ક્રાઇમ

એક લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે યુવક-યુવતી ઝડપાયા

ગુજરાતમાંથી નશાના કારોબારને નાબૂદ કરવા માટે પોલીસ એક્શન મોડમાં છે, ત્યારે અમદાવાદ શહેરમાંથી ફરી એકવાર પ્રતિબંધિત ડ્રગ્સ ઝડપાયું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અમદાવાદના કાલુપુર વિસ્તારમાં આવેલી એક હોટલના રૂમમાંથી પોલીસે બાતમીના આધારે રેડ કરીને લાખોની કિંમતના ડ્રગ્સ સાથે એક યુવક અને યુવતીને રંગેહાથ ઝડપી પાડ્યા છે.
મળતી માહિતી મુજબ, કાલુપુર ઝકરીયા મસ્જિદ પાસે આવેલી ‘સન્ની હોટલ‘માં ડ્રગ્સની હેરાફેરી થઈ રહી હોવાની કાલુપુર પોલીસને ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે હોટલમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. હોટલના રૂમ નંબર ૧૦૯ માં દરોડો પાડતાં જ ત્યાં હાજર યુવક અને યુવતીમાં ફફડાટ વ્યાપી ગયો હતો. પોલીસે રૂમની તલાશી લેતા ત્યાંથી ગેરકાયદેસર નશીલો પદાર્થ મળી આવ્યો હતો.
પોલીસે હોટલના રૂમમાંથી કુલ ૧૦.૨૯ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું છે, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત આશરે ૧ લાખ રૂપિયા જેટલી થાય છે. ડ્રગ્સના આ નેટવર્કમાં સામેલ સાદિક અરબ અને સીમા હરજાણી નામના યુવક-યુવતીની પોલીસે ઘટનાસ્થળેથી જ ધરપકડ કરી લીધી છે અને ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો છે.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, પકડાયેલા યુવક-યુવતીને આ ડ્રગ્સનો જથ્થો શાહિદ સૈયદ નામના શખ્સે આપ્યો હતો. જાેકે, પોલીસ હોટલ પર પહોંચે તે પહેલાં જ ડ્રગ્સ આપનાર મુખ્ય સપ્લાયર શાહિદ સૈયદ ત્યાંથી ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો. હાલ કાલુપુર પોલીસે પકડાયેલા બંને આરોપીઓ વિરૂદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે ફરાર થઈ ગયેલા શાહિદ સૈયદને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Related posts

ડ્રગ્સ સાથે બેની ધરપકડ

GUJARAT NEWS DESK TEAM

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનો મોટો ભાંડાફોડ,૨.૪૮ કરોડની નકલી નોટો,એઆઇ,ચીન કનેક્શન આવ્યું બહાર

વ્હેલ માછલીની ઉલટી સાથે બેની ધરપકડ

GUJARAT NEWS DESK TEAM

અમદાવાદમાં નરોડા પોલીસે ૧૪ કરોડનું ડ્રગ્સ ઝડપ્યું, આરોપી સાજીદ શેખની ધરપકડ

સાણંદની એક રિસોર્ટમાં ચાલતી દારૂની પાર્ટી પર રેડ

GUJARAT NEWS DESK TEAM

બહાર નીકળો નહીંતર લાશો પડી જશે અમદાવાદમાં જમીન વિવાદમાં નિવૃત્ત DYSPએ ૫ રાઉન્ડ ફાયરિંગ કય

Leave a Comment