ગુજરાત

કાશી થી કર્ણાવતી‘ કળશ યાત્રાનું કર્ણાવતી મહાનગર ખાતે સ્વાગત કરાયું

સંત શિરોમણી મહાત્મા શ્રી ગુરુ રવિદાસ મહારાજના 650માં જન્મજયંતિ વર્ષ નિમિત્તે ‘સમરસતા સંકલ્પ અભિયાન‘ અંતર્ગત ભાજપા દ્વારા આયોજિત ‘કાશી થી કર્ણાવતી‘ કળશ યાત્રાનો પવિત્ર યાત્રાધામ અંબાજીથી ૧ ઓગસ્ટે પ્રારંભ થયો હતો જે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર જિલ્લો અને ગાંધીનગર મહાનગરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ આજે કર્ણાવતી મહાનગર સ્થિત જગન્નાથ મંદિર ખાતે આવી પહોંચી હતી જ્યાં યાત્રાનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ તથા ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ  જગન્નાથ મંદિર ખાતે  રવિદાસ મહારાજની જન્મભૂમિ સીર ગોવર્ધનપુર (કાશી)ની પવિત્ર માટી યુક્ત કળશનું પૂજન કર્યું હતું તેમજ  ગુરૂ રવિદાસ મહારાજના ચરણોમાં વંદન કર્યા હતાં. તેઓ શ્રી રવિદાસજી મહારાજની સામૂહિક આરતીમાં સમ્મિલિત થયા હતાં. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને ભાજપા પ્રદેશ અધ્યક્ષ  જગદીશ વિશ્વકર્માએ ભગવાન  જગન્નાથજીના મંદિરે દર્શન કરી સૌના કલ્યાણ માટે પ્રભુના ચરણોમાં પ્રાર્થના કરી હતી.
આ અવસરે પ્રદેશ સંગઠન મહામંત્રી  રત્નાકરજી, રાજ્ય સરકારના મંત્રીઓ  પ્રદ્યુમન વાઝા, દર્શના વાઘેલા,  મનીષા વકીલ, પ્રદેશ મહામંત્રી અજય બ્રહ્મભટ્ટ, પ્રદેશ ઉપાધ્યક્ષ અને અભિયાનના પ્રદેશ ઇન્ચાર્જ ગૌતમગેડીયા, મેયર હિતેશ બારોટ, કર્ણાવતી મહાનગર ભાજપા અધ્યક્ષ  પ્રેરક શાહ, પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ ડૉ. કિરીટસોલંકી, સાંસદો, ધારાસભ્યો, અભિયાનની પ્રદેશની ટીમ સહિત ભાજપા આગેવાનો અને અગ્રણીઓએ ઉપસ્થિત રહી કળશ યાત્રાને વધાવી હતી. શ્રી જગન્નાથ મંદિરના મહંત  દિલીપદાસજી મહારાજ સહિત સંતો- મહંતો તથા મોટી સંખ્યામાં નાગરિકો અને કાર્યકરોની ઉપસ્થિતિમાં આયોજિત સામૂહિક આરતીમાં સૌ સહભાગી થયા હતાં.
મુખ્યમંત્રીએ  આ અવસરે તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે  સંત શિરોમણી ગુરુ રવિદાસ મહારાજના 650માં પ્રાગટ્ય વર્ષની ઉજવણી અંતર્ગત ચાલી રહેલું ‘સમરસતા સંકલ્પ અભિયાન’ તેમના સમાનતા, સામાજિક ન્યાય અને માનવતાના સંદેશને જન-જન સુધી પહોંચાડવાનો સશક્ત પ્રયાસ છે. તેમણે જણાવ્યું કે ગુરુ રવિદાસ મહારાજે જાતિભેદ, ઊંચ-નીચ અને સામાજિક કુરિવાજો સામે સમગ્ર જીવન સંઘર્ષ કર્યો હતો અને ‘બેગમપુરા’ જેવી સમરસ, ભેદભાવમુક્ત અને ન્યાયપૂર્ણ સમાજવ્યવસ્થાનું સ્વપ્ન રજૂ કર્યું હતું. ગુજરાત સાથે ગુરુ રવિદાસ મહારાજનો ઐતિહાસિક સંબંધ રહ્યો છે અને તેમની પ્રેરણા આજે પણ સમાજને એકતા, ભાઈચારા અને માનવતાના માર્ગે આગળ વધવા પ્રેરિત કરે છે.
આ પ્રસંગે ભાજપા પ્રદેશ અધ્યક્ષ  જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, શ્રી ગુરૂ રવિદાસ મહારાજની 650 મી જન્મજયંતિ નિમિત્તે તેમના જીવન સંદેશ સાથે ગુજરાતમાં પવિત્ર યાત્રાધામ અંબાજીથી ૧ ઓગસ્ટે શરૂ થયેલી કળશ યાત્રા પ્રારંભ થયો હતો જે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર જિલ્લા અને ગાંધીનગર મહાનગરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ  કર્ણાવતી મહાનગર ખાતે આવી પહોંચી છે. ઠેર-ઠેર પુષ્પવર્ષા, કળશ પૂજન અને જયઘોષ સાથે યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સમગ્ર રૂટમાં યાત્રા જ્યાં જ્યાં પહોંચી ત્યાં સમાજના વિવિધ વર્ગોના લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ સામાજિક એકતા અને રાષ્ટ્રીય એકાત્મતાની ભાવનાને વધુ મજબૂત બનાવી હતી. આ કળશ યાત્રા દ્વારા સંત શ્રી ગુરુ રવિદાસ મહારાજના સામાજિક સમરસતા, માનવતા, સર્વસમાવેશી વિકાસની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સંત શિરોમણી મહાત્મા શ્રી ગુરુ રવિદાસ મહારાજના 650 માં જન્મજયંતિ વર્ષ નિમિત્તે ભાજપા દ્વારા ગુરુપૂર્ણિમા ના પવિત્ર દિવસ 29 જુલાઈથી 20 ફેબ્રુઆરી સુધી ‘સમરસતા સંકલ્પ અભિયાન‘ અંતર્ગત ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં આગામી 6 મહિનામાં સંગઠન દ્વારા તબક્કાવાર રીતે વિવિધ કાર્યક્રમો યોજાનાર છે. જે અન્વયે આયોજિત ‘કાશી થી કર્ણાવતી‘ કળશ યાત્રા અંતર્ગત 29 જુલાઈએ ગુજરાત ભાજપાની અભિયાનની પ્રદેશ ટીમ ઉત્તર પ્રદેશથી શ્રી રવિદાસ મહારાજની જન્મભૂમિ સીર ગોવર્ધનપુર (કાશી)ની પવિત્ર માટી સાથેનો કળશ લઈને ગુજરાત માટે રવાના થઈ હતી.

પવિત્ર યાત્રાધામ અંબાજીથી ૧ ઓગસ્ટે કળશ યાત્રાનો પ્રારંભ થયો હતો જે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર જિલ્લો અને ગાંધીનગર મહાનગરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ આજે કર્ણાવતી મહાનગર ખાતે આવી પહોંચી હતી. કળશયાત્રા ઇન્દિરા બ્રિજ- એરપોર્ટ સર્કલ- કેમ્પ હનુમાન મંદિર- ડફનાળા સર્કલ- ઘેવર સર્કલ- વિઠ્ઠલનગર ચાર રસ્તા- ગિરધરનગર બસસ્ટોપ- દરિયાપુર દરવાજા- બરફીવાલા ભવન- કામા મોટર્સ- ભદ્રકાળી ચોક- સિદ્ધાર્થ ચોક ચાર રસ્તા- ક્રાઇમ બ્રાન્ચ ઓફિસ- જમાલપુર વોર્ડ ભાજપા કાર્યાલય થઈ શ્રી જગન્નાથ મંદિર, અમદાવાદ પંહોચી હતી. કળશ યાત્રાના સમગ્ર રૂટ દરમિયાન ભક્તિમય અને ઉત્સાહપૂર્ણ વાતાવરણ જોવા મળ્યું હતું અને મોટી સંખ્યામાં નાગરિકોએ યાત્રામાં સહભાગી બની તેને સફળ બનાવી હતી.
સમરસતા સંકલ્પ અભિયાન દરમિયાન ગુરુ રવિદાસજીના જીવનકાળ, મુઘલકાળ દરમિયાન સનાતન ધર્મ અને સામાજિક સમરસતા માટે તેમણે કરેલા સંઘર્ષ અંગે વિવિધ કાર્યક્રમો યોજાશે. વિદ્યાર્થીઓ માટે ક્વિઝ, છાત્ર સંવાદ, સંતો સાથેના સંવાદ તથા વિવિધ ગોષ્ઠીઓનું આયોજન કરવામાં આવશે. આ સમગ્ર અભિયાનના સફળ સંચાલન માટે પ્રદેશ અને જિલ્લા સ્તરે સંગઠન દ્વારા વિશેષ ટીમોની રચના કરવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં સંમેલનો, ગોષ્ઠીઓ, કળશ યાત્રાના સ્વાગત કાર્યક્રમો, કળશ પૂજન અને ગામેગામ વિવિધ આયોજનો કરવામાં આવશે.
જ્યાં કળશ પહોંચશે ત્યાં તુલસી ક્યારા, નિર્માણાધીન મંદિરો અથવા ધાર્મિક સ્થળોએ પવિત્ર માટી અર્પણ કરી સાંસ્કૃતિક એકતા અને સામાજિક સૌહાર્દનો સંદેશ નાગરિકો સુધી પહોંચાડાશે.

Related posts

અમે ગુજરાતમાં નશામુક્તિ અભિયાન ચલાવીશું : અમિત ચાવડા

GUJARAT NEWS DESK TEAM

વડોદરામાં યુવાનના મોત માટે CM અને વડોદરા મનપાના શાસકો જવાબદાર, CM ને વિકાસ બતાવવા રાતોરાત ખાડા ખોદવામાં આવ્યા જેમાં પડી જતા યુવાનનું મૃત્યુ થયું : અમિત ચાવડા

GUJARAT NEWS DESK TEAM

“શ્રી કમલમ” ખાતે પંડિત દિનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન અંતર્ગત પ્રદેશ કાર્યશાળા યોજાશે.

GUJARAT NEWS DESK TEAM

ગુજરાતમાં જળ વ્યવથાપન અને જળ વિતરણના નામે મોટી મોટી જાહેરાતો કરતી ભાજપ સરકારમાં સફેદ પાણીના કરોડો રૂપિયાના કાળા કારોબાર

GUJARAT NEWS DESK TEAM

એક નઈ સોચ કાર્યક્રમનું લોન્ચિંગ

GUJARAT NEWS DESK TEAM

“આત્મસન્માન અને ગર્વથી ભયમુક્ત બની કામગીરી કરો, દરેક સંવર્ગના અધિકારી-કર્મચારી એકબીજાનું માન સન્માન જાળવીએ તો તાબા હેઠળના દરેક કર્મચારીઓ ભયમુક્ત બની કામ કરી શકશે” : વિકાસ સહાય

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment