ગુજરાત

ગુજરાતમાં વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો શરૂ થશે,સરકારે બહાર નોટિફિકેશન પાડ્યું


ગુજરાતમાં વસ્તી ગણતરી પ્રક્રિયાને લઈને મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા વસ્તી ગણતરી અંગેનું સત્તાવાર નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે, જેના આધારે રાજ્યમાં પ્રથમ તબક્કાની કામગીરી આગામી જૂન માસથી શરૂ થશે.
સરકારના આયોજન મુજબ ૧ જૂનથી ૩૦ જૂન સુધી રાજ્યભરમાં “હાઉસ લિસ્ટિંગ” પ્રક્રિયા હાથ ધરાશે. આ દરમિયાન ગણતરી કર્મચારીઓ ઘર-ઘર જઈને રહેણાંક મકાનો, પરિવારો અને મૂળભૂત સુવિધાઓ સંબંધિત માહિતી એકત્રિત કરશે. સમગ્ર પ્રક્રિયા ૩૦ દિવસની અંદર પૂર્ણ કરવાની રહેશે.
આ વખતે વસ્તી ગણતરીમાં ડિજિટલ વ્યવસ્થાને પણ પ્રાથમિકતા આપવામાં આવી છે. નાગરિકોને પોતે જ ઓનલાઇન માધ્યમ દ્વારા પોતાની માહિતી નોંધાવવાની સુવિધા આપવામાં આવશે. સરકારનો દાવો છે કે આ પદ્ધતિથી પ્રક્રિયા વધુ ઝડપી, પારદર્શક અને સરળ બનશે. રાજ્ય સરકાર તથા વહીવટી તંત્ર દ્વારા ગણતરી કામગીરી માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સંબંધિત કર્મચારીઓને તાલીમ આપવાની પ્રક્રિયા પણ ટૂંક સમયમાં શરૂ થશે.

Related posts

ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ..પોલીસ સુરક્ષા હેઠળ પેપર ચકાસણી પણ શરૂ કરવામાં આવી

રાજ્યમાં દારૂ-ડ્રગ્સના હપ્તાઓ દરેક પોલીસ સ્ટેશનમાંથી ગાંધીનગર સુધી પહોંચી રહ્યા છે : અમિત ચાવડા

GUJARAT NEWS DESK TEAM

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વડોદરા સેન્ટ્રલ જેલથી બહાર આવ્યા.

GUJARAT NEWS DESK TEAM

કૃષિ યુનિવર્સીટીમા લાયકાત વગરના કુલપતિઓની નિમણુક ઃમનહર પટેલ

ગુજરાતની મતદારયાદીમાં ચૂંટણી પંચના SIR દ્વારા પ્રાથમિક કમી કરાયેલા મતદારોના આંકડાઓએ કોંગ્રેસના વોટચોરીના આક્ષેપને સાચો ઠેરવ્યો.

GUJARAT NEWS DESK TEAM

આજે NEETની પુન: પરીક્ષા; ગુજરાતમાં તમામ તૈયારીઓ પૂણ

Leave a Comment