ગુજરાત

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી થતાં જ વહીવટીતંત્રમાં તળિયાઝાટક ફેરફારો, ૭૨ આઇએએસની સાગમટે બદલી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી થતાં જ વહીવટીતંત્રમાં તળિયાઝાટક ફેરફારો, ૭૨ આઇએએસની સાગમટે બદલી

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી થતાં જ સરકાર સક્રિય થઈ ગઈ છે. તેણે વહીવટીતંત્રમાં સાગમટે બદલીઓ આરંભી છે. આના પગલે રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગએ બુધવારે વહેલી સવારે આઇએએસ અધિકારીઓ માટે એક મોટો ટ્રાન્સફર ઓર્ડર જારી કર્યો છે. રાજ્યભરમાં કુલ ૭૨ આઇએએસ અધિકારીઓની બદલી અને નવી નિમણૂકો કરવામાં આવી છે.
આ બદલીઓમાં અનેક જિલ્લા કલેક્ટરો, મ્યુનિસિપલ કમિશનરો અને વિવિધ સરકારી કોર્પોરેશનોના વરિષ્ઠ અધિકારીઓનો સમાવેશ થાય છે. આ સરકારી ર્નિણયને વહીવટી તંત્રમાં મોટા ફેરબદલ તરીકે જાેવામાં આવી રહ્યો છે. દોઢ વર્ષ પહેલા નવી રચાયેલી નગરપાલિકામાં મ્યુનિસિપલ કમિશનરોની બદલી કરવામાં આવી હતી. નવા મ્યુનિસિપલ કમિશનર ચાર્જ સંભાળ્યા પછી પહેલી વાર મેયર અને અન્ય અધિકારીઓની નિમણૂક કરવામાં આવશે. આજની બદલીઓ બાદ, બે દિવસમાં નવા મ્યુનિસિપલ કમિશનરો ચાર્જ સંભાળ્યા પછી જ નવી ચૂંટાયેલી પાંખની જાહેરાત કરવામાં આવશે.
જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર ડી.એન. મોદીની ગાંધીનગર વિકાસ કમિશનર તરીકે બદલી કરવામાં આવી છે. અમદાવાદ કલેક્ટર સુજીત કુમારને રાજ્ય કરના વિશેષ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સુરતના કલેક્ટર ડો. સૌરભ પારધીને નાગરિક પુરવઠા વિભાગના ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે ભરૂચના કલેક્ટર ગૌરાંગ મકવાણાને ગુજરાત ઉર્જા વિકાસ એજન્સીના ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
વધુમાં, નર્મદા-રાજપીપળાના કલેક્ટર સંજય મોદીની બદલી કરવામાં આવી છે અને તેમને ગુજરાત રાજ્ય આદિજાતિ વિકાસ નિવાસી શૈક્ષણિક સંસ્થાઓ સોસાયટી આ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મોરબીના કલેક્ટર કિરણ ઝવેરીને નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
સ્થાનિક સ્વરાજ્ય અને વિકાસ પ્રોજેક્ટ્સને વધુ વેગ આપવા માટે રાજ્ય સરકારે તાજેતરમાં વહીવટી માળખામાં આ મોટા ફેરફારો કર્યા હોવાનું માનવામાં આવે છે. વિવિધ વિભાગોની કામગીરીમાં સાતત્ય સુનિશ્ચિત કરવા માટે ઘણા અધિકારીઓને વધારાના ચાર્જ પણ સોંપવામાં આવ્યા છે.
આઇએએસ અધિકારીઓની બદલી ફક્ત એક નિયમિત વહીવટી ફેરફાર નથી; સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ પછી તેને સરકારની નવી વહીવટી વ્યવસ્થા તરીકે જાેવામાં આવી રહી છે. થોડા દિવસ પહેલા ઘણા કલેક્ટરોને બઢતી આપવામાં આવી હતી, પરંતુ ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી હોવાથી તેમની બદલીઓ મુલતવી રાખવામાં આવી હતી. હવે, ચૂંટણીઓ પૂર્ણ થઈ ગઈ હોવાથી, બઢતી પામેલા અધિકારીઓને સચિવાલય અને અન્ય મહત્વપૂર્ણ વિભાગોમાં જવાબદારીઓ સોંપવામાં આવી છે. આ બદલીઓ દર્શાવે છે કે સરકાર હવે જિલ્લા વહીવટને બદલે નીતિ અને અમલીકરણ સ્તરે વધુ અનુભવી અધિકારીઓનો ઉપયોગ કરવા માંગે છે.

Related posts

અમદાવાદથી ઇન્ડીગોની હિડોન માટેની હવાઇ સેવાના આરંભ

“આત્મસન્માન અને ગર્વથી ભયમુક્ત બની કામગીરી કરો, દરેક સંવર્ગના અધિકારી-કર્મચારી એકબીજાનું માન સન્માન જાળવીએ તો તાબા હેઠળના દરેક કર્મચારીઓ ભયમુક્ત બની કામ કરી શકશે” : વિકાસ સહાય

GUJARAT NEWS DESK TEAM

યુવાનના મોત મામલે પોલીસ સામે આમ આદમી પાર્ટીના સવાલ..

GUJARAT NEWS DESK TEAM

સરકાર એ આવનારા સમય માં મૌસમ વૈજ્ઞાનિકો, સમુદ્રી નિષ્ણાતો, પર્યાવરણ ચિંતકો જોડે ચર્ચા કરી ને આ દિશા માં નક્કર પગલાં લેવા જોઈએःઃ કઠવાડિયા

GUJARAT NEWS DESK TEAM

મુખ્યમંત્રીએ રક્ષાબંધનની ઉજવણી કરી

અદાણી ગ્રુપ દ્વારા કચ્છમાં ગ્રીન હાઇડ્રોજન પાયલોટ પ્રોજેક્ટની શરૂઆત!

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment