ગુજરાત

નર્મદા ડેમ ૯૬% ભરેલો હોવા છતાં દ્વારકાના ડેમોમાં માત્ર ૨% પાણી : ઇસુદાન ગઢવી AAP

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ દ્વારકા જિલ્લાના પ્રવાસ દરમિયાન પાણીની ગંભીર અછત અને ખેડૂતોની કફોડી હાલત અંગે રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, આજે નર્મદા ડેમ ૯૬% ભરેલો છે અને બીજી બાજુ દ્વારકા જિલ્લાના ડેમોમાં માત્ર ૧.૪૮% એટલે કે ૨% જ પાણી બચ્યું છે, જેના કારણે સિંચાઈનું પાણી તો દૂરની વાત છે પરંતુ પીવાનું પાણી પણ મળતું નથી અને મૂગા પશુઓ માટે પણ ભારે મુશ્કેલી સર્જાઈ છે. દ્વારકાના નાગરિકોએ તમામ તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતો, ધારાસભ્યો અને સાંસદો બધું જ ભાજપને આપ્યું હોવા છતાં બદલામાં જિલ્લાને માત્ર ૨% જ પાણી મળ્યું છે. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે ઉદ્યોગોને પાણી આપવાનો વાંધો નથી, પરંતુ ઉદ્યોગોને કેટલું પાણી મળે છે અને ગામડાઓમાં કેમ પાણી મળતું નથી? કરોડો રૂપિયાના ખર્ચે બનેલી ‘સૌની યોજના’નું પાણી ક્યાંય પહોંચતું નથી, તો શું આ યોજનાઓ કરોડોના કૌભાંડથી બની છે, તેમાં લીકેજ છે કે પછી સરકારની પાણી નાખવાની દાનત નથી તેવો આક્ષેપ કરતા તેમણે કહ્યું કે સરકાર ગુજરાતના ખેડૂતોના વાગ્યા ઉપર મીઠું ભભરાવી રહી છે.
વધુમાં ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, પોરબંદર, જામનગર, અમરેલી, કચ્છ, ગીર સોમનાથ અને જૂનાગઢ સહિતના સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં અત્યારે ખૂબ જ તકલીફ છે અને ખેડૂતોની હાલત અત્યંત ખરાબ છે. એક બાજુ પાક વીમો બંધ છે અને બીજી બાજુ સરકારે સહાય પેટે માત્ર ₹૮,૫૦૦ આપીને દુષ્કાળમાં ખેડૂતોની મજાક બનાવી છે; ખેડૂતોએ જ્ઞાતિ-જાતિ અને પાર્ટી ભૂલીને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ખોબલે ખોબલે આમ આદમી પાર્ટીને મત આપી ભાજપ વિરુદ્ધ મતદાન કર્યું ત્યારે સરકારને આટલી સહાય આપવી પડી હતી. મુખ્યમંત્રી અને મંત્રીઓને દ્વારકા, પોરબંદર, જામનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ અને કચ્છ જેવા દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં બે દિવસ રોકાઈને વાસ્તવિકતા જાણવાનો  પડકાર ફેંકતા તેમણે ચેતવણી આપી હતી કે જો આ વખતે સરકાર દ્વારા ખેડૂતોને ન્યાય, પૂરતી સહાય, દેવા માફી અને પાણી નહીં આપવામાં આવે, તો સમજી લેજો કે આગામી ૨૦૨૭ની ચૂંટણીમાં ભાજપના કોઈપણ નેતાને ગામડાઓમાં ઘૂસવા દેવામાં આવશે નહીં.

Related posts

સોશિયલ મીડિયા પર સિંગલ પોસ્ટથી સમસ્યાનું નિવારણ કરતી ગુજરાત પોલીસનો વધુ એક સફળ કિસ્સો

GUJARAT NEWS DESK TEAM

આણંદ પોલીસની પ્રશંસનીય કામગીરી: ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે કરોડોની મિલકતો, રોકડ અને દસ્તાવેજો મૂળ માલિકોને સુપ્રત કરાયા

GUJARAT NEWS DESK TEAM

IIM અમદાવાદ અને નોવો નોર્ડિસ્ક ઇન્ડિયા દ્વારા સ્થૂળતા સંભાળ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા ભાગીદારી કરી

GUJARAT NEWS DESK TEAM

કેન્દ્ર દ્વારા અનેક યોજનામાં કરોડો રૂપિયા ઓછા આપીને ગુજરાતને વધુ એકવાર અન્યાય કરતી ડબલ એન્જીનની ભાજપ સરકાર:મનિષ દોશી

સૌરાષ્ટ્રની એક માત્ર મારવાડી યુનિવર્સિટી સહીત ગુજરાત ની 7 યુનિવર્સિટીઓ ને NIRF 2025 રેન્કિંગ માં સ્થાન મળ્યું.

GUJARAT NEWS DESK TEAM

બ્રિજ દુર્ઘટનાની ન્યાયિક તપાસ કરાવવા કોંગ્રેસની માંગ

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment