સુરમ્ય મોશન પિક્ચર્સ ના બેનર હેઠળ બનેલી ગુજરાતી ફિલ્મ ટપ્પુ સેના ના પ્રોડ્યુસર શૈલેષ ઠક્કર અને ડાયરેક્ટર રાજેન ભટ્ટ છે જેમાં ૧૨ બાળ કલાકાર ફિલ્મમાં કામ કરી રહ્યા છે સિનિયર કલાકારોમાં આરતી પટેલ, હિતેશ ઠાકર ,મનીષા ત્રિવેદી અને કિન્નલ નાયક ઉપરાંત ફિરોઝભાઈ તથા દેવાભાઈ મુખ્ય છે રેગ્યુલર ૨૩ કલાકારો સાથે કુલ ૩૫ કલાકારો ધ્વારા બનેલી આ ફિલ્મ નો ભવ્ય અને વ્યવસ્થિત આયોજનમાં પ્રિમીયર શો અમદાવાદ ના એ બી મિનીપ્લેક્સ ખાતે યોજાયો હતો જેમાં સહુ કલાકારો જોડાયા હતા અને ઉત્સાહપૂર્વક આનંદથી ફિલ્મ માણી સારી ફિલ્મ માં કામ કર્યું તેના આનંદ સાથે છુટા પડ્યા હતા