ગુજરાત

ગુજરાતના આદિવાસી વિસ્તારમાં સિકલ સેલ ડિસીઝ માટે જનજાગૃતિ, પૂરતી દવા, સારવાર અને કાઉન્સેલિંગની મોટા પ્રમાણમાં જરૂરિયાત.

રાજીવ ગાંધી ભવન ખાતે વિશેષ પત્રકાર પરિષદને સંબોધતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. પાર્થિવરાજસિંહ કઠવાડીયાએ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સંસદમાં પ્રસ્તુત આંકડા મુજબ ગુજરાતનો આદિવાસી વિસ્તાર સિકલ સેલની બીમારીથી ગ્રસ્ત છે. ગુજરાત રાજ્યમાં આદિવાસી વિસ્તારમાં ૩૦૫૨૧ દર્દીઓ સિકલ સેલ ડિસીઝથી પીડાઈ છે. દેશના આદિવાસી વસ્તી ધરાવતા ૧૭ રાજ્યોમાં સિકલ સેલ ડિસીઝમાંગુજરાત રાજ્યત્રીજા ક્રમે છે. ગુજરાતમાં આદિવાસી વસ્તી ધરાવતા ૧૩ જિલ્લામાં ૧ કરોડ થી વધારે આદિવાસી સમાજના લોકો રહે છે. સિકલ સેલ ડિસીઝ દર્દીઓમાં ઓરિસ્સાના ૧૦૬,૨૫૫ અને મધ્યપ્રદેશના ૪૦૪૩૬ બાદ ગુજરાતત્રીજા ક્રમે આવે છે તે ચિંતાનો વિષય છે. ગુજરાત રાજ્યમાં માત્ર દર્દીઓ જ નહીં સિકલ સેલ કેરિયરનો આંકડો પણ ચોંકાવનારો છે.દેશના કુલ સિકલ સેલ કેરિયરના ૨૫% કેસો ગુજરાતમાં જોવા મળે છે. દેશમાં આદિવાસી વસ્તી ધરાવતા ૧૭ રાજ્યોમાં ૭.૨૬ કરોડ આદિવાસી સમુદાયના લોકોનું સિકલ સેલ ડિસીઝ માટે સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું જેમાં કુલ ૨,૪૮,૩૭૫ સિકલ સેલના રોગ થી પીડિત દર્દીઓ છે જ્યારે કુલ સિકલ સેલ કેરિયર ૨૦,૩૭,૭૩૩ જેટલા મળ્યા છે.

જ્યારે ગુજરાતની વાત કરીએ તો આદિવાસી વિસ્તારમાં ૮૩,૬૬,૦૬૬ લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું જેમાં ૫,૪૮,૮૨૦ સિકલ સેલ કેરિયર લોકો મળી આવ્યા છે તે આંકડો ખૂબજ ચોંકાવનારો છે. ગુજરાત રાજ્યમાં સિકલ સેલ પીડિત દર્દીઓના આંક ઉંમર પ્રમાણે સરકાર દ્વારા સંસદમાં આપવામાં આવ્યો છે. ગુજરાતમાં ૨ વર્ષ સુધીના બાળકો ૬૪, ૨ થી ૧૦ વર્ષના બાળકો ૨૪૨૧, ૧૦ થી ૧૮ વર્ષના  ૭૧૮૬ , ૧૮ થી ૨૫ વર્ષના ૭૦૦૪, ૨૫ થી ૪૦ની વય ના ૯૩૨૭, ૪૦ વર્ષ ઉપરના ૪૪૭૬ સિકલ સેલ રોગના દર્દીઓ છે,જ્યારે ૪૭ દર્દીઓ એવા છે જેમની ઉંમરનો ખ્યાલ સરકારને નથી. સિકલ સેલ કેરિયરના આંકડાનું ઉંમર પ્રમાણે વર્ગીકરણ કરવામાં આવ્યું છે, જેમાં ૦ થી ૨ વર્ષના ૧૮૪૬, ૨ થી ૧૦ વર્ષમાં ૩૦,૭૯૩, ૧૦ થી ૧૮ વર્ષમાં ૯૫,૯૮૨, ૧૮ થી ૨૫ વર્ષમાં ૧૦૪,૫૯૫, ૨૫ થી ૪૦ વર્ષમાં ૧૮૪,૮૪૨, ૪૦ થી વધુ ઉંમરમાં ૧, ૨૯,૯૪૬ જેટલા સિકલ સેલ વ્યક્તિઓ જોવા મળ્યા હતા. આદિવાસી વિસ્તારમાં દર્દીઓને પૂરતી દવા મળે સારવાર મળે તે દિશામાં સરકારે તાકીદે પગલા લેવા જોઈએ. સિકલ સેલ કેરિયર માટે ખુબજ મોટા પ્રમાણમાં જનજાગૃતિ,કાઉન્સેલિંગની જરૂરિયાત છે નહીં તો સિકલ સેલ દર્દીઓની સંખ્યામાં વધારો થઈ શકે છે જે ચિંતાજનક વિષય છે.

 

  કુલસ્ક્રીનીંગ સિકલ સેલ કેરિયર સિકલ સેલ દર્દીઓ
ગુજરાત ૮૩,૬૬,૦૬૬ ૫,૪૮,૮૨૦ ૩૦,૫૨૧
ભારત ૭.૨૬ કરોડ ૨૦,૩૭,૭૩૩ ૨,૪૮,૩૭૫

 

રાજ્યનું નામ સિકલ સેલ દર્દીઓ
ઓરિસા ૧,૦૬,૨૫૫
મધ્ય પ્રદેશ ૪૦,૪૩૬
ગુજરાત ૩૦,૫૨૧

 

Related posts

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ "પહલા કદમ સ્કૂલ" ની મુલાકાત લીધી

GUJARAT NEWS DESK TEAM

ઈડી પાર્ટીની સરકાર ચૈતર વસાવાની જીત સહન કરી શકી નહીં અને બદલો લેવા માટે ખોટા કેસમાં સજા કરાવી દીધી- ગોપાલ રાય

વનતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા

GUJARAT NEWS DESK TEAM

મહેસાણા હાઈ-વે મોતની ચિચિયારીઓથી ગૂંજ્યો; લકઝરી બસ ડિવાઈડર કૂદી ટ્રક સાથે અથડાઈ, ૨ના મોત

રાજ્યમાં અનેક જિલ્લાઓમાં વરસાદથી ગરમીથી રાહત

નિરવ બક્ષી દ્વારા મનપાના બજેટમાં નશા મુક્ત કેન્દ્રો શરૂ કરવા રજૂઆત

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment