OTHER

GLS – UTSC નો તૃતીય પદવીદાન સમારોહ યોજાયો: ઇન્ટરનેશનલ ગ્લોબલ પ્રોગ્રામના સ્નાતકોને સંકલ્પશક્તિ અને ઉચ્ચ આકાંક્ષાઓનો પ્રેરણાદાયી સંદેશ

GLS યુનિવર્સિટી ના કેમ્પસમાં વિદ્યાર્થીઓના પરિવારજનો, પ્રોફેસરો અને મિત્રોની હાજરીથી ઉમંગ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. પદવીદાન ગણવેશમાં સજ્જ વિદ્યાર્થીઓ, તાળીઓના ગડગડાટ અને હર્ષોલ્લાસભર્યા વાતાવરણ વચ્ચે આ યાદગાર ઉત્સવનો પ્રારંભ થયો. ઓસ્ટ્રેલિયાની ‘UTSC કોલેજ’ ના સહયોગથી ચાલતા ઇન્ટરનેશનલ ગ્લોબલ પ્રોગ્રામ અંતર્ગત આયોજિત GLS-UTSC ના આ ત્રીજા પદવીદાન સમારોહમાં ઉજવણી વચ્ચે પણ એક સરસ વાર્તાના ઉદાહરણ દ્વારા સૌને પ્રેરણા પણ આપવામાં આવી હતી.

આ પદવીદાન સમારોહમાં પાસ થયેલા વિદ્યાર્થીઓ હવે અમદાવાદ કેમ્પસથી આગળ વધીને દુનિયાભરમાં પોતાની ઓળખ બનાવવા માટે તૈયાર થયા હતા. જોકે, આ સાંજ માત્ર ભણવાની સફળતા પૂરતી જ મર્યાદિત નહોતી. “GLS યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ અને ઇન્ટરનેશનલ ડિરેક્ટર ડૉ. ચાંદની કાપડિયાએ ત્યાં ઉપસ્થિત સૌ કોઈને જીવન તરફ જોવાનો પોતાનો દ્રષ્ટિકોણ વિશે વિચારવા પર ભાર મુક્યો હતો.” તેમણે કેમ્પસમાં ચાલતા બાંધકામની જગ્યાએ ‘રેલગાડી-રેલગાડી’ રમતા મજૂરોના બાળકોનું એક સરસ ઉદાહરણ આપતા કહ્યું કે, “એક નાનો બાળક સૌથી છેલ્લે ઊભો રહીને લીલું કપડું હલાવી ગાર્ડ બન્યો હતો. તે પોતે ટ્રેનના ડબ્બા નહોતો બની શક્યો, છતાં તેણે પોતાની રીતે એ રમતનો ભાગ બનવાનું નક્કી કર્યું.”

ડૉ. ચાંદની કાપડિયાએ ખૂબ જ પ્રભાવશાળી રીતે આગળ ઉમેર્યું કે, “જીવન તમારી પાસે બધી જ સગવડો હોય તેની રાહ નથી જોતું; જીવન તો બસ એટલું જ પૂછે છે કે તમારી પાસે જે કંઈ પણ છે, તેની સાથે તમે મેદાનમાં ઉતરવા તૈયાર છો કે નહીં?” હિંમત અને મહેનત સમજાવતા આ સરળ ઉદાહરણે વિદ્યાર્થીઓને જીવનનો સાચો રસ્તો બતાવ્યો કે, જીવનમાં બધું જ પરફેક્ટ હોય તેના કરતાં રમતમાં કે કામમાં ભાગ લેવો અને સતત આગળ વધવું વધુ મહત્વનું છે.”

GLS યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉ. ધર્મેશ શાહે વિદ્યાર્થીઓની પ્રગતિનો રિપોર્ટ રજૂ કર્યો હતો. જ્યારે UTSC કોલેજના પ્રતિનિધિઓ પીટર હેરિસ અને અલાઇન ચિરોને પાસ થયેલા વિદ્યાર્થીઓ માટે દુનિયાભરમાં આગળ વધવાની તકો વિશે વાત કરી હતી. આ કોર્સ પૂરો કરીને ઘણા વિદ્યાર્થીઓ હવે આગળ ભણવા માટે ઓસ્ટ્રેલિયા જશે અને ત્યાં કરિયર બનાવવાની ઉત્તમ તકો ઝડપશે.

તાળીઓના ગડગડાટ અને ડિગ્રી આપવાની ખુશી વચ્ચે શ્રી પીટર હેરિસે પાસ થયેલા વિદ્યાર્થીઓને એક સરસ સંદેશ આપતા કહ્યું કે, “તમારી સામે જે ભવિષ્ય છે—પછી ભલે તે UTSC સાથે હોય કે અન્ય કોઈ જગ્યાએ—તમને અહીંથી જે મજબૂત પાયો મળ્યો છે, તેનાથી તમારે સમાજમાં કંઈક સારું કામ કરીને બતાવવાનું છે. તમારા પોતાના પર વિશ્વાસ રાખો, તમારું બેસ્ટ આપો અને તમે ચોક્કસ ખૂબ આગળ વધશો. આ તો બસ એક શરૂઆત છે અને તમારી આ સફરનો એક નાનકડો ભાગ બનવાનો અમને ઘણો આનંદ છે.”

ડૉ. ચાંદની કાપડિયાએ વિદ્યાર્થીઓને યાદ અપાવ્યું હતું કે, આ ડિગ્રી માત્ર ભણવામાં મળેલી સફળતા નથી, પણ તેમની મહેનત, સંસ્કારો અને જીવનની મુશ્કેલીઓ સામે અડગ ઊભા રહેવાની હિંમતની ઓળખ છે. કાર્યક્રમના અંતે બધાએ કેમ્પસની મુલાકાત લીધી હતી અને સાથે ડિનર લીધું હતું. વિદાય વખતે પણ, હાથમાં લીલું કપડું લઈને ઊભેલા એ નાના બાળકની વાત બધાના મનમાં રહી ગઈ હતી—જે કોઈ પણ શબ્દ વગર એક મોટો સંદેશ આપી જતી હતી કે, મુશ્કેલ સમયમાં ટકી રહેવાની અને આગળ વધવાની શરૂઆત માત્ર ઉત્સાહથી ભાગ લેવા અને સતત આગળ વધવાથી જ થાય છે.

Related posts

શ્રાવણ માસમાં ભગવાન સોમનાથને અલગ અલગ શ્રૃંગાર કરાઇ રહ્યાં છે

સિલ્વિન એડિટિવ્સે સ્ટુડન્ટ ડેવલપમેન્ટ ઇનિશિયેટિવ – ‘દિવાદાંડી’ ની શરૂઆત કરી

GUJARAT NEWS DESK TEAM

સીનિયર મેન્સ ક્લબ ચેમ્પિયનશીપ 2026 ની સ્પર્ધામાં વડોદરાનો વિજય

GUJARAT NEWS DESK TEAM

કેન્સર સર્જન ડૉ. નીતિન સિંઘલ અને તેમની ટીમ દ્વારા શરૂ કરાયેલા એક અનોખા કાર્યક્રમ, રાઇઝ અગેઇનનું આયોજન કરવામાં આવ્યું

પ્રધાનમંત્રી ને ખાસ આમંત્રણ

GUJARAT NEWS DESK TEAM

હિરામણી સંસ્થાનું ઉમદા કાર્ય .. અડાલજમાં આરોગ્યધામમાં નજીવા દરે આરોગ્ય તપાસ 

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment