ગુજરાત

રાજ્યભરમાં આગઝરતી ગરમી, પારો ૪૪ ડિગ્રીને પાર, અમદાવાદમાં ૪૪.૪ ડિગ્રી

રાજ્યમાં હીટવેવનો પ્રભાવ યથાવત રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી કેટલાક દિવસો સુધી રાજ્યમાં ગરમ અને સૂકા પવનો ફૂંકાતા તાપમાનમાં વધુ વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
વડોદરા, સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જે અંતર્ગત અત્યંત ગરમી અને હીટવેવ જેવી પરિસ્થિતિઓ જાેવા મળી શકે છે. જ્યારે દ્વારકા, બોટાદ, અમરેલી, અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં યેલો એલર્ટ યથાવત રાખવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં પણ સામાન્ય કરતા વધુ તાપમાન નોંધાઈ રહ્યું છે.
તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં મહત્તમ ૪૪.૪ ડિગ્રી, સુરેન્દ્રનગરમાં ૪૪.૫ ડિગ્રી અને ગાંધીનગરમાં ૪૩.૭ ડિગ્રી તાપમાન નોંધાયું છે. વડોદરામાં ૪૩.૬ ડિગ્રી, રાજકોટમાં ૪૩.૭ ડિગ્રી, કંડલામાં ૪૩ ડિગ્રી અને ભુજમાં ૪૨ ડિગ્રી સુધી પારો પહોંચી ગયો છે. ડીસામાં ૪૨.૮ અને સુરતમાં ૪૨.૨ ડિગ્રી તાપમાન નોંધાયું છે.
ગરમીના કારણે બપોરના સમયે બહાર નીકળવાનું ટાળવા, પૂરતું પાણી પીવાનું અને હળવા તથા ઢીલા કપડાં પહેરવાની સલાહ આપવામાં આવી છે. ખાસ કરીને વૃદ્ધો, બાળકો અને બીમાર લોકો માટે સાવચેતી રાખવા હવામાન વિભાગે અપીલ કરી છે.

Related posts

અમદાવાદમાં સૌથી મોટી રકતદાન શિબિર …હર્ષ સંઘવીએ ઉદઘાટન કર્યુ

GUJARAT NEWS DESK TEAM

આઝાદી બાદ પહેલી વખત અમેરિકાએ ભારતની વસ્તુઓ પર 50% ટેરિફ લગાવ્યો: ઈસુદાન ગઢવી

GUJARAT NEWS DESK TEAM

દુધરેજ વડવાળા મંદિર ખાતે હોળી મહોત્સવમાં સહભાગી બનતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી

સોશિયલ મીડિયા પર સિંગલ પોસ્ટથી સમસ્યાનું નિવારણ કરતી ગુજરાત પોલીસનો વધુ એક સફળ કિસ્સો

GUJARAT NEWS DESK TEAM

સુઈગામ ખાતે ત્રણ દિવસીય બી.એસ.એફ બૂટ કેમ્પ સંપન્ન

GUJARAT NEWS DESK TEAM

ગાંધીનગર મનપાની સામાન્ય સભામાં પરિવહન અને વિકાસને વેગ આપતા 10 ઠરાવો સર્વાનુમતે મંજૂર

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment