રાષ્ટ્રીય

ઇરાન-અમેરિકા વચ્ચે ક્રોસ ફાયરિંગમાં સલાયાના ખલાસીનું કરૂણ મોત થયુ

સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં લાંબા સમયથી ચાલી રહેલા યુદ્ધ અને તણાવની ગંભીર અસર હવે ગુજરાતના માલવાહક જહાજાે પર જાેવા મળી રહી છે. ગત ૭મી મેના રોજ સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ ખાતે ઈરાન અને અમેરિકાની નેવી વચ્ચે થયેલા ભીષણ ગોળીબારમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયાનું એક માલવાહક વહાણ ડૂબી ગયું હોવાની આઘાતજનક ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં વહાણના એન્જિન રૂમમાં ફરજ બજાવતા અલ્તાફ તાલબ કેર નામના ખલાસીનું મોત નીપજ્યું છે.
ઇન્ડિયન સેલિંગ વેસલ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી આદમ ભાયાએ જણાવ્યા અનુસાર, સલાયાનું માલવાહક વહાણ ‘સ્જીફ છન્ હ્લછૈંઢઈ ર્દ્ર્ગંંઇઈ જીેંન્ઈસ્છદ્ગૈં-ૈં‘ (રજિસ્ટ્રેશન નં: મ્ડ્ઢૈં-૧૪૯૪) ગત ૭ મેના રોજ દુબઈથી જનરલ કાર્ગો ભરીને યમનના મુકાલા બંદર તરફ જઈ રહ્યું હતું. આ વહાણ પર ટંડેલ સહિત કુલ ૧૮ ખલાસીઓ સવાર હતા. વહેલી સવારે અંદાજે ૧:૦૦ વાગ્યે જ્યારે વહાણ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે અચાનક ઈરાની અને યુએસ નેવી વચ્ચે સામસામે ભારે ફાયરિંગ શરૂ થયું હતું. કમનસીબે, ગુજરાતનું આ વહાણ આ ક્રોસ ફાયરિંગની ઝપેટમાં આવી ગયું હતું. ગોળીબારને કારણે વહાણમાં ગાબડાં પડ્યા હતા અને પાણી ભરાવા લાગતા તે સમુદ્રમાં ગરકાવ થઈ ગયું હતું.
જ્યારે વહાણ ડૂબવાની તૈયારીમાં હતું ત્યારે અંધાધૂંધી વચ્ચે એન્જિન રૂમમાં રહેલા અલ્તાફ તાલબ કેર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને તેમનું મોત થયું હતું. અન્ય ૧૭ ખલાસીઓ જ્યારે જીવ બચાવવા સંઘર્ષ કરી રહ્યા હતા, ત્યારે નજીકથી પસાર થઈ રહેલા અન્ય એક ભારતીય વહાણ ‘સ્જીફ પ્રેમ સાગર-ૈં‘ એ દેવદૂત બનીને તમામ ખલાસીઓનું રેસ્ક્યુ કર્યું હતું. બચેલા તમામ ૧૭ ખલાસીઓ ૮ મેના રોજ મોડી સાંજે સુરક્ષિત રીતે દુબઈ પોર્ટ પર પહોંચ્યા છે. ં

Related posts

દરિયો ખંગાળવાનું ભારતનું મિશન

GUJARAT NEWS DESK TEAM

અસમમાં કુદરતનો પ્રકોપ : પૂરના કારણે મૃત્યુઆંક ૬૬ પહોંચ્યા

વનતારા ટીમ દ્વારા સુપ્રીમ કોર્ટના નિર્દેશનું સ્વાગત કરાયું

GUJARAT NEWS DESK TEAM

વડાપ્રધાન મોદીનો ઝ્રસ્ રેવંત રેડ્ડીને રમૂજી જવાબ ‘જાે ગુજરાતવાળી ફોર્મ્યુલા લગાવું, તો તેલંગાણાને મળતી મદદ અડધી થઈ જશે!’

શ્રી કરણ અદાણીએ ગુજરાતના રાજકોટમાં  વાઇબ્રન્ટ ગુજરાત 2026માં આપેલ વક્તવ્ય

GUJARAT NEWS DESK TEAM

ચૂંટણી પરિણામ પહેલા ટીએમસીનો મોટો દાવો પશ્ચિમ બંગાળમાં ૨૨૬ થી વધુ બેઠકો જીતીશું : મમતા બેનર્જી

Leave a Comment