OTHER

રાજ્યમાં વરસાદનો વધુ એક તોફાની રાઉન્ડ શરૂ

 

રાજ્યમાં વરસાદનો વધુ એક તોફાની રાઉન્ડ શરૂ

રાજ્ય વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે.. લાંબા વિરામ બાદ અને ગરમી અને બફારામાં બેચેની અનુભવી રહેલા લોકોને આજના વરસાદન કારણે રાહત થઇ છે.. રાજ્યના  મોટાભાગના સ્થળોએ આજે સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો…ગાંધીનગર ખાતેથી જાહેર થયેલા બપોરના બે વાગ્યા સુધીના વરસાદના આંકડા મુજબ રાજ્યમાં 34 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે.. જેમાં સૌથી વધુ બોટાદમાં પોણા બે ઇંચ , બનાસકાંઠાના  ભાભરમાં દોઢ ઇંચ, ખેડા,  અમદાવાદમાં એક  ઇંચ જેટલો વરસાદ આ સમયગાળા દરમિયાન ખાબક્યો હતો.. જ્યારે ગાંધીનગરના દહેગામમાં એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.. જ્યારે  અમદાવાદમાંદોઢ ઇંચની આસપાસ  સવારથી જ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસતા માર્ગો ઉપર જળબંબાકારની સ્થિતિ સર્જાઇ ગઇ હતી .. માર્ગો ઉપર વરસાદી પાણી ભરાયાં હતા જોકે બપોર બાદ વરસાદે વિરામ લીધો હતો જ્યારે પાટનગર ગાંધીનગર ખાતે સવારથી શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો.લાંબા સમયના વિરામ બાદ વરસાદ ફરી શંરૂ થતાં ખેડૂતોમાં આનંદ જોવા મળ્યો હતો.

ભારે વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.. વાવોલ , કુડાસણ , સરગાસણ, રાયસણ, પેથાપુર, રાંધેજા , પાલજ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા..ઉત્તર ગુજરાતમાં પણ મેઘમહેર જોવા મળી હતી..

બનાસકાંઠા જીલ્લામાં પણ આજે ધાનેરા, લાખણી લવાણા પાલડી દિયોદર ભાભર વિસ્તારના કેટલાક ગામડાઓમાં ક્યાંક હળવો તો ક્યાંક છૂટોછવાયો વરસાદ પડ્યો હતો, લાંબા વિરામ બાદ વરસાદ થતાં ખેડૂતો માં ખુશી જોવા મળી રહી છે..

છોટાઉદેપુર જિલ્લામાં ગત રાત્રી ના વીજળી ના કડાકા ભડાકા સાથે બોડેલી તાલુકામાં એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો, જયારે આજે વહેલી સવાર થી જ છોટાઉદેપુર નગર સહીત કવાંટ, નસવાડી, જેતપુર પાવી, બોડેલી અને સંખેડા તાલુકામાં પણ ધીમીધારે વરસાદ શરુ થતાં ખેતીને અનુકૂળ વરસાદ વરસ્યો હતો.

Related posts

સબકા સાથ સબકા વિકાસ”સૂત્ર માત્ર કાગળ પર, ‘ભ્રષ્ટાચારનો સાથ ભાજપનો વિકાસ’નાં સુત્ર સાથે રાજ્યમાં બેફામ વધ્યો ભ્રષ્ટાચાર: : ડો.હિરેન બેન્કર.

GUJARAT NEWS DESK TEAM

કુમકુમ મંદિર ખાતે શ્રી ગોપાળાનંદ સ્વામીના ૨૧૮માં દીક્ષાદિનની ઉજવણી કરવામાં આવી

GUJARAT NEWS DESK TEAM

નવ નિયુકત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનો પદગ્રહણ સમારોહ યોજાયો

GUJARAT NEWS DESK TEAM

વિયેટજેટ અમદાવાદથી થાઈલેન્ડની બેંગકોક માટે ઉદ્ઘાટન ફ્લાઇટ

GUJARAT NEWS DESK TEAM

સિલ્વિન એડિટિવ્સ દ્વારા બોડેલીમાં આધુનિક લાઇબ્રેરીનું લોકાર્પણ

GUJARAT NEWS DESK TEAM

GLS Universityમાં ચાલી રહેલી ત્રણ દિવસીય Inter-College Competition ‘Narrative’ બીજા દિવસનો રંગીન અને વિચારપ્રેરક અનુભવ

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment