
AAP ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં ઉમરગામથી અંબાજી સુધીની ‘આદિવાસી ન્યાય યાત્રા’ નો આજે 11મો સમાપન દિવસ. આજરોજ અંબાજી ખાતે જગતજનની મા જગદંબાના ચરણોમાં ચૈતર વસાવાના ધર્મપત્ની વર્ષાબેન વસાવા અને શકુંતલાબેન વસાવાએ ચૈતરભાઈ વસાવાને ન્યાય મળે તે આશિષ સાથે પ્રાર્થના કરી.આ પ્રસંગે મા અંબાનાં સાનિધ્યમાં પુજા-અર્ચના દરમિયાન આપનાં નેતાઓ, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.