મારું શહેર

ફાંસીની સજાના અમલ પર ૩ મહિનાનો સ્ટે, આરોપીઓ જશે સુપ્રીમ કોટ

અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં ગુજરાત હાઇકોર્ટે મોટો ર્નિણય લીધો છે. વર્ષ ૨૦૨૨માં સ્પેશિયલ કોર્ટ દ્વારા ૩૮ આરોપીઓને આપવામાં આવેલી ફાંસીની સજા અને ૧૧ દોષિતોને આપવામાં આવેલી અંતિમ શ્વાસ સુધીની આજીવન કેદની સજાને હાઇકોર્ટે યથાવત રાખી છે. જાેકે, આરોપીઓને સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાની તક આપવા માટે ચુકાદાના અમલ પર ૩ મહિનાનો સ્ટે આપવામાં આવ્યો છે.
હાઇકોર્ટના ર્નિણય બાદ આરોપીઓ તરફથી સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવા માટે સમયની માંગ કરવામાં આવી હતી. જેને ધ્યાનમાં રાખીને હાઇકોર્ટે આ સમયગાળો આપ્યો છે. હવે આગામી ત્રણ મહિનામાં આરોપીઓ હાઇકોર્ટના ર્નિણયને સુપ્રીમ કોર્ટમાં પડકારી શકશે.
૨૬ જુલાઈ, ૨૦૦૮ના રોજ અમદાવાદમાં થયેલા ૨૧ સિરિયલ બોમ્બ બ્લાસ્ટમાં ૫૬ નિર્દોષ લોકોના મોત થયા હતા, જ્યારે ૨૦૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. શહેરના અલગ-અલગ ૨૦ સ્થળોએ થયેલા આ હુમલાએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો.
આ કેસમાં અમદાવાદની વિશેષ અદાલતે ૮ ફેબ્રુઆરી, ૨૦૨૨ના રોજ ૭૮ આરોપીઓમાંથી ૪૯ આરોપીઓને દોષિત જાહેર કર્યા હતા, જ્યારે ૨૮ આરોપીઓને નિર્દોષ છોડી મુકવામાં આવ્યા હતા. ત્યારબાદ ૧૮ ફેબ્રુઆરી, ૨૦૨૨ના રોજ સજા સંભળાવવામાં આવી હતી. જેમાં ૩૮ દોષિતોને ગેરકાયદે પ્રવૃત્તિ નિવારણ અધિનિયમ (ેંછઁછ) અને ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦૨ હેઠળ ફાંસીની સજા આપવામાં આવી હતી.
આ ઉપરાંત ૧૧ દોષિતોને કુદરતી મૃત્યુ સુધી આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. કોર્ટે દોષિતો પર દંડ પણ ફટકાર્યો હતો અને બ્લાસ્ટમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો તેમજ ઘાયલોને વળતર આપવાનો આદેશ કર્યો હતો.
રાજ્ય સરકારે ફાંસીની સજાની પુષ્ટિ માટે હાઇકોર્ટમાં અરજી કરી હતી, જ્યારે કેટલાક આરોપીઓએ પણ પોતાની સજા સામે હાઇકોર્ટનો દરવાજાે ખટખટાવ્યો હતો. લાંબી સુનાવણી બાદ હાઇકોર્ટે સ્પેશિયલ કોર્ટના ર્નિણયને માન્ય રાખ્યો છે.
હવે આ કેસમાં આગામી કાનૂની લડાઈ સુપ્રીમ કોર્ટમાં લડાશે. આરોપીઓ દ્વારા દાખલ થનારી અપીલ બાદ દેશના સૌથી મોટા ન્યાયાલયમાં આ મામલે વધુ સુનાવણી થશે. ર્

Related posts

અમદાવાદ-જામનગરની નવી ફ્લાઇટનો આરંભ

GUJARAT NEWS DESK TEAM

સુપ્રીમ કોર્ટથી જામીન મળતા તથ્ય પટેલ સેન્ટ્રલ જેલમાંથી બહાર આવ્યો

જયેશ વેગડાને DGCD ડિસ્ક Bronze અને પ્રશંસાપત્ર એનાયત

GUJARAT NEWS DESK TEAM

તિરંગા યાત્રામાં જોડાવા ભાજપ નું આમંત્રણ

GUJARAT NEWS DESK TEAM

પહેલા જ વરસાદમાં સ્માર્ટ સિટી અમદાવાદ ભુવા નગરી બની

સ્વદેશી અપનાવવું આજના સમયની માંગઃ ડો.જગદીશ ભાવસાર

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment