સ્પોર્ટ્સ

વડોદરા ખાતે આયોજિત ફૂટસેલ ક્લબ ચેમ્પિયનશીપ – 2026માં આજે ત્રણ અલગઅલગ કેટેગરીમાં ફાઇનલ મુકાબલો થશે

ગુજરાત સ્ટેટ ફૂટબોલ અસોશિએશન દ્વારા આયોજિત ફૂટસેલ ક્લબ ચેમ્પિયનશીપ – 2026માં આજે   સીનિયર વુમન્સ ની ફાઈનલ મેચ એઆરએ એફસી અને સમિક્ષા સ્ટાઈકર એફસી વચ્ચે રમાશે જ્યારે જૂનિયર બોયઝ ની ફાઈનલ મેચ એસજીવીપી એફસી અને એઆરએ એફસી વચ્ચે થશે. સીનિયર મેન્સ ની ફાઈનલ  મેચ પ્રોગ્રેસિવ એસએસ અને  જગર્ન્નોટ અમદાવાદ ની ટીમ વચ્ચે યોજાશે.

વડોદરા  ના સમા ઈન્ડોર હૉલ ખાતે રમાઇ રહેલી છે. આ ચેમ્પિયનશિપ માં ગુજરાત સ્ટેટ ની નામાંકિત ક્લબો ભાગ લઈ રહેલ છે. ગઇકાલની  સીનિયર મેન્સ ની સેમીફાઈનલ  મેચમાં પ્રોગ્રેસિવ એસએસ એ પારૂલ યુનિવર્સિટિ ફૂટબોલ એકેડેમી વડોદરા ને 5-2 થી મહાત આપી ફાઇનલ મા જગ્યા બનાવી હતી જ્યારે બીજી સેમીફાઈનલમાં જગર્ન્નોટ અમદાવાદ ની ટીમે દ્વિવેદી બ્રધર્સ ને 13-3 થી હાર આપી ફાઇનલ મા પ્રવેશ કર્યો હતો..

સીનિયર વીમેન્સ ની સેમીફાઈનલ  મેચમાં આવેલ ફર્સ્ટ સેમીફાઈનલમાં જોરદાર મુકાબલા મા એઆરએ એફસી એ એસએજી રિવર્સ ટીમ ને 2-1 થી,  બીજી સેમીફાઈનલ મેચ માં સમિક્ષા સ્ટાઈકર એફસી એ પારૂલ યુનિવર્સિટિ ફૂટબોલ એકેડેમી વડોદરા ને 4-1 થી મહાત આપી ફાઇનલ મા સ્થાન બનાવ્યું હતું..

જૂનિયર બોયઝ ના 2 ક્વાર્ટર ફાઈનલ મેચ રમાડવા મા આવેલ પ્રથમ ક્વાર્ટર ફાઇનલમાં એઆરએ એફસી એ પારૂલ યુનિવર્સિટિ ફૂટબોલ એકેડેમી વડોદરા ને 6-2 થી અને બીજી ક્વાર્ટર ફાઈનલમાં વડોદરા વંડર્સ ની ટીમે એસજીવીપી રાજકોટ ને 8-2 મહાત આપી સેમીફાઈનલ મા પ્રવેશ કર્યો હતો..

જૂનિયર બોયઝ ની સેમીફાઈનલમા એસજીવીપી એફસી અને દ્વિવેદી બ્રધર્સ વચ્ચે રમાયેલી મેચમાં  પેનલ્ટી શૂટ આઉટ દ્વારા 5-4 થી એસજીવીપી એફસીનો વિજય થયો હતો.. બીજી સેમીફાઈનલમાં  એઆરએ એફસી એ વડોદરા વંડર્સ ને 4-1 થી હરાવીને ફાઇનલ મા પ્રવેશ કર્યો હતો

Related posts

ટોરેન્ટપાવર કપ અંડર 20 મેન્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ

GUJARAT NEWS DESK TEAM

અંડર 14 ગર્લ્સ ફૂટબોલ ટુર્નામેન્ટઃ અમદાવાદ, જામનગર,પાટણ અને વડોદરાનો વિજય

ગુજરાતમાં ફૂટબૉલને પ્રોત્સાહનની જરૂર :પરિમલ નથવાણી

GUJARAT NEWS DESK TEAM

ગુજરાતની દીકરીએ રચ્યો ઇતિહાસ: ભુવનેશ્વર ખાતે નેશનલ artistic જિમ્નાસ્ટિક્સમાં (uneven bar) દીયા ઠાકોરે સિલ્વર મેડલ જીત્યો.  

કોચિંગ ભૂમિકાઓ માટે બીસીસીઆઇએ બાલાજી સહિત અનેક નામોની પસંદગી કરી છે

વિનુ માંકડ અંડર-19 ટ્રોફી માં ગુજરાતનો વડોદરા સામે  8 વિકેટે વિજચ થયો 

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment