
છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાનમથક (CSMIA) ખાતે ટર્મિનલ ૧ ના પુનઃવિકાસની કામગીરી સરળ
બનાવવા માટે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય એરલાઇન્સની વ્યાપક સંક્રમણ યોજના મુજબ એર ઇન્ડિયા ગ્રુપ તેની કેટલીક પશ્ચિમ એશિયામાંની સેવાઓનું નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથક (NMIA) માં તબક્કાવાર સંક્રમણ શરૂ કરશે, જેમાં એર ઇન્ડિયા એક્સપ્રેસ ડિસેમ્બર ૨૦૨૬ થી ચાર દૈનિક સ્થાનિક ફ્લાઇટ્સનું સંચાલન કરશે અને જાન્યુઆરી ૨૦૨૭ થી કુવૈત૧ અને ઓમાન માટે હાલની સેવાઓનું આયોજન કરશે. 1 NMIA થી કુવૈતમાં સેવાઓનું સંક્રમણ જરૂરી
મંજૂરીઓને આધીન છે.એર ઇન્ડિયા ગ્રુપ જેદ્દાહ, રિયાધ, દમ્મામ, દોહા, મસ્કત અને શારજાહ માટે એર ઇન્ડિયા એક્સપ્રેસ સેવાઓને ક્રમશઃ NMIA માં સંક્રમણ કરશે, આ પ્રક્રિયા IATA ઉત્તરીય ઉનાળું ૨૦૨૭ સીઝન સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે.
એરપોર્ટ ઓપરેટર સાથે સતત સહયોગના જોડાણના પરિણામે આ સંક્રમણ ભારતીય અને આંતરરાષ્ટ્રીય એરલાઇન્સ બંને માટે વ્યાપક એરપોર્ટ ટ્રાન્ઝિશન પ્રોગ્રામ સાથે જોડાયેલું છે. CSMIA ટર્મિનલ ૧ ના પુન:વિકાસની લાંબા સમયથી જોવાતી રાહનો અંત લાવશે. પગલું મુંબઈની ડ્યુઅલ-એરપોર્ટ સિસ્ટમના આ તબક્કાવાર વિકાસને પણ ટેકો આપતું આ પગલું એર ઇન્ડિયાને બજારમાં કાર્યક્ષમ રીતે સેવા ચાલુ રાખવા સાથે મુંબઇ એરપોર્ટ ઉપર તેના હાલના ઓપરેટિંગ સ્લોટ્સની પરંપરા જાળવવા સક્ષમ બનાવે છે.CSMIA અને NMIA બંને સ્થળેથી સંચાલન થવાથી મુંબઈ મેટ્રોપોલિટન પ્રદેશમાં જોડાણ મજબૂત થવા સાથે મુસાફરોને વધુ પસંદગીના વિકલ્પ અને સુવિધા મળશે અને પ્રદેશમાં ઉડ્ડયન માળખાના સતત વિકાસને ટેકો મળશે.
અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિ.એ નવી મુંબઇ અાંતર રાષ્ટ્રીય એરપોર્ટ પરથી કામગીરી શરૂ કરવાની એર ઇન્ડિયાની યોજનાને આવકારી છે. પ્રદેશના ભાવિ ઉડ્ડયન વિકાસને ટેકો મળે અને નિરંતર મુસાફરીની અનુભૂતિ થાય તેની પ્રતીતી કરાવવા નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને અદ્યતન ટેકનોલોજી, મલ્ટિમોડલ કનેક્ટિવિટી અને સ્કેલેબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે વિકસાવવામાં આવી રહ્યું છે.