ્રયાસ થયો. પરંતુ હવે આ ક્રાંતિ અટકવાની નથી, આ લહેર સતત વધી રહી છે. ભાજપને ડર એટલા માટે લાગી રહ્યો છે કે માટે વિપક્ષના અવાજને દબાવવાની વારંવાર કોશિશ  કરવામાં આવી રહી છે.  છેલ્લા 30 વર્ષથી જનતા માટે કંઈ કર્યું નથી તેથી હવે જનતા ભાજપથી દૂર થઈ ગઈ છે.
AAP નેતા ડો. કરન બારોટે વધુમાં કહ્યું કે વિસાવદરની ચૂંટણીમાંમાં ભાજપની આખી સરકાર એક બાજુ હતી – મુખ્યમંત્રી, મંત્રીઓ, સાંસદો, કોર્પોરેટરો અને આખું તંત્ર એક તરફ હતું, છતાં સામાન્ય લોકો એકજૂટ થયા ખેડૂતો, યુવાનો, મહિલાઓ એક જૂથ થયા અને ઝાડુને જીતાડ્યું. હવે અમદાવાદનો વારો છે. મહાનગરપાલિકાની ચૂંટણીમાં પણ ભાજપે આખું તંત્ર અને પોલીસ તૈનાત કરી દીધા છે. છતાં લોકો ભાજપના ઉમેદવારોને સવાલ કરી રહ્યા છે, વિરોધ કરી રહ્યા છે અને તેમને વિસ્તારોથી હાંકી રહ્યા છે. જ્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવારોને લોકો ગુપ્ત રીતે સમર્થન આપી રહ્યા છે. લોકો કહે છે કે અમે ખુલ્લેઆમ કહી શકતા નથી, પરંતુ અમારો મત AAPને જ છે. હવે પ્રચાર બંધ થવાનો સમય નજીક છે અને આ અંતિમ લડાઈ છે. આમ આદમી પાર્ટીના તમામ ઉમેદવારો અને કાર્યકર્તાઓએ એક થઈને આ ચૂંટણી લડવી અને જીતવી છે. જ્યારે કાર્યકર્તાઓ ઘરે-ઘરે મત માંગવા જાય છે ત્યારે લોકો કહે છે કે આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં સારી સ્કૂલ, સારી હોસ્પિટલ, મફત વીજળી અને મફત પાણી આપ્યું છે. પંજાબમાં પણ સારું કામ થઈ રહ્યું છે. કેટલાક લોકો પોતાને “ખાનદાની કોંગ્રેસી” અથવા “ખાનદાની ભાજપાઈ” કહે છે. એવા લોકોને સમજાવવું પડશે કે ગુજરાતમાંથી ભ્રષ્ટાચારની ગંદકી દૂર કરવા માટે ઝાડુ જ જરૂરી છે. ગલીની સફાઈ કરવી હોય, કોલોનીની સફાઈ કરવી હોય કે અમદાવાદને સાફ કરવું હોય – ઝાડુ જ કામ આવે છે. ભાજપ અને કોંગ્રેસે ગુજરાતમાં ભ્રષ્ટાચાર અને ગંદકી ફેલાવી છે, તેને સાફ કરવા માટે હવે ઝાડુ ઉઠાવવો પડશે. તો પોતાના બાળકોના સારા ભવિષ્ય માટે, માતા-પિતાના સારા ઈલાજ માટે અને પોતાના વિસ્તારના વિકાસ માટે આમ આદમી પાર્ટીને જીતાડો.

Related posts

રાજ્યભરમાં આગઝરતી ગરમી, પારો ૪૪ ડિગ્રીને પાર, અમદાવાદમાં ૪૪.૪ ડિગ્રી

નારાયણાકોચિંગસેન્ટર્સ, અમદાવાદદ્વારા JEE Advanced 2026 માંશાનદારસફળતા

GUJARAT NEWS DESK TEAM

ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા પથિક આશ્રમ સામે ફૂટપાથ પરથી ટ્રાફિકને અડચણરૂપ દબાણો દૂર કરાયા

અમૃતસર–જામનગર એક્સપ્રેસવેના 28 કિલોમીટર સ્ટ્રેચમાં આજથી ટોલ વસૂલાત સ્થગિત

સુવર્ણ નવરાત્રીના આયોજકો પર GST વિભાગનો દરોડો, સુરત-અમદાવાદમાં ફફડાટ

GUJARAT NEWS DESK TEAM

પસાર થયેલું UCC બિલ ‘એક રાષ્ટ્ર, એક કાયદો’ના સંકલ્પને સાકાર કરવા તરફ ગુજરાતનું મક્કમ ડગલું – જગદીશ વિશ્વકર્મા

Leave a Comment