
અમદાવાદમાં હોટલ પ્રાઇડ પ્લાઝા ખાતે થિયેટર વર્લ્ડ એન્ટરટેનમેન્ટનું પ્રથમ સસ્પેન્સ થ્રીલર “31 days “નું મુહૂર્ત સંપન્ન થયું આ મુહૂર્તમાં પોસ્ટર લોન્ચિંગ સાથે ભગવાન ગણેશ ની આરતી સાથે વિધિવત રીતે ફિલ્મનું મુહૂર્ત સંપન્ન થયું. આ પ્રસંગે ફિલ્મના કલાકારો, ડિરેક્ટર ઉપસ્થિત રહ્યા.આ સાહસ 10 થી 12 કલાકાર મિત્રોએ ભેગા મળીને કર્યું છે. આ ફિલ્મની વાર્તા અને સંવાદ ડો રાજેશ ભોજક એ લખેલ છે ફિલ્મનું ડિરેક્શન જગદીશભાઈ મેકવાન કરશે કલાકારોમાં કૌશલ ત્રિવેદી, વિનોદ વનોદીયા,રાજેશ ભોજક,જગદીશ મેકવાન, જયેશ પટેલ,ધ્રુવી પટેલ, ક્રિશ સોલંકી, જયેશ ગાંધી, પૂર્ણિમા ભટ્ટ,સ્મિતા અધ્યારુ,દિલીપ ગઢવી,કલ્પેશ સોલંકી વગેરે નો સમાવેશ થાય છે.”31 Days”માં એક નેતાના પુત્રના અપહરણ ની કહાની છે જેને 30 દિવસમાં શોધવા માટે અપહરણકાર ચેલેન્જ આપે છે અને આ ચેલેન્જ પૂરી ન થાય તો 31 માં દિવસે નેતાના પુત્રની હત્યા કરવાની અલ્ટિમેટમ આપે છે. એક નેતા અને ડિટેક્ટિવ ટીમ વચ્ચેની 30 દિવસની કશ્મકશને રહસ્યમય રીતે ફિલ્મમાં વણી લેવામાં આવી છે.
એક નાની ફિલ્મના સાહસથી ટોચના ફિલ્મ લેવલ સુધીની મહત્વાકાંક્ષા સાથે વિવિધ ક્ષેત્રના કાબેલ વ્યવસાયીઓએ આ સંયુક્ત સાહસ કર્યું છે. ટૂંક સમયમાં શૂટિંગ શરૂ થશે.માત્ર 3 દિવસના રેકોર્ડ સમયમાં ફિલ્મ નિર્માણનું કાર્ય પૂરું કરવાની યોજના થિયેટર વર્લ્ડ એન્ટરટેઇનમેન્ટ દ્વારા બનાવવામાં આવી છે.