આંતરરાષ્ટ્રીય

કાશ્મીર હંમેશા ભારતનો ભાગ હતું, છે અને ભવિષ્યમાં પણ હંમેશા રહેશે

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ ની બેઠકમાં ભારતે પાકિસ્તાનની ટિપ્પણીઓનો સખત વિરોધ કરીને વૈશ્વિક મંચ પર તેને ફરી એકવાર જાેરદાર ફટકાર લગાવી છે. પાકિસ્તાનની બોલતી બંધ કરતા સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે કાશ્મીર મુદ્દે જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતે ેંદ્ગજીઝ્રના દાયકાઓ જૂના આદેશો અને મધ્યસ્થતાની પદ્ધતિઓની સમીક્ષા કરવાની સ્પષ્ટ માંગ કરી છે, કારણ કે બદલાયેલી વૈશ્વિક પરિસ્થિતિઓ અનુસાર તે હવે પ્રાસંગિક રહ્યા નથી.
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ પર્વથાનેની હરીશે ચીન અને પાકિસ્તાનની સહ-અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ભારતનો પક્ષ મજબૂતાઈથી રજૂ કર્યો હતો. તેમણે સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરના ચેપ્ટર ફૈં અને ફૈંૈં હેઠળ પસાર કરાયેલા પ્રસ્તાવો વચ્ચેનો મૂળભૂત તફાવત સમજાવ્યો હતો. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે સુરક્ષા પરિષદના તમામ જૂના આદેશોને હંમેશા માટે લાગુ ગણી શકાય નહીં.
ભારતીય રાજદૂતે જણાવ્યું કે, ચેપ્ટરના પ્રસ્તાવો આંતરરાષ્ટ્રીય શાંતિ ભંગ થવાની અને આક્રમણની ઘટનાઓ સાથે સંબંધિત છે, જેમાં શાંતિ પુન:સ્થાપિત કરવા માટે નક્કર પગલાં લેવાનો અધિકાર હોય છે. આનાથી વિપરીત, ચેપ્ટર  પ્રસ્તાવો માત્ર વાતચીત, મધ્યસ્થતા અને પરસ્પર સુલેહ જેવા શાંતિપૂર્ણ ઉકેલોની સુવિધા માટે હોય છે.
આ ઉપાયો ચોક્કસ રાજકીય પરિસ્થિતિઓ આધારિત હોવાથી તે હંમેશા માટે પ્રાસંગિક રહી શકતા નથી.
ભારતે પેલેસ્ટાઇનના મુદ્દાનું ઉદાહરણ આપીને સમજાવ્યું કે, બદલાતી વાસ્તવિકતા સાથે મધ્યસ્થતાની પદ્ધતિઓમાં પણ સતત ફેરફાર થાય છે. પાકિસ્તાન જમ્મુ-કાશ્મીર પર દાયકાઓ જૂના પ્રસ્તાવોનો જે વારંવાર ઉલ્લેખ કરે છે, તેના સંદર્ભમાં ભારતનો આ પ્રહાર અત્યંત મહત્વનો છે. ભારતે સ્પષ્ટ કર્યું કે, આવા જૂના પ્રસ્તાવોનો હવાલો આપવો એ બંને દેશો વચ્ચે થયેલા દ્વિપક્ષીય કરારો અને ત્યારબાદના રાજકીય ઘટનાક્રમોને નજરઅંદાજ કરવા સમાન છે. ેંદ્ગ૮૦ પહેલ હેઠળ સુરક્ષા પરિષદના આદેશોની પણ સમયસર સમીક્ષા થવી જાેઈએ જેથી તે આજના ભૂ-રાજકીય પ્રવાહોને અનુરૂપ બને.
બેઠકના અંતમાં ભારતે પાકિસ્તાનને સૌથી આકરો જવાબ આપ્યો હતો. સહ-અધ્યક્ષ તરીકે પાકિસ્તાનના પ્રતિનિધિ પાસેથી નિષ્પક્ષતાની અપેક્ષા હતી, પરંતુ તેમણે આ વૈશ્વિક મંચનો દુરુપયોગ કરીને અપ્રસ્તુત મુદ્દા ઉઠાવ્યા હતા. તેના જવાબમાં ભારતીય રાજદૂતે નવી દિલ્હીના સનાતન વલણને દોહરાવતા સ્પષ્ટ આકરા શબ્દોમાં જણાવ્યું હતું કે જમ્મુ-કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ સંપૂર્ણપણે ભારતનો આંતરિક મામલો છે. કાશ્મીર હંમેશા ભારતનો ભાગ હતું, છે અને ભવિષ્યમાં પણ હંમેશા રહેશે. ે

Related posts

નેતન્યાહૂ ગુપ્ત રીતે યુએઈ પહોંચ્યા, ઈરાને એક મોટી જાહેરાત કરી: હોર્મુઝ આપણું છે અને આપણું જ રહેશે

GUJARAT NEWS DESK TEAM

કુમકુમ મંદિર દ્વારા લંડનના રિચમન્ડ ખાતે વૃક્ષ અને બેન્ચ જન હિતાર્થે મૂકાયાં

GUJARAT NEWS DESK TEAM

કોલંબિયામાં ભૂકંપ બાદ ૧૩૨ના મોત, ૬ એરપોર્ટ પર ફ્લાઈટ્સ ઠપ

GUJARAT NEWS DESK TEAM

ડોનાલ્ડ ટ્રમ્પનો  દાવો ‘નવા ટેરિફથી અમેરિકાને 600 બિલિયન ડૉલરની આવક થઈ

GUJARAT NEWS DESK TEAM

ભારતમાં હવે દુબઈથી આવશે વીજળી, સમુદ્રની નીચે બિછાવાશે પાવર કેબલ

ફિલિપાઇન્સમાં પાંચ દાયકનો સૌથી શક્તિશાળી ભૂકંપ

Leave a Comment