ગુજરાત

NEETની રિએક્ઝામમાં વાલીઓનો હોબાળો, હિંદુ વિદ્યાર્થીઓને કંઠી અને કલાવા કઢાવ્યા

રવિવારે દેશભરમાં નીટ ની રિએક્ઝામ આયોજિત કરવામાં આવી છે અને સમગ્ર દેશમાંથી ૨૨ લાખથી પણ વધુ વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ આ પરીક્ષા આપી રહ્યા છે. તમામ પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓનું સઘન ચેકિંગ હાથ ધરાઈ રહ્યુ છે. અને NTA ની ગાઈડલાઈન અનુસાર જે વિદ્યાર્થીઓએ ગળામાં, કાનમાં, કે હાથમાં પહેરેલી તમામ મેટલની વસ્તુઓ તેમને ઉતારીને પરીક્ષા ખંડમાં જવા દેવામાં આવી રહ્યા છે.
આ જ દરમિયાન ગુજરાતના અમદાવાદના આર જે ટિબ્રવાલ સ્કૂલમાં પરીક્ષા કેન્દ્ર પર વાલીઓએ હોબાળો કર્યો છે. વાલીઓનો આક્ષેપ છે કે વિદ્યાર્થીઓની સાથે પક્ષપાતી વલણ રાખવામાં આવી રહ્યુ છે. તેમના દીકરા દીકરીઓ સાથે ભેદભાવ થઈ રહ્યો છે. એક તરફ સુરક્ષાકર્મીઓ દ્વારા વિદ્યાર્થીઓને ગળામાં પહેરેલી વૈષ્ણવ ધર્મની કે સ્વામીનારાયણ ધર્મની સામાન્ય કંઠી પણ ઉતારવાની ફરજ પડાઈ રહી છે, ત્યાં સુધી કે હાથમાં બાંધેલા કલાવા પણ તોડીને કાઢવાની ફરજ પડાઈ છે. સામાન્ય કાળો દોરો કે લાલ નાડાછડી બાંધેલી હોય તે પણ તોડીને વિદ્યાર્થીઓ પાસે કઢાવવામાં આવ્યા છે ત્યારબાદ જ તેમને પરીક્ષાખંડમાં જવા દેવામાં આવી રહ્યા છે.
બીજી તરફ મુસ્લિમ વિદ્યાર્થિનીને હિજાબ ઉતારાવી ચેક કર્યા બાદ ફરી હિજાબ પહેરીને જવાની છૂટ અપાઈ છે. ત્યારે વાલીઓએ તંત્ર સામે સવાલ ઉઠાવ્યો છે કે તેઓ શું પાકિસ્તાનમાં રહે છે કે તેમની સાથે આ પ્રકારનો ભેદભાવ કરવામાં આવી રહ્યો છે. વાલીઓનો સીધો સવાલ છે કે સામાન્ય મોતીની કે તુલસીની કંઠી પહેરેલી હોય તો તેમા શું થઈ જવાનું છે? વાલીઓની દલીલ એવી છે કે કંઠી કે હાથમાં બાંધેલા કલાવા માં કોઈ જ મેટલ નથી, ના તો તેના દ્વારા વિદ્યાર્થીઓ કંઈ ગેરરીતિ કરી શકવાના છે તો આ પ્રકારનો ભેદભાવ શા માટે?
જાે કે કંઠી કે કલાવાનો આ પહેલો વિવાદ નથી. આ અગાઉ પણ NEET ની પરીક્ષામાં જ આ પ્રકારનો હોબાળો સુરતમાં એક વાલી દ્વારા કરવામાં આવ્યો હતો. જ્યારે તેમની દીકરીએ ગળામાં પહેરેલી પવિત્ર કંઠી ઉતારાવી હતી. અમદાવાદમાં વાલીઓના હોબાળાને પગલે પોલીસે આવી મામલો થાળે પાડ્યો હતો. જાે કે દ્ગ્છ ની ગાઈડલાઈન મુજબ વિદ્યાર્થીઓને કોઈપણ મેટલની વસ્તુ હાથમાં કે ગળામાં કે કાનમાં પહેરીને જવાની છૂટ નથી. તેમજ પગમાં માત્ર ચપ્પલ કે સ્લીપર જ પહેરીને જવાની સૂચના અપાઈ છે. મોજા પહેરીને જવાની પણ છૂટ નથી ત્યારે વાલીઓએ પણ વળતો દ્ગ્છ ની ગાઈડલાઈન સામે પણ સવાલ ઉઠાવ્યા છે કે વિદ્યાર્થીઓને એક સામાન્ય હાથ રૂમાલ પણ લઈ જવાની છૂટ નથી અપાતી તો મુસ્લિમ વિદ્યાર્થિનીઓને હિજાબ પહેરીને જવાની છૂટ કેમ ?
દ્ગ્છ ની ગાઈડલાઈનમાં પણ હિજાબ-કિરપાલ પહેરી જવાની મંજૂરી આપવામાં આવેલી છે જેની સામે વાલીઓ તેમનો વિરોધ વ્યક્ત કરતા જાેવા મળ્યા હતા. વાલીઓનુ સ્પષ્ટ કહેવુ છે કે નિયમો તમામ માટે ચાહે હિંદુ હોય કે મુસ્લિમ વિદ્યાર્થીઓ દરેક માટે સરખા હોવા જાેઈએ.
આ વિવાદની જાણ થતાં જ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો મોટી સંખ્યામાં આર. જે. ટિબ્રવાલ કોલેજ ખાતે પહોંચી ગયા હતા. બંને પક્ષો વચ્ચે શાબ્દિક યુદ્ધ બાદ મામલો બિચક્યો હતો અને પરિસરમાં ઘર્ષણ તેમજ ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા, જેને પગલે થોડો સમય અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
સ્થિતિ વધુ વણસે તે પહેલાં એસીપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. વિરોધ પ્રદર્શન કરી રહેલા સંગઠનના કાર્યકરોને સ્થળ પરથી હટાવી દેવાયા હતા અને નિયમભંગ બદલ ૩ વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી હતી.
હાલમાં પરીક્ષા કેન્દ્ર પર વધારાનો પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે અને સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ છે. વહીવટી તંત્ર દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે પરીક્ષાની પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારનો અવરોધ સહન કરવામાં નહીં આવે. પોલીસે લોકોને સોશિયલ મીડિયા પર વહેતી થતી અફવાઓથી દૂર રહેવા અને શાંતિ જાળવી રાખવા અપીલ કરી છે.

Related posts

હર ઘર તિરંગા – હર ઘર સ્વચ્છતાઃ રાજ્યભરમાંથી ૧.૨૦ લાખથી વધુ શાળા –કોલેજોના ૨૨.૪૦ લાખથી વધુ વિદ્યાર્થીઓ જોડાયા    

GUJARAT NEWS DESK TEAM

સમગ્ર દેશના ખેડૂતોને કેન્દ્રની પાક વિમા યોજનાનો લાભ મળે છે જયારે ગુજરાત એક માત્ર રાજ્ય જ્યાં આ યોજના અમલમાં નથીઃશક્તિસિંહ

IIM અમદાવાદ અને નોવો નોર્ડિસ્ક ઇન્ડિયા દ્વારા સ્થૂળતા સંભાળ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા ભાગીદારી કરી

GUJARAT NEWS DESK TEAM

રોકાણ માટે ‘આ જ સમય છે, સાચો સમય છે’,  વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં પીએમ મોદીનું વૈશ્વિક રોકાણકારોને આહ્વાન

GUJARAT NEWS DESK TEAM

શ્રી સોમનાથ મંદિરના સંકલ્પકર્તા સ્વર્ગીય સરદાર પટેલને જન્મજયંતિએ સોમનાથ ટ્રસ્ટની શ્રદ્ધાંજલિ

GUJARAT NEWS DESK TEAM

વનતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment