બિઝનેસ

રિલાયન્સ સાથેની ભાગીદારીમાં TIME પ્રથમ વખત ‘TIME100 Next’ને ભારત રજૂ કરશે

રિલાયન્સ સાથેની ભાગીદારીમાં TIME પ્રથમ વખત ‘TIME100 Next’ને ભારત રજૂ કરશે

પ્રથમ TIME100 Next India  ડિસેમ્બર 2026માં એક એડિટોરિયલ લિસ્ટ સાથે ભવ્ય સમારંભમાં વિવિધ ક્ષેત્રોના 100 ઉભરતા ભારતીય આગેવાનોને સન્માનિત કરાશે

રિલાયન્સ સાથેની ભાગીદારીમાં ટાઇમ તેના ‘TIME100 Next’ ફ્રેન્ચાઇઝીની નવી આવૃત્તિ ‘TIME100 Next India’ લોન્ચ કરશે. આ પહેલ ભવિષ્યને આકાર આપી રહેલા કાર્યો કરતા અને વિઝન ધરાવતા ભારતીય લીડર્સની આગામી પેઢીને સન્માનિત કરશે. ગુરુવારે ન્યૂયોર્કમાં આયોજિત વાર્ષિક TIME100 સમારંભ દરમિયાન સ્ટેજ પરથી ટાઇમના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર જેસિકા સિબલી અને રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક તથા ચેરપર્સન નીતા મુકેશ અંબાણી દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી.

TIME100 Next Indiaની યાદી TIMEના સંપાદકો દ્વારા તૈયાર કરવામાં આવશે જેમાં કળા, વિજ્ઞાન, બિઝનેસ, સ્પોર્ટ્સ, એડવોકેસી અને અન્ય ક્ષેત્રોમાં ભારતનું ભવિષ્ય ઘડી રહેલા ભારત અને વિદેશમાં વસતા ભારતીયોના 100 ઉભરતા આગેવાનોને સ્થાન આપવામાં આવશે. આ યાદી ઓનલાઇન પ્રકાશિત કરવામાં આવશે અને ડિસેમ્બર 2026માં મુંબઈમાં નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર ખાતે ‘TIME100 Next India Gala’માં તેની ઉજવણી કરવામાં આવશે.

અમે પહેલીવાર TIME100 Nextને ભારત રજૂ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છીએ,” તેમ TIMEના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર જેસિકા સિબલીએ જણાવ્યું હતું. TIME100 Next India વિવિધ ઉદ્યોગો અને સમગ્ર વિશ્વમાં પ્રગતિ કરી રહેલા આગામી પેઢીના આગેવાનોને સન્માનિત અને એકત્રિત કરવા માટેની અમારી સતત પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ પ્રયાસને સાકાર કરવામાં રિલાયન્સની ભાગીદારી બદલ અમે આભારી છીએ.”

રિલાયન્સમાં અમે પ્રતિભાવિચારો અને નેતૃત્વની આગામી પેઢીને સશક્ત બનાવીને ભારતના ભવિષ્યના નિર્માણ માટે પ્રતિબદ્ધ છીએ,” તેમ રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન શ્રીમતી નીતા એમ. અંબાણીએ જણાવ્યું હતું. “ભારતમાં પ્રથમ વખત મુંબઈના નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર ખાતે TIME100 NEXT India લાવવા માટે અમે TIME સાથે ભાગીદારી કરતા ખૂબ જ ઉત્સાહિત છીએ. વિશ્વના શ્રેષ્ઠને ભારતમાં લાવવું અને ભારતના શ્રેષ્ઠને વિશ્વ સમક્ષ રજૂ કરવું એ હંમેશા અમારું વિઝન રહ્યું છે.”

“TIME100 Next એવા નેતાઓને સન્માનિત કરવા માટેનું એક અત્યંત શક્તિશાળી પ્લેટફોર્મ બની ગયું છે જેઓ આગામી દાયકાઓનું ઘડતર કરશે. ભારતમાં આનો વિસ્તાર કરવાથી અમને એક મહત્વપૂર્ણ વળાંક પર ઉભરતી પ્રતિભાઓની અસાધારણ પેઢીને ઉજાગર કરવાની અને તેમની કહાની વૈશ્વિક પ્રેક્ષકો સુધી પહોંચાડવાની તક મળે છે,” તેમ TIMEના ચીફ સ્ટ્રેટેજી ઓફિસર અને એક્ઝિક્યુટિવ એડિટર ડેન મેકસાઈએ જણાવ્યું હતું, જેઓ TIME100 ફ્રેન્ચાઇઝીનું નેતૃત્વ કરે છે.

Related posts

અદાણી ગ્રુપના શેર ચમક્યા, માર્કેટ કેપમાં રૂ. 48550 કરોડનો તોતિંગ ઉછાળો

GUJARAT NEWS DESK TEAM

અદાણી એન્ટરપ્રાઇઝે રુ.૧ હજાર કરોડના નોન કન્વર્ટીબલ ડિબેન્ચર ઇશ્યુની જાહેરાત કરી વાર્ષિક 9.30% સુધી વ્યાજ દર

GUJARAT NEWS DESK TEAM

બેંક ઓફ અમેરિકાએ અદાણી ગ્રુપના બોન્ડ્સને ‘ઓવરવેઇટ’ રેટિંગ આપ્યું

GUJARAT NEWS DESK TEAM

વાઘ બકરી ટી ગ્રુપે તાજગીથી ભરપૂર સુપર-પ્રીમિયમ  નવી ‘વાઘ બકરી રોયલ’ ચા લોન્ચ કરી

GUJARAT NEWS DESK TEAM

એસ ડિઝાઇનર્સે દ્વારા અમદાવાદ પ્લાન્ટ નો શુભારંભ, આગામી તબક્કામાં 4,000 મશીનોનું વાર્ષિક ઉત્પાદન લક્ષ્ય

SEBIની ક્લીનચીટ બાદ ગૌતમ અદાણીની પ્રાથમિકતાઓની રૂપરેખા

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment