OTHERબિઝનેસ

GCCI દ્વારા તારીખ ૧ એપ્રિલથી ૭ એપ્રિલ, ૨૦૨૬ દરમિયાન “હસ્તકલા જ્વેલરી વર્કશોપ”યોજાયો

GCCI દ્વારા તારીખ ૧ એપ્રિલથી ૭ એપ્રિલ, ૨૦૨૬ દરમિયાન “હસ્તકલા જ્વેલરી વર્કશોપ”નું થયેલ આયોજન.

GCCI જેમ્સ એન્ડ જ્વેલરી ટાસ્કફોર્સ દ્વારા તારીખ ૧ એપ્રિલ, ૨૦૨૬ થી ૭ એપ્રિલ, ૨૦૨૬ દરમિયાન “હસ્તકલા જ્વેલરી” પર પ્રમાણપત્ર તાલીમ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.

CED તાલીમ કેન્દ્ર તેમજ મેજિકલ ટ્રેન્ડના સ્થાપક શ્રીમતી અંકિતાબેન બ્રહ્મભટ્ટ મુખ્ય ટ્રેનર તરીકે વર્કશોપમાં ઉપસ્થિત રહ્યા હતા.

 

આ પ્રસંગે બોલતા GCCI માનનીય ખજાનચી શ્રી ગૌરાંગભાઈ ભગતે GCCI જેમ્સ એન્ડ જ્વેલરી ટાસ્કફોર્સ ચેરમેન શ્રી વિપુલભાઈ મહેતાને આવી મહત્વપૂર્ણ વર્કશોપનું આયોજન કરવા બદલ અભિનંદન આપ્યા હતા. તેઓએ આ પ્રસંગે ટ્રેનર તરીકે ઉપસ્થિત રહેવા માટે શ્રીમતી અંકિતાબેન બ્રહ્મભટ્ટનો પણ ખુબ આભાર માન્યો હતો.

 

તેઓએ જણાવ્યું હતું કે પ્રસ્તુત તાલીમ તમામ સહભાગીઓને પ્રમાણપત્ર તેમજ સરકાર દ્વારા જારી કરાયેલ “આર્ટિસન કાર્ડ” પ્રદાન કરશે જે થકી રોજગાર મેળવવાની તેમજ એક તાલીમબદ્ધ કારીગર તરીકે પોતાનો વ્યવસાય કરવાની તકો વધી જશે.

 

તેમણે GCCI ની આવી તાલીમ પૂરી પાડવા અને લોકોને મોટા પાયે સશક્ત બનાવવા અને તેના દ્વારા ગુજરાતમાં વેપાર અને ઉદ્યોગના વિકાસમાં મદદ કરવા માટેની પ્રતિબદ્ધતા ઉપર ભાર મુક્યો હતો.

સાત દિવસીય વ્યાપક તાલીમમાં હસ્તકલા જ્વેલરીના વિવિધ પાસાઓને આવરી લેવામાં આવશે જેમ કે ગુંથણી, લટકણ/ઢીંગલી, છેડીયુ, ગળાનો હાર, કાનની વીંટી અને વાળના એસેસરીઝ વગેરેનો સમાવેશ થાય છે.

તાલીમમાં આ સંદર્ભમાં વિવિધ સરકારી યોજનાઓ વિશે માર્ગદર્શન પણ આપવામાં આવશે અને સાત દિવસની તાલીમ પછી તમામ સહભાગીઓને કારીગર કાર્ડ તેમજ પ્રમાણપત્ર પ્રાપ્ત થશે.

જેમ્સ એન્ડ જ્વેલરી ટાસ્કફોર્સના મેમ્બર શ્રી આશિષ ઝવેરીએ આભારવિધિ કરી આ વર્કશોપનું ઉદ્ઘાટન સત્ર પૂર્ણ કર્યું હતું.

 

Related posts

અદાણી વિદ્યામંદિર અમદાવાદ ખાતે દીપોત્સવની ઉત્સાહભેર ઉજવણી, ‘લર્ન ટુ અર્ન’ના પાઠ શીખતા વિદ્યાર્થીઓ

GUJARAT NEWS DESK TEAM

વિશાખાપટ્ટનમમાં ભારતના સૌથી મોટા ડેટા સેન્ટર કેમ્પસના  નિર્માણમાટે અદાણી અને ગુગલ વચ્ચેભાગીદારી

GUJARAT NEWS DESK TEAM

શ્રી સ્વામિનારાયણ આર્ટ્સ કોલેજમાં આત્મહત્યા નિવારણ દિવસની ઉજવણી

GUJARAT NEWS DESK TEAM

AGEL માં પ્રમોટર્સે હિસ્સો વધાર્યો, રૂ.9,350 કરોડનું ઇન્ફ્યુઝન મજબૂત વિશ્વાસનો સંકેત

ગાંધીનગરમાં મુખ્યમંત્રીએ પરશુરામની શોભાયાત્રાને પ્રસ્થાન કરાવ્યું

અમદાવાદ ખાતે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને રાજયના મંત્રીશ્રી જગદીશભાઇ વિશ્વકર્માજી અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં વિકાસ સપ્તાહ અને “આંતરાષ્ટ્રીય સહકારિતા વર્ષ 2025” અંતર્ગત આત્મનિર્ભર ભારત જન આભાર  કાર્યક્રમ યોજાયો.

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment