મારું શહેર

અમદાવાદ  સુભાષ બ્રિજના ત્રણ સ્પાનનું સુરક્ષિત રીતે ડિમોલિશન પૂર્ણ, નદીના પટમાં સફળતાપૂર્વક ઉતારાયા

અમદાવાદ શહેરના સુભાષ બ્રિજને દૂર કરવાની કામગીરી અંતર્ગત આજે બ્રિજના નદીના પટમાં આવેલા 3 સ્પાનનું ડિમોલિશન સફળતાપૂર્વક અને સંપૂર્ણ સુરક્ષિત રીતે પૂર્ણ કરવામાં આવ્યું છે. ડિમોલિશન દરમિયાન સમગ્ર સ્પાનને અત્યંત સાવચેતીપૂર્વક તોડી નિયંત્રિત રીતે નીચે ઉતારવામાં આવ્યો હતો. સમગ્ર કામગીરી દરમિયાન કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના બની નહોતી અને કામદારો, મશીનરી તેમજ આસપાસના વિસ્તારમાં સંપૂર્ણ સુરક્ષા જળવાઈ રહી હતી.
આ સમગ્ર કામગીરી નિષ્ણાંતતો ની દેખરેખ હેઠળ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી હતી. આ ઉપરાંત સ્થળ પર સતત મોનિટરિંગ સાથે તમામ નિર્ધારિત સલામતી ધોરણો અને પ્રોટોકોલનું કડક પાલન કરવામાં આવ્યું હતું, જેના કારણે ડિમોલિશનની સમગ્ર પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી.
ડિમોલિશન દરમિયાન બ્રિજના સમગ્ર વિસ્તારને સંપૂર્ણપણે બેરિકેડિંગ કરીને પ્રતિબંધિત ઝોન જાહેર કરવામાં આવ્યો હતો અને બ્રિજની આસપાસ કોઈપણ વ્યક્તિને પ્રવેશ આપવામાં આવ્યો નહોતો. સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને સમગ્ર કામગીરીનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, આજની કામગીરી સાથે જૂના સુભાષ બ્રિજના કુલ ત્રણ સ્પાનનું સુરક્ષિત રીતે ડિમોલિશન પૂર્ણ થઈ ચૂક્યું છે. આગામી તબક્કામાં પણ નિર્ધારિત આયોજન મુજબ સલામતીના તમામ માપદંડોનું પાલન કરીને બાકીની કામગીરી હાથ ધરવામાં આવશે.આ ઉપરાંત ડેબ્રીઝ દૂર કરવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે

Related posts

અમદાવાદમાં 30મી નવેમ્બરે ‘9મી અદાણી અમદાવાદ મેરેથોન’ નું ભવ્ય આયોજન : 24,000+ રનર્સ ચાર રેસ કેટેગરીમાં ભાગ લેશે

GUJARAT NEWS DESK TEAM

અમદાવાદમાંએશિયનમસ્ક્યુલોસ્કેલેટલરેડિયોલોજીસોસાયટીની AMS 2026 કોન્ફરન્સયોજાઈ; 22 દેશોના 700 પ્રતિનિધિઓનીઉપસ્થિતિ

GUJARAT NEWS DESK TEAM

ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા વાવોલ ગામ વિસ્તારમાં ટ્રાફિકને અડચણરૂપ દબાણો દૂર કરાયા: ૧૫ શાકભાજીની લારીઓ જપ્ત

ગોળી મારીને આપઘાતનો પ્રયાસ

GUJARAT NEWS DESK TEAM

સરદારનગરમાં ફાયર સેફ્ટી,લાઈસન્સ વિના ફટાકડા વેચતી દુકાન પર દરોડા

અમદાવાદ એરપોર્ટ પરથી ઉડ્ડયનોની સ્થિતિ ધીમેધીમે સામાન્ય બની રહી છે

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment