બિઝનેસ

ગાંધીનગરમાં ઈજનેરી ક્ષેત્રના એશિયાના સૌથી મોટા પ્રદર્શન એન્જિમેકનું ઉપમુખ્યમંત્રીએ ઉદઘાટન કર્યું

ગાંધીનગરમાં ઈજનેરી ક્ષેત્રના એશિયાના સૌથી મોટા પ્રદર્શન એન્જિમેકનું ઉપમુખ્યમંત્રીએ ઉદઘાટન કર્યું


એન્જિમેક એક્ઝિબિશન (પ્રદર્શન)ના માધ્યમથી ગુજરાત અને દેશની ઈજનેરી ક્ષેત્રમાં કાર્યરત કંપનીઓએ કરોડો રૂપિયાનો બિઝનેસ ઉપલબ્ધ થશે તેમ ઉપમુખ્યમંત્રી અને ઉદ્યોગ મંત્રી હર્ષ સંઘવી એ આજે ગાંધીનગર ખાતે એન્જિમેકના ઉદઘાટન પ્રસંગે જણાવ્યુ હતું.
ગાંધીનગરના હેલીપેડ, એક્ઝિબિશન ગ્રાઉન્ડ ખાતે એન્જિનિયરિંગ સેક્ટરના એશિયાઈના સૌથી મોટા ૧૭માં ‘ENGIMACH-2025’ (એન્જિમેક-2025) ત્રિદિવસીય એક્ઝિબિશનનો શુભારંભ ઉપ મુખ્યમંત્રી અને ઉદ્યોગ મંત્રી હર્ષ સંઘવી દ્વારા કરાયો હતો. આ એક્ઝિબિશન આગામી તા. ૭ ડિસેમ્બર-૨૦૨૫ સુધી યોજાશે.
આ અવસરે ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, વિશ્વના સૌથી મોટા એન્જિનિયરિંગ-મશિનરી એટલે કે, ‘ENGIMACH-2025’ એક્ઝિબિશનનો ગાંધીનગર ખાતે આજે શુભારંભ થયો છે. ત્યારે આ એક્ઝિબિશનના માધ્યમથી ગુજરાત અને દેશના એન્જિનિયરિંગ અને ઉત્પાદન ક્ષેત્રે કાર્ય કરતી કંપનીઓને કરોડો રૂપિયાનો બિઝનેસ ઉપલબ્ધ થશે. આ એક્ઝિબિશનના માધ્યમમાંથી કંપનીઓને બિઝનેસ મળવાની સાથેસાથે અમદાવાદ સહિત આસપાસના જિલ્લાઓમાં હોટલ સહિત વિવિધ નાના-મોટા વેપારીઓને પણ ધંધામાં ફાયદો થવાની સાથે સ્થાનિક રોજગારી ઉપલબ્ધ થશે.
આ એન્જિમેક-2025માં કુલ ૧,૧૦૦થી વધુ દેશ-વિદેશની કંપનીઓ જોડાઈ છે. એક્ઝિબિશનમાં અંદાજે ૫૦ હજારથી વધુ મુલાકાતીઓએ અગાઉથી સહભાગી થવા નોંધણી કરાવી છે પણ આ ત્રણ દિવસ દરમિયાન એક્ઝિબિશનમાં એક લાખથી વધુ મુલાકાતીઓ ભાગ લેશે તેવી સંભાવના છે. દુનિયા વિવિધ દેશોમાંથી ૫૦૦થી વધુ પ્રતિનિધિઓ મુલાકાતે આવ્યા છે.
આ અવસરે કે એન્ડ ડી કમ્યુનિકેશનના ચેરમેન અને મેનેજિંગ ડિરેકટર કમલેશ ગોહિલે જણાવ્યું હતું કે “ત્રણ દાયકાથી વધુ સમયથી એન્જિમેક ભારતની એન્જિનિયરિંગ ક્ષમતાને મજબૂત કરી રહ્યું છે. ગ્લોબલ સપ્લાઇ ચેઇનમાં બદલાવ સાથે ભારત નવું મેન્યુફેકચરિંગ હબ બની રહ્યું છે. એન્જિમેક-2025માં રોબોટિક્સથી લઇને ડિજિટલ ટ્વિન્સ અને ઇન્ટેલિજન્ટ સપ્લાયચેનનો જે સમાવેશ કરાયો છે તે ઔદ્યોગિક વિકાસના નવા યુગના મંડાણ કરશે”
તેમણે ભારતની આર્થિક વૃદ્ધિના આંકડાં પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, સપ્ટેમ્બર ક્વાર્ટરમાં જીડીપીમાં 8.2% અને મેન્યુફેકચરિંગમાં 9.1% વૃદ્ધિ દર્શાવે છે કે, ઉદ્યોગોમાં ટેક્નોલોજીમાં બદલાવ તીવ્ર ગતિએ વધી રહ્યો છે.
જ્યારે ઇન્ડેકેક્ષ્ટ-બીના મેનેજિંગ ડિરેકટર કે.સી. સંપતે જણાવ્યું હતું કે, “એન્જિમેક મશીનરી અને ટૂલ્સ અને એન્જિનિયરીંગ ક્ષેત્ર માટે ક્રિટિકલ કેટાલિસ્ટ બની રહ્યું છે. હાલમાં વિકસી રહેલા જિયોપોલિટિકલ લેન્ડસ્કેપમાં આ પ્લેટફોર્મ આર્થિક વિકાસને વેગ આપવા સાથે એમએસએમઇને મજબૂત કરે છે.”
જીસીસીઆઇના પ્રમુખ સંદીપ એન્જિનિયરએ જણાવ્યું હતું કે, દરેક ઉદ્યોગના મૂળમાં એન્જિનિયરિંગ છે. એન્જિમેક ટેક્નોલોજી અને ઈનોવેશનનું શ્રેષ્ઠ મંચ છે. ગુજરાત ભારતનું ગ્રોથ એન્જિન છે અને આ પ્લેટફોર્મ એવી વૈશ્વિક સંસ્થામાં ફેરવાઇ ગયું છે જે ઇન્ડસ્ટ્રી, ઇનોવેશન અને ઇન્વેસ્ટમેન્ટ માટેની સુવિધાઓ પૂરી પાડે છે ”
આ અવસરે રાજકોટ મશીન ટૂલ્સ મેન્યુફેક્ચરર એસોશિએશનના પ્રમુખ યોગીન છનિયારાએ જણાવ્યુ હતું કે, આ વખતના પ્રદર્શનમાં વ્યાવસાયિક પૂછપરછનું અંદાજિત મૂલ્ય, પાછલી આવૃત્તિના રૂ. 1550 કરોડના ત્રણ ગણાથી વધુ થઈને રૂ. 5000 કરોડ થવાનો અંદાજ છે.
આ અવસરે ઉપમુખ્યમંત્રી અને ઉદ્યોગ મંત્રી હર્ષ સંઘવીએ એક્ઝિબિશનમાં વિવિધ કંપનીઓના સ્ટોલની રૂબરૂ મુલાકાત લઈને એઆઇ તેમજ રોબોટ આધારિત મશિનરીની માહિતીની સાથે-સાથે ટેકનોલોજીમાં અપડેટ વિશે કંપની માલિકો પાસેથી વિગતો મેળવી સંવાદ કર્યો હતો.

Related posts

ચાર્જર ઉત્પાદનોના વિતરણ અને અને મોબીલે નેટવર્કની વૃદ્ધિ માટે ઈ વીએએમપી એ 7 કરોડનું ભંડોળ પ્રાપ્ત કર્યો

GUJARAT NEWS DESK TEAM

AGEL માં પ્રમોટર્સે હિસ્સો વધાર્યો, રૂ.9,350 કરોડનું ઇન્ફ્યુઝન મજબૂત વિશ્વાસનો સંકેત

એચડીએફસી બેંકે નાગરિકોને એપીકે ફ્રોડ સામે સાવધાન કરવા માટે એક મહત્ત્વનો મેસેજ શૅર કર્યો

GUJARAT NEWS DESK TEAM

રિલાયન્સનો નફો વધ્યો

GUJARAT NEWS DESK TEAM

એચડીએફસી બેંક દ્વારા એક્ટિવ એજર્સ માટેના કમ્યુનિટી પ્લેટફોર્મ – વૉકએબાઉટનેસમર્થન આપવામાં આવ્યું  

GUJARAT NEWS DESK TEAM

અદાણી ગ્રુપના શેર ચમક્યા, માર્કેટ કેપમાં રૂ. 48550 કરોડનો તોતિંગ ઉછાળો

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment