
ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં ’આદિવાસી ન્યાય યાત્રા’ ના આજે બીજા દિવસે રાત્રે તાપી જિલ્લાના ડોલવણ ખાતે શરદ પૂર્ણિમાના પાવન અવસરે ગ્રામજનો સાથે માતાજીની આરતી અને ગરબાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાનભાઈ ગઢવી, ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના ધર્મપત્નીઓ શકુંતલાબેન વસાવા, વર્ષાબેન વસાવા, પ્રદેશ ઉપાધ્યક્ષ રાજુભાઈ વલવાઈ, પ્રદેશ સંગઠન મંત્રીઓ નિરંજન વસાવા, કમલેશ પટેલ, છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ રાધિકાબેન રાઠવા, નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ અંજનાબેન વસાવા સહિત પ્રદેશ અને સ્થાનિક અગ્રણી તેમજ ગ્રામજનોએ ઉત્સાહભેર અને આસ્થા પૂર્વક માતાજીની વંદના કરી આરતી ઉતારી ગરબામાં ભાગ લીધો હતો.