ગુજરાત

શિક્ષણ ક્ષેત્રે ૩૦ વર્ષથી સક્રિય પ્રદેશ કોંગ્રેસ મીડિયા કન્વીનર ડૉ. મનીષ દોશી અને તેમના સહયોગી દ્વારા સતત ૨૧માં વર્ષે “કારકિર્દીના ઊંબરે” ધોરણ ૧૨ પછી શું? પુસ્તક પ્રસિદ્ધ કરાયું

 

ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ-વાલીઓ માટે પથદર્શક બનતું પુસ્તક ‘કારકિર્દીનાં ઉંબરે’ ની ૨૧મી આવૃત્તિનું અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ મહામંત્રીશ્રી અને ગુજરાત સંગઠન પ્રભારીશ્રી મુકુલ વાસનીકજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિત ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરી, પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અને સાંસદશ્રી શક્તિસિંહ ગોહિલ સહિત વરિષ્ઠ મહાનુભાવોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું.
• શિક્ષણ ક્ષેત્રે ૩૦ વર્ષથી સક્રિય પ્રદેશ કોંગ્રેસ મીડિયા કન્વીનર ડૉ. મનીષ દોશી અને તેમના સહયોગી દ્વારા સતત ૨૧માં વર્ષે “કારકિર્દીના ઊંબરે” ધોરણ ૧૨ પછી શું? પુસ્તક પ્રસિદ્ધ કરાયું
• ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં, ધોરણ ૧૦-૧૨ પછીના કોલેજ, કોર્ષ, સ્કોલરશીપ, એજ્યુકેશન લોન અને બેઠકોની સંખ્યા સહિતની તમામ વિગતો એક જ પુસ્તકમાં ઉપલબ્ધ
• કોંગ્રેસ પક્ષ છેલ્લા બે દાયકાથી વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે નિઃશુલ્ક માર્ગદર્શન પૂરું પાડે છે
• “કારકિર્દીના ઊંબરે” ધોરણ ૧૨ પછી શું? કારકિર્દી માર્ગદર્શન પુસ્તક www.incgujarat.com અને www.careerpath.info પરથી નિઃશુલ્ક ડાઉનલોડ થશે.
“કારકિર્દીના ઊંબરે” ધોરણ ૧૨ પછી શું? કારકિર્દી માર્ગદર્શન પુસ્તકનું વિમોચન પ્રસંગે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ મહામંત્રીશ્રી અને ગુજરાત સંગઠન પ્રભારીશ્રી મુકુલ વાસનીકજી એ જણાવ્યું હતું કે શિક્ષણ એ સમાજના સશક્તિકરણનું સૌથી મોટું માધ્યમ છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશી, જેઓ છેલ્લા ૩૦ વર્ષથી શિક્ષણ ક્ષેત્રે સનિષ્ઠતાથી જોડાયેલા છે ડૉ. મનીષ દોશી અને તેમના સહયોગી દ્વારા સતત ૨૧ વર્ષથી પ્રતિબદ્ધતા સાથે આ પુસ્તકનું પ્રકાશન કરવું એ માત્ર એક પુસ્તક નથી, પરંતુ ગુજરાતના લાખો યુવાનોના ભવિષ્યને સાચી દિશા આપતો સેવાયજ્ઞ છે. ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ પછી કારકિર્દી ઘડતરની અનેક તકો ઉપલબ્ધ છે ત્યારે કોંગ્રેસ પક્ષ રાજનીતિની સાથે સમાજની પ્રગતિ, સમૃધ્ધિ અને સશક્તિકરણ માટે રચનાત્મક કાર્ય કરતો રહ્યો અને ભારતના ભવિષ્ય સમાન વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ રહ્યો છે.
કારકિર્દી માર્ગદર્શન પુસ્તકનું વિમોચન પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં પ્રમુખશ્રી અમિત ચાવડાએ શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષ છેલ્લા બે દાયકાથી આ પુસ્તકના માધ્યમથી ગુજરાતના સરહદી અને ગ્રામીણ વિસ્તારના ગરીબ અને મધ્યમ વર્ગના હજારો વિદ્યાર્થીઓ સુધી પહોંચ્યો છે. કોંગ્રેસ પક્ષની યુપીએ સરકારે “શિક્ષણના મુળભૂત અધિકાર” અપાવ્યો હતો પરંતુ તેનો અયોગ્ય અમલીકરણને પગલે વિદ્યાર્થીઓના ભવિષ્ય ઘડતરને અવરોધે છે. ગુજરાતના વાલી – વિદ્યાર્થીઓ અથાક મહેનત – પરિશ્રમ કરી સફળતા માટે સતત પ્રયત્નશીલ રહેતા હોય છે. ત્યારે રાજ્ય સરકારની જવાબદારી બને છે કે ગુજરાતના વિદ્યાર્થીઓના ભવિષ્યને કેન્દ્રસ્થાને રાખીને કામગીરી કરે. મોંઘીદાટ કેરિયર કાઉન્સિલિંગ ફી ન ભરી શકતા પરિવારો માટે આ પુસ્તક વરદાનરૂપ છે. ડૉ. મનીષ દોશી અને તેમના સહયોગીની આ અવિરત સેવાયાત્રા અભિનંદનને પાત્ર છે.
“કારકિર્દીના ઊંબરે” ધોરણ ૧૨ પછી શું? કારકિર્દી માર્ગદર્શન પુસ્તકનું વિમોચન પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી અને સાંસદશ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યુ હતું કે જ્યારે વિદ્યાર્થી ધોરણ ૧૦ કે ૧૨ પાસ કરે છે, ત્યારે તેની સામે કારકિર્દીના અનેક રસ્તા હોય છે. યોગ્ય માર્ગદર્શનના અભાવે પ્રતિભાઓ કરમાઈ ન જાય તે માટે ‘કારકિર્દીનાં ઉંબરે’ પુસ્તક એક ઉત્તમ પથદર્શક બને છે. શિક્ષણ ક્ષેત્રના પોતાના ૩૦ વર્ષના બહોળા અનુભવનો નીચોડ ડૉ. મનીષ દોશીએ આ પુસ્તકમાં મૂક્યો છે, જે પ્રશંસનીય છે. સરકારી-ગ્રાન્ટેડ સંસ્થાઓનું માળખું તૂટતૂ જાય છે અને ખાનગી સંસ્થાઓમાં ફી ના ધોરણો વ્યાપકપણે ઉંચુ થતુ જાય છે. ગુજરાતમાં સૌને શિક્ષણ ઉપલબ્ધ બનાવવા માટેના પ્રયત્નો રાજ્ય સરકાર દ્વારા સતત ઓછા થતાં જાય છે અને શિક્ષણનું ઝડપથી વ્યાપારીકરણ થઈ રહ્યું છે.
પુસ્તક વિમોચન પ્રસંગે વિધાનસભા કોંગ્રેસ પક્ષનાં નેતાશ્રી ડૉ. તુષારભાઈ ચૌધરી જણાવ્યું હતું કે કેન્દ્રની કોંગ્રેસ સરકાર દ્વારા ગુજરાતમાં રાષ્ટ્રીય સંસ્થા આઈ.આઈ.ટી., એન.આઈ.ડી.ન્યુ કેમ્પસ, સેન્ટ્રલ યુનિવર્સિટી અને ઈન્ડીયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ફર્મેશન ટેક્નોલોજી સ્થાપના થઈ છે. જે ગુજરાત માટે ગૌરવરૂપ અને સીમાચિન્હરૂપ સાબિત થઇ રહી છે. ‘કારકિર્દીનાં ઉંબરે’ પુસ્તકની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં માત્ર કોર્ષની માહિતી જ નથી, પરંતુ વિદ્યાર્થીઓમાં માનવીય ઉચ્ચ ગુણોના વિકાસ માટેની વિગતો પણ વણી લેવાઈ છે. આજના સ્પર્ધાત્મક યુગમાં મૂલ્યનિષ્ઠ શિક્ષણ અને યોગ્ય કારકિર્દી પસંદગી માટે આ પુસ્તક ઉત્તમ ભાથું પૂરું પાડે છે.
સતત ૨૧માં વર્ષે “કારકિર્દીના ઊંબરે” ધોરણ ૧૨ પછી શું? કારકિર્દી માર્ગદર્શન પુસ્તકનું વિમોચન પ્રસંગે પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી (એન્જિનિયર) જણાવ્યું હતું કે, ‘કારકિર્દીનાં ઉંબરે’ પુસ્તકમાં આર્ટસ, કોમર્સ અને સાયન્સના વિદ્યાર્થીઓ માટે ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ પછી ઉપલબ્ધ ૩૦૦ થી વધુ અભ્યાસક્રમોની વિગતો સાથે વિશેષ કારકિર્દીના અભ્યાક્રમો અંગેની માહિતીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પુસ્તકમાં રાજ્યની કોલેજ, કોર્ષ, સ્કોલરશીપ, એજ્યુકેશન, બેઠકોની સંખ્યા સહિતની મહત્વની વિગતો આપવામ આવેલ છે. રાષ્ટ્રીય સંસ્થાઓની માહિતી સાથે ૪૦ થી વધુ પ્રવેશ પરિક્ષા અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી છે તેમજ દેશમાં આગામી સમયની માંગ અનુસાર નોકરીની વિવિધ તકો ઉપર વિશેષ વિગતો આ પુસ્તકમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ધોરણ-૧૨ પછી અભ્યાસક્રમોની અનેક તકો રાજ્ય અને દેશ કક્ષાએ ઉપલબ્ધ છે ત્યારે જરૂર છે માત્ર સમયસર અને યોગ્ય માર્ગદર્શનની. કોંગ્રેસ પક્ષ દ્વારા વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતો તથા કારકિર્દી માર્ગદર્શન માટે કાર્યરત વિવિધ સંસ્થાઓ સાથે સંપર્ક કરીને વધુમાં વધુ માહિતી સરળતાથી ઉપલબ્ધ કરાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

પુસ્તકની મુખ્ય વિશેષતાઓ અને ઉપયોગીતા:
• વિદ્યાર્થીઓની સરળતા માટે તમામ કોર્ષની વિગતો ગુજરાતી અને અંગ્રેજી એમ બંને ભાષામાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
• કારકિર્દી પસંદગી માટે કયા માપદંડ અને કઈ રીતે કારકિર્દી પસંદ કરવી તેનો કેરિયર પાથ
• સાયન્સ, આર્ટસ અને કોમર્સ પ્રવાહમાં કેવા-કેવા કોર્ષ ઉપલબ્ધ છે અને તે ચોક્કસ ક્ષેત્રમાં આગળ વધવા માટે વિદ્યાર્થીમાં કઈ સ્કીલ (કૌશલ્ય) હોવી જરૂરી છે તેની વિગતવાર માહિતી.
• વિવિધ કોલેજો, ઉપલબ્ધ કોર્ષ, જે-તે કોર્ષમાં બેઠકોની સંખ્યા, વિવિધ સરકારી સ્કોલરશીપ (શિષ્યવૃત્તિ) અને એજ્યુકેશન લોન (શૈક્ષણિક લોન) મેળવવાની પ્રક્રિયા સહિતની તમામ પાયાની વિગતોનો સમાવેશ.

‘કારકિર્દીનાં ઉંબરે’ ધો.૧૦ અને ૧૨ પછી શું? પુસ્તકનાં વિમોચન કાર્યક્રમમાં અમદાવાદ પૂર્વ મેયરશ્રી હિંમતસિંહ પટેલ, એ.આઈ.સી.સી. મંત્રીશ્રી રામકિશન ઓઝા, ઉપપ્રમુખશ્રી નીશીત વ્યાસ, અને શ્રી બિમલ શાહ, મીડિયા કો-કન્વીનર હેમાંગ રાવલ, પ્રદેશ પ્રવક્તા ડૉ.હિરેન બેન્કર, ડૉ.પાર્થિવરાજસિંહ કઠવાડિયા, શ્રી રત્નાબેન વોરા, શ્રી એસ.એ.કાદરી સહિતના અગ્રણીઓ પુસ્તક વિમોચન પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
કારકિર્દીના ઉંબરે પુસ્તક ડાઉનલોડ કરવા www.incgujarat.com અને www.careerpath.info પરથી મળી શકશે.

Related posts

ટેકનોલોજીના ઉપયોગમાં ગુજરાત પોલીસ અગ્રેસર: ખરીદ્યા અદ્યતન ‘ડીપ ટ્રેકર અંડરવોટર રિમોટલી ઓપરેટેડ વિહિકલ’

GUJARAT NEWS DESK TEAM

ગુજરાત સરકાર નવી ‘ઔદ્યોગિક નીતિ-૨૦૨૬’ જાહેર કરશે

“શહેરો વિકાસનું એન્જિન છે : દેશના સ્થાયી વિકાસ માટે શહેરો ગતિશીલ, ઉત્પાદક અને કાર્યક્ષમ હોવા જરૂરી– ટાઉન પ્લાનર તજજ્ઞો

GUJARAT NEWS DESK TEAM

માન્ય રાજકીય પક્ષોને મહત્તમ સંખ્યામાં BLAની નિયુક્તિ કરી નાગરિકોને મદદરૂપ થવા અનુરોધ

GUJARAT NEWS DESK TEAM

દિલ્હી પબ્લિક સ્કૂલ – બોપલ, અમદાવાદ: ધોરણ 10ના વિદ્યાર્થીઓનાં તેજસ્વી પરિણામોની ઉજવણી (AISSE 2025–26)

ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસ સંદર્ભે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ દર્દીઓના ખબર-અંતર પૂછ્યા

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment