મારું શહેર

એસવીપીઆઈ એરપોર્ટને ગ્રાહક અનુભવ ક્ષેત્રે પ્રતિષ્ઠિત ACIલેવલ-5એક્રેડિટેશન પ્રાપ્ત, ભારતનું ત્રીજું એરપોર્ટ બન્યું

વૈશ્વિક સ્તરે વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત અદાણીપોર્ટફોલિયોનીફ્લેગશિપઇન્ક્યુબેટર કંપની અદાણીએન્ટરપ્રાઇઝિસ લિમિટેડની પેટાકંપનીઅદાણીએરપોર્ટહોલ્ડિંગ્સ લિમિટેડ દ્વારા સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ(SVPI)એરપોર્ટે ગ્રાહક સેવા ક્ષેત્રે વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. એસવીપીઆઈ એરપોર્ટને આજે એરપોર્ટ્સ કાઉન્સિલ ઇન્ટરનેશનલ(ACI)દ્વારા એરપોર્ટકસ્ટમરએક્સપીરિયન્સ માટેનું પ્રતિષ્ઠિત લેવલ-5એક્રેડિટેશન એનાયત કરવામાં આવ્યું છે. એરપોર્ટે જૂન 2025માં પ્રાપ્ત થયેલા લેવલ-4 એક્રેડિટેશનથી આગળ વધીને આ સર્વોચ્ચ સ્તરની માન્યતા મેળવી છે.

આ સન્માન એસવીપીઆઈ એરપોર્ટને વિશ્વના એવા પસંદગીનાએરપોર્ટ્સનીશ્રેણીમાં સ્થાન અપાવે છે, જેમણે ગ્રાહક અનુભવ ક્ષેત્રે સર્વોચ્ચ સ્તરનું એક્રેડિટેશન પ્રાપ્ત કર્યું છે. આ સિદ્ધિ મુસાફરોને તેમની સમગ્ર યાત્રા દરમિયાન શ્રેષ્ઠ, સુવિધાસભર અને ગ્રાહકકેન્દ્રિત અનુભવ પ્રદાન કરવાની એરપોર્ટની સતત પ્રતિબદ્ધતાને દર્શાવે છે. આ એક્રેડિટેશન માટે ગ્રાહક સમજ, વ્યૂહરચના, માપદંડો, ગવર્નન્સ, એરપોર્ટ સંસ્કૃતિ, સેવા ડિઝાઇન અને નવીનતા તેમજ એરપોર્ટ સમુદાય સાથેના સહયોગ જેવા અનેક માપદંડોનું મૂલ્યાંકન કરવામાં આવે છે.

ગત એક વર્ષ દરમિયાન એસવીપીઆઈ એરપોર્ટે નવીન મુસાફર સંલગ્નતા કાર્યક્રમો, ભવિષ્યલક્ષી સેવા ડિઝાઇન, હિતધારકો સાથેનો સહયોગ, કર્મચારી અનુભવ પહેલો અને ડિજિટલનવીનતાઓ દ્વારા પોતાના ગ્રાહક અનુભવ માળખાને વધુ મજબૂત બનાવ્યું છે. આ પ્રયત્નોએમુસાફરોનાઅનુભવને વધુ સમૃદ્ધ બનાવવાની સાથે સતત સુધારા અને સેવા શ્રેષ્ઠતાની સંસ્કૃતિને પણ વધુ મજબૂત બનાવી છે.

એસવીપીઆઈ એરપોર્ટને લેવલ-5 એક્રેડિટેશનઅપાવવામાં યોગદાન આપનાર મુખ્ય પહેલો:

ગ્રાહકકેન્દ્રિત સેવા નવીનતા

  • ડિજિટલઅનેસેલ્ફ-સર્વિસસોલ્યુશન્સદ્વારાલાઉન્જએક્સેસનેવધુસુવિધાજનકબનાવવામાંઆવ્યો.
  • મહત્વપૂર્ણ ટચપોઈન્ટ્સ પર રિયલ-ટાઇમ મુસાફર પ્રતિસાદ વ્યવસ્થા અમલમાં મુકાઈ.
  • સ્માર્ટડાઇનિંગ અને ડિજિટલસેવાઓ દ્વારા મુસાફરોનીસુવિધામાં વધારો કરવામાં આવ્યો.

ડિજિટલટ્રાન્સફોર્મેશન

  • મુસાફરોના પ્રશ્નો અને ફરિયાદોના નિવારણ માટે 24×7 AIઆધારિત કોલ સેન્ટર શરૂ કરવામાં આવ્યું.
  • અદાણી વન એપ, AIઆધારિત સહાયતા, બાયોમેટ્રિકકિયોસ્ક દ્વારા સરળ ઇમિગ્રેશન પ્રક્રિયા અને સ્માર્ટએરપોર્ટ પહેલો દ્વારા ડિજિટલ સેવાઓનો વિસ્તાર કરવામાં આવ્યો.
  • ડિજિટલપેમેન્ટ્સ, સ્માર્ટફીડબેકસિસ્ટમ્સ અને સુધારેલી કનેક્ટિવિટી દ્વારા મુસાફરીને વધુ સરળ અને નિર્વિઘ્ન બનાવવામાં આવી.

મુસાફર અનુભવ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારણા

  • ડોમેસ્ટિકલાઉન્જ, બેઠકોની વ્યવસ્થા, માર્ગદર્શન સિસ્ટમ(Wayfinding), સુલભતા માળખું અને ટર્મિનલ સુવિધાઓમાં સુધારા કરવામાં આવ્યા.
  • ટર્મિનલ-2પ્રવેશ માર્ગોની સંખ્યા 5થી વધારી 11કરવામાં આવી, જેથી પીક અવર્સ દરમિયાન ટ્રાફિક સંભાળવાનીક્ષમતામાં વધારો થયો.
  • ટર્મિનલ-2એક્ઝિટલેનની સંખ્યા 5થી વધારી 10કરવામાં આવી, જેના કારણે ટ્રાફિક વ્યવસ્થાપન વધુ અસરકારક બન્યું.
  • વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગમુસાફરો(PRMs)અને પરિવારો માટેની સુવિધાઓમાં વધારો કરીને સર્વસમાવેશકમુસાફરીનાઅનુભવને પ્રોત્સાહન આપવામાં આવ્યું.

 ગ્રાહકજોડાણઅનેસ્થળનીવિશિષ્ટઓળખ

  • ગુજરાતની સંસ્કૃતિ અને પરંપરાને ઉજાગર કરતી સાંસ્કૃતિક, તહેવાર અને અનુભવ આધારિત પહેલો શરૂ કરવામાં આવી.
  • એરપોર્ટને વધુ આવકારદાયક અને અનુભવકેન્દ્રિતગંતવ્ય તરીકે વિકસાવવામાં આવ્યું.

 કર્મચારીઓઅનેએરપોર્ટસમુદાયનુંજોડાણ

  • કર્મચારીઓના આરોગ્ય, સંલગ્નતા અને ક્ષમતા વિકાસ માટે વિવિધ પહેલો હાથ ધરવામાં આવી.
  • એરપોર્ટના વિવિધ હિતધારકો વચ્ચે સહયોગ વધારી મુસાફરોને સરળ અને સુસંગત અનુભવ પ્રદાન કરવામાં આવ્યો.

રિટેલ, ડાઇનિંગ અને લાઇફસ્ટાઇલઓફરિંગ્સ

  • 56,000ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલMaison Twenty Seven – By Bastian નું સંચાલન શરૂ થયું, જે ગુજરાતના સૌથી મોટા રેસ્ટોરન્ટ્સમાંનું એક ગણાય છે.
  • સ્થાનિક સંસ્કૃતિ અને વૈશ્વિક બ્રાન્ડ્સના સમન્વય સાથે રિટેલ તેમજ ફૂડ એન્ડ બેવરેજવિકલ્પોનો વિસ્તાર કરવામાં આવ્યો.
  • ટર્મિનલ-2માં નવા ફૂડકોર્ટ્સ તથા વિશિષ્ટ ભોજન અનુભવ પ્રદાન કરતી સુવિધાઓની શરૂઆતકરવામાં આવી.
  • વ્યાપારીસુવિધાઓ અને સેવાઓના વિસ્તરણ દ્વારા મુસાફરોનાઅનુભવને વધુ સમૃદ્ધ બનાવતાં ગ્રાહક-કેન્દ્રિત અને આકર્ષક એરપોર્ટ વાતાવરણ વિકસાવવામાં આવ્યું.

આ લેવલ-5એક્રેડિટેશનએસવીપીઆઈ એરપોર્ટની એ પ્રતિબદ્ધતાનો પુરાવો છે કે જેમાં દરેક નિર્ણયના કેન્દ્રમાં મુસાફરોને રાખવામાં આવે છે અને સેવા પ્રદાનમાં સતત શ્રેષ્ઠતા હાંસલ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. ભારતીય ઉડ્ડયન ક્ષેત્રમાં એસવીપીઆઈએરપોર્ટ સતત નવીનતા અને ગુણવત્તાયુક્તસેવાઓ દ્વારા વિશ્વસ્તરીય મુસાફરી અનુભવ પ્રદાન કરવા માટે એક માપદંડરૂપ બની રહ્યું છે. અમદાવાદના નાગરિકોને સેવા આપવાનું અને શહેરને વૈશ્વિક સ્તરે જોડાયેલા આધુનિક ગંતવ્ય તરીકે મજબૂત બનાવવામાં યોગદાન આપવાનું એરપોર્ટ ગૌરવ અનુભવે છે.

 

Related posts

 સન્માન મહોત્સવ બાળકો-શિક્ષકો સૌને માટે પ્રેરણાનો મહોત્સવ -ડૉ.જગદીશ ભાવસાર

GUJARAT NEWS DESK TEAM

ત્રણ વર્ષના બાળકને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં નવજીવન

અમદાવાદમાં 30મી નવેમ્બરે ‘9મી અદાણી અમદાવાદ મેરેથોન’ નું ભવ્ય આયોજન : 24,000+ રનર્સ ચાર રેસ કેટેગરીમાં ભાગ લેશે

GUJARAT NEWS DESK TEAM

મનીપુરમાં ગણેશ ઉત્સવની ઉત્સાહપૂર્વક ઉજવણી

GUJARAT NEWS DESK TEAM

નવરંગપુરાના સ્પોર્ટ્સ ક્લબમાં બોમ્બ હોવાની ધમકી, તંત્ર દોડતું થયું

અમદાવાદ એરપોર્ટ પર નવું ફ્યુઅલ ફાર્મ શરૂ, ફ્લાઇટ ઓપરેશન્સ વધુ મજબૂત બનશે

Leave a Comment