OTHER

ગાંધીનગરમાં છ દિવસીય ‘IOACON 2026’ કોન્ફરન્સનું આયોજન; ૪,૫૦૦ ઓર્થોપેડિક ડેલિગેટ્સ લેશે ભાગ

ગુજરાત હવે ઇન્ડિયન ઓર્થોપેડિક એસોસિએશનની ૭૧મી વાર્ષિક રાષ્ટ્રીય કોન્ફરન્સ (IOACON 2026)ની યજમાની કરવા માટે સજ્જ બન્યું છે. આગામી ૧ થી ૬ ડિસેમ્બર, ૨૦૨૬ દરમિયાન ગાંધીનગરના મહાત્મા મંદિર કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર (MMCEC) ખાતે યોજાનારા આ છ દિવસીય વૈજ્ઞાનિક સંમેલનમાં ભારત અને વિદેશના આશરે ૪,૫૦૦ રજિસ્ટર્ડ ડેલિગેટ્સ, ૫૦૦થી વધુ ફેકલ્ટી સભ્યો અને ઓર્થોપેડિક ક્ષેત્રના તબીબી નિષ્ણાતો એક મંચ પર એકત્રિત થશે.

“વ્હેર બ્રિલિયન્સ મીટ્સ ભારત” થીમ પર આધારિત આ કોન્ફરન્સમાં ૭૦૦થી વધુ પોડિયમ પ્રેઝન્ટેશન, ૧૫ આંતરરાષ્ટ્રીય ફેકલ્ટી સભ્યોની સહભાગિતા, પાંચ કેડેવરિક (મૃતદેહ પર પ્રત્યક્ષ પ્રેક્ટિસ) વર્કશોપ સહિત કુલ ૨૦ વર્કશોપ યોજાશે. આ ઉપરાંત, એક વિશાળ ટ્રેડ એન્ડ સાયન્ટિફિક એક્ઝિબિશનનું પણ આયોજન કરાયું છે, જેમાં ઓર્થોપેડિક સારવાર, સર્જિકલ ટેક્નોલોજી અને તબીબી ક્ષેત્રના અદ્યતન સંશોધનો રજૂ કરવામાં આવશે.

ઓર્ગેનાઇઝિંગ ચેરમેન ડૉ. નવીન ઠક્કરે જણાવ્યું હતું કે, “ગુજરાતમાં IOACON 2026ની યજમાની કરવી એ અમારા સમગ્ર ઓર્થોપેડિક પરિવાર માટે ગૌરવની ક્ષણ છે. અમારો મુખ્ય ઉદ્દેશ એક એવું મંચ પૂરું પાડવાનો છે જે વૈજ્ઞાનિક શ્રેષ્ઠતા, પરસ્પર સહયોગ અને ઓર્થોપેડિક સારવારમાં અર્થપૂર્ણ પ્રગતિને વેગ આપે.”

સાયન્ટિફિક કમિટીના ચેરમેન ડૉ. જવાહર જેઠવાએ જણાવ્યું હતું કે, “IOACON 2026ની સૌથી મોટી તાકાત વિવિધ અનુભવો અને નિષ્ણાતોને એક છત નીચે લાવવાની છે. અમે એવી વૈજ્ઞાનિક ચર્ચાઓને પ્રોત્સાહન આપવા આતુર છીએ, જ્યાં તબીબો પોતાના ક્લિનિકલ અનુભવોની આપ-લે કરી શકે અને ભવિષ્યની ઓર્થોપેડિક સારવાર પદ્ધતિઓને નવી દિશા આપતા સંશોધનો પર વિચાર-વિમર્શ કરી શકે.”

આ કોન્ફરન્સમાં કુલ ૨૦ વર્કશોપનું આયોજન કરાયું છે, જેમાં અમદાવાદની એનએચએલ (NHL) મ્યુનિસિપલ મેડિકલ કોલેજ ખાતે પાંચ કેડેવરિક વર્કશોપ અને ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સોબોન (Sawbone – કૃત્રિમ હાડકાં પર સર્જરીની તાલીમ) વર્કશોપનો સમાવેશ થાય છે. આ વર્કશોપ દ્વારા તબીબોને અદ્યતન સર્જિકલ ટેક્નિક અને ક્લિનિકલ પ્રેક્ટિસની પ્રત્યક્ષ તાલીમ અને અનુભવ મળશે.

ટ્રેડ એન્ડ સાયન્ટિફિક એક્ઝિબિશનના ચેરમેન ડૉ. વિકાસ જૈને જણાવ્યું હતું કે, આ એક્ઝિબિશનમાં ઇમ્પ્લાન્ટ મેન્યુફેક્ચરર્સ, ફાર્માસ્યુટિકલ કંપનીઓ અને મેડિકલ ટેક્નોલોજી બ્રાન્ડ્સ સહિત ૧૦૦થી વધુ એક્ઝિબિટર્સ ઓર્થોપેડિક ક્ષેત્રના નવા આવિષ્કારો રજૂ કરશે. આ એક્ઝિબિશન યુવા તબીબોને પણ નવી ટેક્નોલોજી અને સંશોધન સાથે જોડાવા માટે પ્રોત્સાહિત કરશે. તેમણે ઉમેર્યું હતું કે, “આ મંચ ઉદ્યોગના અગ્રણીઓને પોતાના નવા સંશોધનો રજૂ કરવાની તક આપશે, સાથે જ યુવા ઓર્થોપેડિક નિષ્ણાતોને પોતાના વિચારોની આપ-લે કરવા, વરિષ્ઠ નિષ્ણાતો પાસેથી શીખવા અને ભવિષ્યની ઓર્થોપેડિક સારવારને આકાર આપતા નવા આવિષ્કારોને સમજવા માટે પ્રેરિત કરશે.”

ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી ડૉ. કમલેશ દેવમુરારીએ જણાવ્યું હતું કે, “ડેલિગેટ્સને શૈક્ષણિક અને ક્લિનિકલ દ્રષ્ટિએ ઉપયોગી માહિતી મળી રહે તે માટે અમે નિષ્ણાતોના સત્રો, સંશોધન રજૂઆતો અને ઇન્ટરેક્ટિવ લર્નિંગની તકો સાથેનો એક સર્વગ્રાહી વૈજ્ઞાનિક કાર્યક્રમ તૈયાર કર્યો છે.”

કો-ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી ડૉ. કેતન ઠક્કરે જણાવ્યું હતું કે, “રોબોટિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને અદ્યતન સર્જિકલ ટેક્નોલોજી ઓર્થોપેડિક ક્ષેત્રની કાયાપલટ કરી રહી છે, ત્યારે ‘IOACON 2026’ આ નવીનતાઓ અને દર્દીઓની સારવારમાં તેના વ્યવહારુ ઉપયોગને સમજવા માટે એક મહત્ત્વપૂર્ણ મંચ પૂરું પાડશે.”

વૈજ્ઞાનિક જ્ઞાન, સંશોધન, પ્રત્યક્ષ તાલીમ, આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોના માર્ગદર્શન અને ટેક્નોલોજીકલ પ્રગતિનો સમન્વય કરતી ‘IOACON 2026’ કોન્ફરન્સ ઓર્થોપેડિક ક્ષેત્ર માટે એક સીમાચિહ્નરૂપ સાબિત થશે. આ સાથે જ, તે મોટા પાયે યોજાતી તબીબી અને વૈજ્ઞાનિક કોન્ફરન્સ માટેના શ્રેષ્ઠ સ્થળ તરીકે ગુજરાતની ઓળખને વધુ મજબૂત બનાવશે.

કોન્ફરન્સની મુખ્ય વિગતો:

કોન્ફરન્સ: IOACON 2026 – ઇન્ડિયન ઓર્થોપેડિક એસોસિએશનની ૭૧મી વાર્ષિક રાષ્ટ્રીય કોન્ફરન્સ

થીમ: વ્હેર બ્રિલિયન્સ મીટ્સ ભારત

તારીખ: ૧ થી ૬ ડિસેમ્બર, ૨૦૨૬

મુખ્ય કોન્ફરન્સ: ૪ થી ૬ ડિસેમ્બર, ૨૦૨૬

સ્થળ: મહાત્મા મંદિર કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર, ગાંધીનગર, ગુજરાત

વેબસાઇટ: https://ioacon2026gujarat.com/

Related posts

વિપક્ષને નબળો પાડનારા ભાજપાના કટ્ટર સમર્થકોએ સરકાર પાસેથી કામ લેવામાં નિષ્ફળ. – મનહર પટેલ

GUJARAT NEWS DESK TEAM

પીએન્ડ ટી અને અધર્સ સેન્ટ્રલ ગવર્નમેન્ટ પેન્શનર્સ એસોસિએસનની કોન્ફરન્સ યોજાઇ

વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025, નવી દિલ્હી માં ભારતીય ટુકડીને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ અભિનંદન આપતા રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને અધ્યક્ષ શ્રીમતી નીતા એમ. અંબાણી

GUJARAT NEWS DESK TEAM

વાઘ બકરી ટી ગ્રુપના પારસ દેસાઈ FAITTAના ચેરમેન તરીકે ચૂંટાયા

GUJARAT NEWS DESK TEAM

પ્રધાનમંત્રી ને ખાસ આમંત્રણ

GUJARAT NEWS DESK TEAM

ફિનોવેટ હેક 2025: નાણાકીય ટેકનોલોજીનેસ્માર્ટ બનાવતી હકેથોનનું સફળ આયોજન

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment