
આજરોજ રાજીવ ગાંધી ભવન ખાતે વિશેષ પત્રકાર પરિષદને સંબોધતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડો પાર્થિવરાજસિંહ કઠવાડીયાએ જણાવ્યું હતું કે પાઇપ લાઈન થી અપાતા પીએનજી ગેસ માં અલગ અલગ શહેર અને અલગ કંપનીઓ અલગ અલગ કિંમત વસૂલે છે. ગુજરાત રાજ્યમાં અદાણી, ગુજરાત એનર્જી, સાબરમતી ગેસ, આઈઆરએમ, વડોદરા ગેસ જેવી કંપનીઓ કાર્યરત છે. અદાણી ગેસ અમદાવાદમાં ગ્રાહકો જોડે પીએનજી એટલે ઘરેલું ગેસ ના ૧૪૭૩.૯ રૂપિયા પ્રતિ એમએમબીટીયુ વસૂલે છે જ્યારે તેજ અદાણી કંપની સુરેન્દ્રનગર બરવાળા માં પીએનજી ગેસના ૧૨૬ રૂપિયા ઓછા ૧૩૪૭.૯ રૂપિયા પ્રતિ એમએમબીટીયુ વસૂલે છે. અદાણી ગેસ નવસારી પોરબંદર માં ગ્રાહકો જોડે ગેસના અલગ અલગ ભાવ વસૂલે છે. અદાણી ગેસ રાજસ્થાનના ઉદયપુર , ચિત્તોડગઢ અને ભીલવાડા શહેર ના ગ્રાહકો ને એકજ કિંમત જે ગુજરાત અને ખાસ કરી ને અમદાવાદથી ૨૧૫ રૂપિયા ઓછામાં એટલે ૧૨૫૮.૮૮ રૂપિયા પ્રતિ એમએમબીટીયુ માં વેચે છે. અદાણી રાજસ્થાનના લોકોને ગુજરાત કરતા સસ્તા ભાવે પીએનજી ગેસ વેચે છે.
માત્ર અદાણી જ નહીં ગુજરાત સરકારનું પોતાનું સાહસ ગુજરાત એનર્જી જે પહેલા ગુજરાત ગેસના નામે જાણીતી છે તે પણ ગુજરાત કરતા રાજસ્થાન ને સસ્તા ભાવે ગેસ વેચે છે. ગુજરાત એનર્જી ગુજરાત ના ગ્રાહકો ને રાજસ્થાન કરતા ૫૬ રૂપિયા વધારે ભાવે પીએનજી ગેસ વેચે છે. ગુજરાત એનર્જી નો ગુજરાત ના ગ્રાહકો માટે નો ભાવ ૧૩૭૭.૦૪ રૂપિયા પ્રતિ એમએમબીટીયુ છે જ્યારે રાજસ્થાનના ગ્રાહકો માટે ૧૩૨૧.૦૦ રૂપિયા પ્રતિ એમએમબીટીયુ નો ભાવ લે છે. ગુજરાત રાજ્યના ગુજરાત એનર્જીના ગ્રાહકો રાજસ્થાન કરતા ૫૬ રૂપિયા પ્રતિ એમએમબીટીયુ વધારે ચુકવે છે. સાબરમતી ગેસનો ભાવ ૧૪૩૯.૫૯ રૂપિયા પ્રતિ એમએમબીટીયુ છે. ગુજરાતની કંપનીઓ રાજસ્થાનના નાગરિકોને સસ્તો રાંધણ ગેસ આપી શકે તો ગુજરાતનો શું વાંક? ગુજરાતની જનતા ને રાજસ્થાનની કિંમતે ગેસ મળે તે માટે સરકારે કંપનીઓ જોડે વાત કરવી જોઈએ. ગુજરાતમાં પીએનજી ગેસના ભાવમાં એકસુત્રતા લાવવવા ની માંગ કરીએ છે. જ્યારે તેના તોલ માપમાં એકસુત્રતા ની માંગ કરીએ છે. અદાણી, ગુજરાત ગેસ, સાબરમતી ગેસ માં મેટ્રિક મિલિયન બ્રિટીશ થર્મલ યુનિટના હિસાબે ભાવ ગણાય છે જ્યારે વડોદરા ગેસ અને આઈઆરએમ જેવી કંપનીઓ સ્ટાન્ડર્ડ ક્યુબીક મીટરના આધારે ગેસ નો ભાવ નક્કી કરે છે. વડોદરા ગેસનો ભાવ ૫૬.૨૪ સ્ટાર્ડડ ક્યુબીક મીટર છે જ્યારે આઈઆરએમ ગેસનો ભાવ ૫૫.૧૩ સ્ટાન્ડર્ડ ક્યુબીક મીટર છે. અલગ અલગ તોલમાપના લીધે ગ્રાહકોને વાસ્તવિક કિંમતોનો ખ્યાલ આવતો નથી. તોલમાપ થી લઈ ને ગેસના ભાવ સુધી ની વિસંગતતા ને લીધે ગુજરાતના ગ્રાહકો, નાગરિકો લૂંટાઈ રહ્યા છે તે સ્પષ્ટ દેખાઈ આવે છે.
| શહેરના નામ | અદાણી પીએનજી (ઘરેલુ પાઈપલાઈન ગેસ) ગેસનો ભાવ (પ્રતિ એમએમબીટીયુ) |
| અમદાવાદ | ૧૪૭૩.૯૨ રૂા. |
| વડોદરા | ૧૪૦૦.૦૦ રૂા. |
| પોરબંદર | ૧૩૭૮.૭૨ રૂા. |
| સુરેન્દ્રનગર | ૧૩૪૭.૯૨ રૂા. |
| રાજસ્થાન-ઉદેપુર | ૧૨૫૮.૮૮ રૂા. |
| ચિત્તોરગઢ | ૧૨૫૮.૮૮ રૂા. |
| ભિલવાડ | ૧૨૫૮.૮૮ રૂા. |
| રાજ્ય | ગુજરાત એનર્જી પીએનજી (ઘરેલુ પાઈપલાઈન ગેસ) ગેસનો ભાવ (પ્રતિ એમએમબીટીયુ) |
| ગુજરાત | ૧૩૭૭.૦૪૪ રૂા. |
| રાજસ્થાન | ૧૩૨૧.૦૦૬ રૂા. |
| ગેસ કંપની | તોલમાપનું એકમ જેના ઉપર ભાવ નક્કી થાય છે. |
| અદાણી | એમએમટીબીયુ |
| ગુજરાત એનર્જી | એમએમટીબીયુ |
| સાબરમતી ગેસ | એમએમટીબીયુ |
| વડોદરા ગેસ | સ્ટાર્ડડ ક્યુબીક મીટર |
| આઈ.આર.એમ. | સ્ટાર્ડડ ક્યુબીક મીટર |