રાષ્ટ્રીય

NEET ૨૦૨૬ પેપર લીક કેસમાં CBI દ્વારા વધુ બે આરોપીઓની ધરપકડ

NEET ૨૦૨૬ પેપર લીક કેસમાં CBI દ્વારા વધુ બે આરોપીઓની ધરપકડ

કેન્દ્રીય તપાસ બ્યૂરો  એ NEET ૨૦૨૬ પરીક્ષાના પેપર લીક સંબંધિત કથિત ગેરરીતિઓના કેસમાં છેલ્લા ૨૪ કલાકમાં દેશભરમાં વધુ બે આરોપીઓની ધરપકડ કરી છે અને ૧૪ સ્થળોએ સર્ચ હાથ ધર્યું છે.

ઉલ્લેખનીય છે કે CBI એ કથિત ૨૦૨૬ પરીક્ષાના કથિત પેપર લીક અંગે ભારત સરકારના શિક્ષણ મંત્રાલયના ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવેલી ફરિયાદના આધારે ૧૨.૦૫.૨૦૨૬ ના રોજ આ કેસ નોંધ્યો છે.

આ સંબંધમાં ગઈકાલે ૦૫ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જેમાંથી ૦૩ જયપુરથી, ૦૧ ગુરુગ્રામથી અને ૦૧ નાસિકથી હતા. ગઈકાલે ધરપકડ કરાયેલા તમામ પાંચ આરોપીઓને આજે દિલ્હીની સક્ષમ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને પૂછપરછ માટે ૦૭ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.

૧૨.૦૫.૨૦૨૬ થી ઝ્રમ્ૈં ની વિશેષ ટીમો દ્વારા શરૂ કરવામાં આવેલી કામગીરીના સાતત્યમાં, છેલ્લા ૨૪ કલાકમાં મહારાષ્ટ્રના પુણેથી એક અને અહિલ્યાનગરથી એક એમ વધુ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

છેલ્લા ૨૪ કલાકમાં ધરપકડ કરાયેલા બે આરોપીઓના નામ:

ધનંજય લોખંડે, અહિલ્યાનગર
મનીષા વાઘમારે, પુણે
અન્ય કેટલાક શંકાસ્પદોની પૂછપરછ ચાલી રહી છે અને આગળની કાર્યવાહી ચાલુ છે.

સીબીઆઇ આ કેસ સંબંધિત તમામ કડીઓ પર કામ કરી રહી છે.

Related posts

કંગના રનૌત વિરુદ્ધ લખનૌના હુસૈનગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ

મરાઠી મામલે અભિનેત્રી રાજશ્રી મોરે સાથે મનસેના નેતાના પુત્રની ગેરવર્તણૂંક

GUJARAT NEWS DESK TEAM

પરીક્ષાના એક દિવસ અગાઉ પેપર લીક થતાં મહારાષ્ટ્રTET એક્ઝામ મોકૂફ

ગાંજા કાંડ બાદ ગ્રૂપના તમામ પાયલટોના ફરજિયાત સ્ક્રિનિંગનો એર ઇન્ડિયાનો આદેશ

GUJARAT NEWS DESK TEAM

પ્રધાનમંત્રી મોદી, આજે લખનૌમાં રાષ્ટ્ર પ્રેરણા સ્થળનું ઉદ્ઘાટન કરશે અને સંસદ રમતોત્સવમાં વર્ચ્યુઅલી પણ જોડાશે

GUJARAT NEWS DESK TEAM

વડાપ્રધાન મોદીનો ઝ્રસ્ રેવંત રેડ્ડીને રમૂજી જવાબ ‘જાે ગુજરાતવાળી ફોર્મ્યુલા લગાવું, તો તેલંગાણાને મળતી મદદ અડધી થઈ જશે!’

Leave a Comment