આંતરરાષ્ટ્રીય

મિડલ ઈસ્ટમાં યુદ્ધનો અંતના એંધાણ: ૨૪ કલાકમાં શાંતિ કરાર પર હસ્તાક્ષર કરશે એમેરિકા-ઈરાન


મિડલ ઈસ્ટમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહેલા ભયંકર સૈન્ય સંઘર્ષ અને તણાવનો આખરે અંત આવી શકે છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે શનિવારે, ૧૩ જૂન ૨૦૨૬ના રોજ ચોંકાવનારો દાવો કરતા કહ્યું છે કે અમેરિકા અને ઈરાન એક ઐતિહાસિક શાંતિ કરાર માટે સહમત થઈ ગયા છે. શરીફના જણાવ્યા અનુસાર, આગામી ૨૪ કલાકની અંદર આ શાંતિ કરાર પર બંને દેશો દ્વારા ઇલેક્ટ્રોનિક હસ્તાક્ષર કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે.
જાે આ ડીલ સત્તાવાર રીતે ફાઇનલ થઈ જશે, તો ફેબ્રુઆરી મહિનામાં યુદ્ધ ફાટી નીકળ્યા પછી આ વૈશ્વિક સ્તરે સૌથી મોટી રાજદ્વારી સફળતા સાબિત થશે. વિશ્વના ઉર્જા વ્યાપારની લાઈફલાઈન ગણાતી હોર્મુઝની ખાડીનો રસ્તો ફરીથી ખૂલી જશે. જેનાથી આંતરરાષ્ટ્રીય શિપિંગ અને ઓઇલ માર્કેટ પર મંડરાઈ રહેલું મહાયુદ્ધનું સંકટ ઘણું હળવું થઈ જશે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે જણાવ્યું છે કે, ‘અમેરિકા અને ઈરાન શરૂઆતી કરાર માટે સંમત થયા છે. આગામી ૨૪ કલાકની અંદર આ ડીલ પર ડિજિટલ સાઇન થવાની અપેક્ષા છે. પાકિસ્તાન બંને પક્ષો વચ્ચે સંવાદ સરળ બનાવવા અને આ ડીલની મધ્યસ્થી માટે સતત પ્રયાસો કરી રહ્યું હતું. આ પ્રારંભિક કરાર પછી, આગામી અઠવાડિયે ટેકનિકલ સ્તરની વાટાઘાટો શરૂ થશે, જેમાં ઈરાનના પરમાણુ કાર્યક્રમના ભવિષ્ય સહિતના અન્ય મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવશે.‘
જાે કે, ઇતિહાસ સાક્ષી છે કે ભૂતકાળમાં પણ આવા ઘણા રાજદ્વારી દાવાઓ સમય પહેલા જાહેર થયા પછી નિષ્ફળ ગયા છે. આ જ કારણ છે કે પાકિસ્તાનના આ મોટા દાવા છતાં હજુ સુધી વ્હાઇટ હાઉસ કે ઈરાનના સર્વોચ્ચ નેતૃત્વ દ્વારા આ ટાઈમલાઈનની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

Related posts

અમેરિકા-ઈરાન કરાર પર ટ્રમ્પ અને પેજેશ્કિયાને કર્યા હસ્તાક્ષર

નેતાન્યાહૂ અડિયલ છે, તેમણે મારો આભાર માનવો જાેઈએ:ટ્ર્મ્પ

ગાઝામાં યુદ્ધ વિરામ,  સમસ્યાઓ વિકરાળ..66 હજારથી વધુના મોત બાદ યુદ્ધ વિરામનું જ્ઞાન લાધ્યું. 

GUJARAT NEWS DESK TEAM

ભારતમાં હવે દુબઈથી આવશે વીજળી, સમુદ્રની નીચે બિછાવાશે પાવર કેબલ

ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો : નરેન્દ્ર મોદીનો કડક સંદેશ

યુરિયા સહિત 4 માલવાહક જહાજ હોર્મુઝ પાર કરીને ભારત તરફ આગળ વધ્યાં, સરકારનો દાવો- ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment