રાષ્ટ્રીય

કર્ણાટકના CMસિદ્ધારમૈયાએ કરી રાજીનામાની જાહેરાત

કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ ગુરૂવારે રાજીનામાની જાહેરાત કરી દીધી છે. બેંગલુરૂમાં મુખ્યમંત્રી આવાસ પર મંત્રીઓની સાથે બ્રેકફાસ્ટ મીટિંગમાં તેમણે આ જાહેરાત કરી છે.
તેમણે મંત્રીઓને પોતાના આ ર્નિણયની જાણકારી આપી. બપોરે ત્રણ કલાકે સિદ્ધારમૈયા લોકભવન જશે. તેઓ રાજ્યપાલ ઓફિસને પોતાનું રાજીનામું સોંપશે કારણ કે આ સમયે કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોલ બેંગલુરૂમાં હાજર નથી. તેઓ આ સમયે મધ્ય પ્રદેશના ઇન્દોરમાં છે.
સિદ્ધારમૈયાએ સવારે ૧૦.૩૦ કલાકે બ્રેકફાસ્ટ પર કેબિનેટની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં તેમણે રાજીનામાની જાહેરાત કરવાની હતી. તેમના રાજીનામા બાદ ડીકે શિવકુમારના મુખ્યમંત્રી બનવાનો માર્ગ મોકળો થઈ ગયો છે. તેને લઈને ઘણા સમયથી કર્ણાટકની રાજનીતિમાં હલચલ જાેવા મળી રહી હતી.
આ પહેલા આજે સવારે સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમારે બેંગલુરૂમાં મુખ્યમંત્રી આવાસ પર બ્રેકફાસ્ટ મીટિંગ દરમિયાન એકબીજાને ગળે લગાવ્યા. નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના ચરણ સ્પર્શ પણ કર્યાં હતા.
કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર ૨૦૨૩મા બની હતી. ૨૩ મે ૨૦૨૩ના સિદ્ધારમૈયાએ મુખ્યમંત્રી પદે શપથ લીધા હતા. ડીકે શિવકુમારને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. તે સમયે અઢી-અઢી વર્ષની ફોર્મ્યુલા પર વાત થઈ હતી. એટલે કે પહેલા અઢી વર્ષ સિદ્ધારમૈયા અને બાકીના અઢી વર્ષ ડીકે શિવકુમાર મુખ્યમંત્રી રહેશે. પરંતુ સરકારમાં ત્રણ વર્ષ બાદ પણ સત્તા પરિવર્તન થઈ રહ્યું નહોતું. તેને લઈને સિદ્ધારમૈયા અને ડીકેના જૂથ વચ્ચે વિવાદ જાેવા મળી રહ્યો હતો.
ડીકે જૂથના લોકો સતત તેમને મુખ્યમંત્રી બનાવવાની માંગ કરી રહ્યાં હતા. તાજેતરમાં આ મુદ્દે દિલ્હીમાં મોટી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સિદ્ધારમૈયા મુખ્યમંત્રીની ખુરશી છોડવા માટે રાજી થયા. પરંતુ તે પહેલા રાહુલ ગાંધીએ તેમની સાથે વાત કરી હતી. સૂત્રો પ્રમાણે કહેવામાં આવી રહ્યું છે કે સિદ્ધારમૈયાને મુખ્યમંત્રી પદ છોડવા માટે ઓફર આપવામાં આવી છે. તેમાંથી એક રાજ્યસભા સીટ અને તેમના પુત્રને નાયબ મુખ્યમંત્રી બનાવવાની વાત કહેવામાં આવી છે.

Related posts

આખરે સોનમ વાંગચુકે ભૂખ હડતાળ સમાપ્ત કરવાની તૈયારી દર્શાવી

દેશના ૧૭ રાજ્યોમાં ૧૨ કલાકમાં વરસાદ-વાવાઝોડાનું ઍલર્ટ

બિહારના નિવૃત્ત પત્રકારોને 15,000 રૂપિયા પેન્શન મળશે

GUJARAT NEWS DESK TEAM

વડાપ્રધાન મોદીએ ભારતીય નાગરિક ઉડ્ડયનની યાત્રામાં મોટા સીમાચિહ્નરૂપ નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખુલ્લું મૂક્યું

GUJARAT NEWS DESK TEAM

પરીક્ષાર્થીઓ માટે હેલ્પલાઇન નંબર જાહેર કરાયો છે NEET૨૦૨૬ની પરીક્ષા રદ, પેપરલીક બાદ તપાસના આદેશ

વિદ્યાર્થિનીઓને આપશે મફત સ્કૂટી,યુપી કેબિનેટે આપી મંજૂરી

Leave a Comment