ગુજરાત

ગુજરાત સરકારે નવી ઔદ્યોગિક નીતિ ૨૦૨૬-૨૦૩૧ જાહેર કરી

 
ગુજરાતને આગામી દાયકાના ઔદ્યોગિક વિકાસના કેન્દ્રસ્થાને રાખવાના મહત્ત્વાકાંક્ષી વિઝન સાથે રાજ્ય સરકારે નવી ઔદ્યોગિક નીતિ ૨૦૨૬-૨૦૩૧ની જાહેરાત કરી છે. મહાત્મા મંદિર ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ નીતિનું વિધિવત લોન્ચિંગ કર્યું હતું. રાજ્ય સરકારના જણાવ્યા મુજબ આ નીતિ માત્ર રોકાણ આકર્ષવા પૂરતી સીમિત નહીં રહે, પરંતુ ગુજરાતને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક, ટેકનોલોજી આધારિત અને ભવિષ્યલક્ષી ઔદ્યોગિક હબ તરીકે વિકસાવવાનો રોડમેપ સાબિત થશે.
નવી ઔદ્યોગિક નીતિ આગામી પાંચ વર્ષ માટે રાજ્યના ઔદ્યોગિક વિકાસની દિશા નક્કી કરશે. ખાસ કરીને આગામી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ-૨૦૨૭ને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલી આ નીતિ દ્વારા મોટા પાયે રોકાણ, રોજગારી સર્જન અને આધુનિક ટેકનોલોજી આધારિત ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આ નીતિનું સૌથી મહત્વનું પાસું એ છે કે ગુજરાત હવે પરંપરાગત ઉત્પાદન આધારિત અર્થતંત્રથી આગળ વધી સેમિકન્ડક્ટર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ, ડિજિટલ સર્વિસિસ, ડેટા સેન્ટર્સ અને ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ જેવા ઉચ્ચ મૂલ્યવર્ધિત ક્ષેત્રોમાં પોતાનું નેતૃત્વ સ્થાપિત કરવા પર ભાર મૂકી રહ્યું છે. રાજ્ય સરકારનો દાવો છે કે આ ક્ષેત્રોમાં રોકાણ માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરીને ગુજરાતને વૈશ્વિક સપ્લાય ચેઇનનો મહત્વનો ભાગ બનાવવામાં આવશે. એમએસએમઈ ક્ષેત્રને પણ નવી નીતિમાં વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. નાના અને મધ્યમ ઉદ્યોગો માટે ટેકનોલોજી અપગ્રેડેશન, ગુણવત્તા પ્રમાણપત્રો, નવીનતા અને નિકાસ ક્ષમતામાં વધારો કરવા માટે વિશેષ સહાયની જાેગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત સેવા ક્ષેત્ર માટે પણ પ્રથમ વખત વિશિષ્ટ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે, જેમાં આઈટી, ડિઝાઇનિંગ, કન્સલ્ટિંગ અને ડિજિટલ સેવાઓ જેવા ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યા છે.
નવી નીતિમાં અલ્ટ્રા મેગા પ્રોજેક્ટ્સ માટે વિશેષ પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. ૧૦ હજાર કરોડ રૂપિયા કે તેથી વધુનું રોકાણ કરનાર ઉદ્યોગોને કસ્ટમાઇઝ્ડ પ્રોત્સાહન આપવામાં આવશે. સાથે જ રોકાણકારોને ઝડપથી પ્રોજેક્ટ શરૂ કરી શકાય તે માટે પ્લગ-એન્ડ-પ્લે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે, જેમાં જમીન, વીજળી, પાણી અને અન્ય જરૂરી સુવિધાઓ પહેલેથી ઉપલબ્ધ રહેશે.
ડ્રોન મેન્યુફેક્ચરિંગ, રોબોટિક્સ, એરોસ્પેસ, ડિફેન્સ, સર્ક્યુલર ઇકોનોમી અને રિસાયક્લિંગ ઉદ્યોગોને પણ વ્યૂહાત્મક ક્ષેત્ર તરીકે ઓળખીને વિશેષ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. બીજી તરફ ગ્રીન ઇન્ડસ્ટ્રી, વોટર રીયુઝ, વેસ્ટ મેનેજમેન્ટ અને એનર્જી એફિશિયન્સી પ્રોજેક્ટ્સને પ્રાથમિકતા આપીને પર્યાવરણલક્ષી વિકાસને પણ નીતિનો મહત્વનો આધાર બનાવવામાં આવ્યો છે.
સરકાર દ્વારા ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ ૨.૦ પર પણ ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. સિંગલ વિન્ડો સિસ્ટમને વધુ મજબૂત બનાવવાની સાથે ઓનલાઈન મંજૂરી, સેલ્ફ સર્ટિફિકેશન અને ઝડપી ક્લિયરન્સ જેવી વ્યવસ્થાઓ દ્વારા રોકાણકારો માટેની પ્રક્રિયાઓ વધુ સરળ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

Related posts

નવસારી લોકસભાની ચોર્યાસી વિધાનસભામાં કુલ ૬.૦૯ લાખ મતદારોની મોટી વોટ ચોરીઃચાવડા

GUJARAT NEWS DESK TEAM

પશ્ચિમ રેલવે એ માલ પરિવહનમાં નવો રેકોર્ડ સ્થાપિત કર્યો

GUJARAT NEWS DESK TEAM

પ્રધાનમંત્રીશ્રીના દીર્ઘ અને યશોમય આયુષ્ય માટે સોમનાથ મહાદેવની મહાપૂજા પાઘ પૂજા, આયુષ્ય મંત્ર જાપ કરાયા, સોમનાથ દાદાને 75 કિલો લાડુનો મનોરથ

GUJARAT NEWS DESK TEAM

વૈભવ લક્ષ્મી માતાજીને અન્નકુટ ધરાવાયો

GUJARAT NEWS DESK TEAM

મોદી ગુજરાતને 1400 કરોડના રેલવે પ્રોજેક્ટ ની ભેટ આપશે

GUJARAT NEWS DESK TEAM

વરસાદી પાણી હવે ધનની જેમ ભેગુ કરોઃ પાટીલ

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment