આંતરરાષ્ટ્રીય

અમેરિકાની ઇરાનને અંતિમ ચેતવણી : 48 કલાકમાં  સ્ટ્રેટ ઓફ હોર્મુઝ સંપૂર્ણપણે ખુલ્લું કરે. નહીંતર ગંભીર પરિણામ ભોગવવા તૈયાર રહે.

અમેરિકાની ઇરાનને અંતિમ ચેતવણી : 48 કલાકમાં  સ્ટ્રેટ ઓફ હોર્મુઝ સંપૂર્ણપણે ખુલ્લું કરે. નહીંતર ગંભીર પરિણામ ભોગવવા તૈયાર રહે.
New Jerseyથી વરિષ્ઠ પત્રકાર સમીર શુક્લનો અહેવાલ
22 March 2026
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘Truth Social’ પર સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે જો ઈરાન 48 કલાકમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝને સંપૂર્ણપણે અને કોઈપણ ધમકી વગર ખુલ્લું નહીં કરે, તો અમેરિકા ઈરાનના પાવર પ્લાન્ટ્સ  પર હુમલો કરીને તેને નેસ્તનાબૂદ કરી દેશે.
ટ્રમ્પે કહ્યું  કે તેઓ સૌથી મોટા પાવર પ્લાન્ટથી આ હુમલાની શરૂઆત કરશે, અને ઇરાન તેને  આખરી ચેતવણી તરીકે માને.
અત્યાર સુધી અમેરિકા ઈરાનના ઉર્જા ક્ષેત્રો પર સીધા હુમલા કરવાનું ટાળતું હતું જેથી વૈશ્વિક અર્થવ્યવસ્થાને નુકસાન ન થાય, પરંતુ હવે આ રણનીતિ બદલાઈ હોય તેમ લાગે છે.
સ્ટ્રેટ ઓફ હોર્મુઝનું મહત્વ શું છે?
આ એક સાંકડો દરિયાઈ માર્ગ છે જે પર્સિયન ગલ્ફ અને ઓમાનના અખાતને જોડે છે. દુનિયાના કુલ તેલ પુરવઠાનો લગભગ 20% અંદાજે 20 મિલિયન બેરલ પ્રતિ દિવસ આ માર્ગેથી પસાર થાય છે. આ માર્ગ આંશિક રીતે બંધ થવાથી સમગ્ર વિશ્વમાં પેટ્રોલ-ડીઝલના ભાવ રોજે રોજ વધી રહ્યાં છે. ક્રૂડ ઓઇલ ખરીદતાં વિશ્વના દેશો પર તેની સીધી અસર જોવા મળી રહી છે. ક્રૂડ ઓઇલ લઇ જતાં જહાજોની સંખ્યામાં જબરદસ્ત ઘટાડો થયો છે.
Strait of Hormuz જો આજ રીતે વધુ લાંબો સમય બંધ રહ્યું તો ગ્લોબલ રિસેશન આવી શકે છે. અને તેના ગંભીર પરિણામો દુનિયાએ ભોગવવા પડશે.
સવાલ  એ છે કે છેલ્લા ચાર અઠવાડિયાથી અમેરિકા અને ઇઝરાયેલને યુદ્ધમાં ટક્કર આપી રહેલું  ઈરાન જો આ  ચેતવણીને ગંભીરતાથી ન લે તો શું થાય?
જો ઈરાન આગામી 48 કલાકમાં ઝૂકવા તૈયાર ન થાય તો ઈરાનમાં અંધારપટ છવાઈ જાય એટલે કે Total Blackout. જો અમેરિકા ઈરાનના મુખ્ય પાવર ગ્રીડ અને વીજળી મથકોને નષ્ટ કરે, તો ઈરાનના મોટાભાગના શહેરોમાં વીજળી ગુલ થઈ જશે. જેના કારણે હોસ્પિટલ્સ, ઈન્ટરનેટ અને રોજિંદા જીવન પર ભયાનક અસર પડશે.
 આ તરફ  ઈરાનની સેનાએ પણ વળતી ધમકી આપી છે કે જો તેમના ઉર્જા ક્ષેત્રો પર હુમલો થયો, તો તેઓ આખા ક્ષેત્રમાં રહેલા અમેરિકી સૈન્ય મથકો અને અમેરિકાના સાથી દેશોના ઉર્જા મથકોને નિશાન બનાવશે.
બની શકે કે અમેરિકી હુમલો આ સંઘર્ષને ‘Full-scale War’ માં ફેરવી શકે છે.  ઈરાન હાલમાં આર્થિક રીતે નબળું હોવા છતાં, તેની મિસાઈલ ક્ષમતા  4,000 કિલોમીટર રેન્જની મિસાઈલો અમેરિકાના સાથી દેશો માટે મોટો ખતરો છે.
સ્ટ્રેટ ઓફ હોર્મુઝ લાંબા સમય સુધી બંધ રહેવાથી તેલના ભાવમાં અસહ્ય વધારો થશે, જેની સીધી અસર ભારત જેવા દેશોની અર્થવ્યવસ્થા પર પણ પડશે.
ટ્રમ્પનું આ પગલું તેમની “America First” અને “Maximum Pressure” ની નીતિનો ભાગ છે.
એક તરફ તેઓ આ યુદ્ધને “Winding down” ખતમ કરવાની વાત કરે છે, તો બીજી તરફ આવી આકરી ધમકી આપીને ઈરાનને ટેબલ પર વાટાઘાટો માટે મજબૂર કરવા માંગે છે.
આગામી 48 કલાક વિશ્વની શાંતિ અને અર્થવ્યવસ્થા માટે અત્યંત નિર્ણાયક છે. જો ડિપ્લોમેસી  નિષ્ફળ જશે, તો પશ્ચિમ એશિયામાં એક વિનાશક યુદ્ધ ફાટી નીકળવાની સંભાવના છે.

Related posts

INS તમાલે ઇટાલીના નેપલ્સ ખાતે બંદર મુલાકાત પૂર્ણ કરી

GUJARAT NEWS DESK TEAM

ન્યુ જર્સીમાં અસહ્ય ગરમી થી લોકો ત્રસ્ત

WEF ૨૦૨૬ સંપન્ન: વૈશ્વિક રોકાણકારોના વિશ્વાસના પ્રતીક તરીકે ગુજરાત અગ્રેસર 

GUJARAT NEWS DESK TEAM

વિશ્વ પર મંડરાતું ભૂખમરાનું સંકટ: સંયુક્ત રાષ્ટ્રની ચેતવણી. સંઘર્ષને કારણે દુનિયાના વધુ 4.5 કરોડ લોકો કટોકટીમાં ધકેલાશે.

ડોનાલ્ડ ટ્રમ્પનો  દાવો ‘નવા ટેરિફથી અમેરિકાને 600 બિલિયન ડૉલરની આવક થઈ

GUJARAT NEWS DESK TEAM

બૂર્ઝ ખલિફા પણ નરેન્દ્ર મોદી મય

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment