મારું શહેર

વાઘોડિયા રોડ પર ગારમેન્ટના વેપારી પર ફિલ્મી ઢબે ફાયરિંગ, યુવક ગંભીર

વડોદરા શહેરમાં ગુનેગારો બેફામ બન્યા હોય તેમ ગત મોડી રાત્રે એક સનસનાટીભરી ફાયરિંગની ઘટના સામે આવી છે. વાઘોડિયા ચોકડીથી વાઘોડિયા જવાના મુખ્ય માર્ગ પર કારમાં સવાર એક ગારમેન્ટ વેપારી પર મોટરસાયકલ પર આવેલા બે અજાણ્યા હુમલાખોરોએ ફાયરિંગ કર્યું હતું. આ હુમલામાં વેપારીને ખભાના ભાગે ગોળી વાગતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.
મળતી માહિતી મુજબ, મૂળ દિલ્હીના વતની અને વડોદરામાં ગારમેન્ટનો વ્યવસાય કરતા ૩૭ વર્ષીય આશિષ બાકોલિયા ગત રાત્રે પોતાની કાર લઈને વાઘોડિયા ચોકડીથી વાઘોડિયા તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન બાઇક પર સવાર થઈને આવેલા બે અજાણ્યા શખસોએ તેમની કારનો પીછો કર્યો હતો અને અચાનક કારને ઓવરટેક કરીને આશિષભાઈને રોક્યા હતા. હુમલાખોરોએ કંઈ પણ વિચાર્યા વગર સીધું જ આશિષ પર ફાયરિંગ કરી દીધું હતું. ગોળી આશિષભાઈના ખભા (બાવળા) ના ભાગે વાગતા તેઓ કારમાં જ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા. ઘટનાને અંજામ આપીને બંને શખસો બાઇક પર ધૂમ સ્ટાઇલમાં ફરાર થઈ ગયા હતા. ફાયરિંગના અવાજ અને બૂમાબૂમ સાંભળીને આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. સ્થાનિકોની મદદથી લોહીલુહાણ હાલતમાં આશિષભાઈને તાત્કાલિક સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જાેકે, તેમની ગંભીર સ્થિતિને જાેતા પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે તેમને તાકીદે ખાનગી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે. જાહેરમાં ફાયરિંગની ઘટનાને પગલે વડોદરા શહેર અને ગ્રામ્ય પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ગુનાની ગંભીરતાને જાેઈને એફએસએલ (હ્લજીન્) ની ટીમને પણ બોલાવી હતી અને ઘટનાસ્થળેથી મહત્વના વૈજ્ઞાનિક પુરાવાઓ એકત્ર કર્યા છે. આ હુમલા પાછળ કોઈ અંગત અદાવત છે કે અન્ય કોઈ વેપાર સંબંધિત વિવાદ, તે દિશામાં પોલીસની અલગ-અલગ ટીમો બનાવીને તપાસ શરૂ કરી દેવામાં આવી છે. વાઘોડિયા ચોકડી પાસે કાર લઈને જતા એક ભાઈ પર બે બાઇક સવાર શખસોએ ઓવરટેક કરીને ફાયરિંગ કર્યું હતું. હુમલાખોરોની શોધખોળ માટે વિસ્તારના સીસીટીવી (ઝ્રઝ્ર્ફ) ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે અને ટેક્નિકલ પુરાવાઓની મદદ લેવાઈ રહી છે.

Related posts

અમદાવાદ-જામનગરની નવી ફ્લાઇટનો આરંભ

GUJARAT NEWS DESK TEAM

સુરત ખાતે પાલીતાણા ગુરુકુળમાં 42 વર્ષ પહેલાં ભણતાં વિદ્યાર્થીઓનું તૃતિય સ્નેહમિલન યોજાયું

અમદાવાદ પબ્લિક ટ્રાન્સપોર્ટ માટેની ઇલેક્ટ્રિક બસ માટે ઓન રૂટ સોલાર પાવર્ડ ઇલેક્ટ્રિક ચાર્જીંગ સ્ટેશન બનાવનાર દેશનું પ્રથમ શહેર

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 2 વર્ષના બાળકની શ્વાસનળીમાંથી  સોપારીનો ટુકડો બહાર કઢાયો ……

GUJARAT NEWS DESK TEAM

ફાંસીની સજાના અમલ પર ૩ મહિનાનો સ્ટે, આરોપીઓ જશે સુપ્રીમ કોટ

મધ્યમ શ્રેણીમાં વિશ્વનું 5મું સૌથી વધુ સમયસર ઉડાન ભરતું એરપોર્ટ – #AhmedabadAirport

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment