બિઝનેસ

GCCI કેમિકલ કમિટી દ્વારા ઇન્ટરનેશનલ ટ્રેડ કમિટી અને ટેક્સટાઇલ કમિટીના સહયોગથી “Bridging Continents: Trade Promotion between India–UK & India–Argentina” વિષયક સત્રનું આયોજન

GCCI કેમિકલ કમિટી દ્વારા ઇન્ટરનેશનલ ટ્રેડ કમિટી અને ટેક્સટાઇલ કમિટીના સહયોગથી તા. ૩ જૂન, ૨૦૨૬ના રોજ “Bridging Continents: Trade Promotion between India–UK & India–Argentina” વિષયક સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનર ટુ ગુજરાત એન્ડ રાજસ્થાન સ્ટીફન હિકલિંગતથાશ્રી એસીકવિલ એમ. છાબે,  ડેપ્યુટી કોન્સુલ, આર્જેન્ટિના, વિશિષ્ટ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

પોતાના સ્વાગત પ્રવચનમાં GCCIના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટશ્રી રાજેશ ગાંધીએ ભારત-યુકે તથા ભારત-આર્જેન્ટિના વચ્ચેના મજબૂત અને સતત વિકસતા વેપાર સંબંધો પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે ટેક્સટાઇલ, જેમ્સ એન્ડ જ્વેલરી, સીફૂડ અને ફાર્માસ્યુટિકલ્સ જેવા ક્ષેત્રોમાં રહેલી તકો અંગે માહિતી આપી હતી. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ સેમિનાર બંને દેશો વચ્ચે B2B સંબંધોને વધુ મજબૂત બનાવશે. તેમણે ભારત-યુકે FTAના લાભો, આર્જેન્ટિનાની આર્થિક પ્રગતિ તેમજ કાર્યક્રમના સફળ આયોજન બદલ GCCIની વિવિધ કમિટીઓને અભિનંદન પાઠવ્યા હતા.

 

પોતાના મુખ્ય પ્રવચનમાં બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનર ટુ ગુજરાત એન્ડ રાજસ્થાન સ્ટીફન હિકલિંગએ ભારત-યુકે FTAના ગુજરાતને થનારા લાભો વિશે માહિતી આપી હતી. તેમણે વેપાર, રોકાણની તકો અને ભારતીય ઉદ્યોગોને મળનારા વૈશ્વિક અવસરો પર ભાર મૂક્યો હતો. તેમણે આત્મનિર્ભરતા અને ટકાઉ વિકાસ માટે અદ્યતન ટેક્નોલોજી અને સર્વિસ સેક્ટરની મહત્વપૂર્ણ ભૂમિકા પણ રજૂ કરી હતી.

આ પ્રસંગે એસીકવિલ એમ. છાબે, માનનીય ડેપ્યુટી કોન્સુલ, આર્જેન્ટિના દ્વારા ભારત-આર્જેન્ટિના વચ્ચે કૃષિ, ઊર્જા, કેમિકલ્સ, ટેક્સટાઇલ અને ઇનોવેશન ક્ષેત્રોમાં વેપાર અને રોકાણ વધારવાની વિશાળ સંભાવનાઓ અંગે વિસ્તૃત પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. તેમણે બંને દેશોની પૂરક ક્ષમતાઓનો ઉપયોગ કરીને ટકાઉ સપ્લાય ચેઇન, ટેક્નોલોજીકલ સહયોગ અને લાંબા ગાળાની આર્થિક તકો સર્જવાના મહત્વ પર ભાર મૂક્યો હતો.

પોતાના થીમ એડ્રેસમાં GCCI કેમિકલ કમિટીના ચેરમેન ચાણક્ય કોન્ટ્રાક્ટરએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે “Bridging Continents” સત્ર યુકે અને આર્જેન્ટિના સાથેના વેપાર અવસરોને અર્થપૂર્ણ B2B સહયોગમાં પરિવર્તિત કરશે. તેમણે ટેક્સટાઇલ, એન્જિનિયરિંગ, જેમ્સ એન્ડ જ્વેલરી, કેમિકલ્સ, ફાર્માસ્યુટિકલ્સ, ફૂડ, ઊર્જા, ઓટોમોબાઇલ અને પેટ્રોકેમિકલ્સ જેવા ક્ષેત્રોમાં રહેલી તકો પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે આર્જેન્ટિનાની પ્રો-માર્કેટ નીતિઓ તથા યુકે સાથે GCCIના લાંબા ગાળાના સંબંધોની પણ પ્રશંસા કરી હતી.

આ સત્રમાં GCCIના વાઇસ પ્રેસિડેન્ટઅપુર્વ શાહ, ઓનરરી ટ્રેઝરર ગૌરાંગ ભગત, ટેક્સટાઇલ કમિટીના ચેરમેનશ્રી નિરજ શાહતથા GCCIની એક્ઝિક્યુટિવ કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

 નંદિતા રાજપૂત, સિનિયર એડવાઇઝર – ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ડિયા લીડ ફોર રિન્યુએબલ એનર્જી એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (ઇન્વેસ્ટમેન્ટ), ડિપાર્ટમેન્ટ ફોર બિઝનેસ એન્ડ ટ્રેડ, યુકે તથા બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશન, અમદાવાદ દ્વારા યુકેનીModern Industrial Strategy 2025તથા R&D અને ઇનોવેશન આધારિત“Volume to Value”અભિગમ અંગે માહિતી આપવામાં આવી હતી. તેમણે યુકેનાCatapult Centresઅને ઉદ્યોગ આધારિત ઇનોવેશન તથા કોમર્શિયલાઇઝેશનમાં તેમની ભૂમિકા અંગે પણ માહિતી આપી હતી.

પેનલ ચર્ચા બાદ ઉપસ્થિત પ્રતિભાગીઓ સાથે ઇન્ટરએક્ટિવ પ્રશ્નોત્તરી સત્ર યોજાયું હતું.

GCCI ઇન્ટરનેશનલ ટ્રેડ કમિટીના ચેરમેનશ્રી અનિલ જૈનદ્વારા આભારવિધિ રજૂ કરવામાં આવતા સત્રનું સમાપન થયું હતું.

 

 

Related posts

JITO, GCCI તેમજ  CREDAI, અમદાવાદ (GIHED) દ્વારા સંયુક્ત રીતે “અમદાવાદ રિયલ એસ્ટેટ કોન્ક્લેવ 2025 નું” થયેલ આયોજન.

GUJARAT NEWS DESK TEAM

અદાણી જૂથ વધુ એક બિઝનેસમાં એન્ટ્રી કરશે, પીવીસીની આયાત નિર્ભરતા ઘટશે

અંબુજાએ 73.7મિલિયન ટનના અત્યાર સુધીના સર્વોચ્ચ વાર્ષિક વોલ્યુમ સાથે મેટ્રિક ટન દીઠ રૂ. 887ની વાર્ષિક એબિટા હાંસલ કરી  

AGEL માં પ્રમોટર્સે હિસ્સો વધાર્યો, રૂ.9,350 કરોડનું ઇન્ફ્યુઝન મજબૂત વિશ્વાસનો સંકેત

પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીને પરિવર્તનાત્મક પ્રોજેક્ટ્સના લોકાર્પણ માટે GCCI દ્વારા અભિનંદન.

GUJARAT NEWS DESK TEAM

બેંક ઓફ અમેરિકાએ અદાણી ગ્રુપના બોન્ડ્સને ‘ઓવરવેઇટ’ રેટિંગ આપ્યું

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment