ગુજરાત

૧૭,૦૦૦ રેશનિંગ દુકાનદારોના કમીશનમાં વધારો કરવાનો નિર્ણય

ગુજરાત સરકારે રાજ્યની જાહેર વિતરણ પ્રણાલી (ઁડ્ઢજી) ને વધુ મજબૂત અને સુદ્રઢ બનાવવા માટે એક મહત્વપૂર્ણ ર્નિણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં, અંત્યોદય અન્ન યોજના (છછરૂ) અને પ્રાયોરિટી હાઉસહોલ્ડ (ઁૐૐ) હેઠળ ગરીબ પરિવારોને ઘઉં અને ચોખાનું વિતરણ કરતા વાજબી ભાવની દુકાન (રેશનિંગ) ના સંચાલકોના કમિશનમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. આ ર્નિણયથી રાજ્યના હજારો સંચાલકોને સીધી આર્થિક રાહત મળશે અને અનાજ વિતરણની પ્રક્રિયા વધુ વેગવાન બનશે. અગાઉ વાજબી ભાવની દુકાન ચલાવતા સંચાલકોને રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદો- ૨૦૧૩ હેઠળ અનાજના વિતરણ પર પ્રતિ ક્વિન્ટલ ૧૫૦ રૂપિયાનું કમિશન મળતું હતું. અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા નવા ઠરાવ મુજબ, હવે આ કમિશનમાં ૩૫ રૂપિયાનો સીધો વધારો કરવામાં આવ્યો છે. એટલે કે, હવેથી સંચાલકોને પ્રતિ ક્વિન્ટલ ૧૮૫ રૂપિયા લેખે કમિશન ચૂકવવામાં આવશે. આ નવા દરોનો અમલ ૧ એપ્રિલ ૨૦૨૬ થી કરવામાં આવશે, જેનાથી રાજ્યની ૧૭,૦૦૦ થી વધુ વાજબી ભાવની દુકાનોના સંચાલકોને સીધો ફાયદો થશે. છેલ્લા ઘણા સમયથી રેશનિંગ દુકાનના સંચાલકો વાહન-વ્યવહાર (ટ્રાન્સપોર્ટેશન), મજૂરી ખર્ચ અને દુકાનની જાળવણી સહિતના રોજબરોજના સંચાલન ખર્ચમાં થયેલા વધારાને કારણે સરકાર પાસે કમિશન વધારવાની અપીલ કરી રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકી અને રાજ્ય મંત્રી પૂનમચંદ બરંડાના માર્ગદર્શન હેઠળ આખરે આ વ્યાજબી માંગ સ્વીકારવામાં આવી છે. સરકારનું માનવું છે કે કમિશન વધવાથી જાહેર વિતરણ વ્યવસ્થાનું સંચાલન વધુ સારી રીતે થઈ શકશે અને છેવાડાના પાત્રતા ધરાવતા કરોડો પરિવારો સુધી અનાજ પહોંચાડવાની પ્રક્રિયા વધુ પારદર્શક બનશે.
સંચાલકોને અપાતા આ કમિશન વધારા માટે રાજ્ય સરકારે કુલ ૬૭.૨૦ કરોડ રૂપિયાની માતબર નાણાકીય જાેગવાઈ કરી છે. અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના ઠરાવ મુજબ, આ ફાળવાયેલા બજેટમાંથી:
૫૨.૬૧ કરોડ રૂપિયા સામાન્ય શ્રેણી પાછળ ખર્ચવામાં આવશે.
૪.૧૧ કરોડ રૂપિયા અનુસૂચિત જાતિ પેટાયોજના (જીઝ્રજીઁ) હેઠળ ફાળવાયા છે.
૧૦.૪૮ કરોડ રૂપિયા જનજાતિ પેટાયોજના (્છજીઁ) હેઠળ ખર્ચ કરવામાં આવશે.

Related posts

કેન્દ્ર દ્વારા અનેક યોજનામાં કરોડો રૂપિયા ઓછા આપીને ગુજરાતને વધુ એકવાર અન્યાય કરતી ડબલ એન્જીનની ભાજપ સરકાર:મનિષ દોશી

નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવી સુરત રેલવે સ્ટેશન પહોંચ્યા, સ્વાગત રેલી ન નીકાળવા આહવાન કર્યું

GUJARAT NEWS DESK TEAM

દુબઈમાં યોજાયેલા એશિયા પેસિફિક સિટીઝ સમિટ એન્ડ મેયર્સ ફોરમ – 2025માં અમદાવાદના મેયર પ્રતિભા જૈને ભારતનું પ્રતિનિધિત્વ કર્યું

GUJARAT NEWS DESK TEAM

NEETની રિએક્ઝામમાં વાલીઓનો હોબાળો, હિંદુ વિદ્યાર્થીઓને કંઠી અને કલાવા કઢાવ્યા

GUJARAT NEWS DESK TEAM

વરસાદી પાણી હવે ધનની જેમ ભેગુ કરોઃ પાટીલ

GUJARAT NEWS DESK TEAM

ગુજરાતની મતદારયાદીમાં ચૂંટણી પંચના SIR દ્વારા પ્રાથમિક કમી કરાયેલા મતદારોના આંકડાઓએ કોંગ્રેસના વોટચોરીના આક્ષેપને સાચો ઠેરવ્યો.

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment