બિઝનેસ

GCCI દ્વારા વાર્ષિક સાધારણ સભા (AGM) અને વર્ષ ૨૦૨૬-૨૭ માટે નવા વરાયેલા હોદ્દેદારોનો પદગ્રહણ સમારોહ યોજાયો.

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (GCCI) દ્વારા ૩૦ જુલાઈ ૨૦૨૬ના રોજ ગોલ્ડન ગ્લોરી હોલ, કર્ણાવતી ક્લબ, અમદાવાદ ખાતે વર્ષ ૨૦૨૬-૨૭ માટે વાર્ષિક સાધારણ સભા (AGM) અને નવા વરાયેલા હોદ્દેદારોનો પદગ્રહણ સમારોહ યોજવામાં આવ્યો હતો.

આ વાર્ષિક સાધારણ સભા સાથે નેતૃત્વનું વિધિવત હસ્તાંતરણ થયું હતું, જેમાંપ્રમુખ શ્રી રાજેશભાઈ ગાંધીએ વર્ષ ૨૦૨૬-૨૭ના કાર્યકાળ માટે GCCIના પ્રમુખ તરીકે પદભાર સંભાળ્યો હતો.સીનિયર ઉપપ્રમુખ શ્રી જિગીશભાઈ દોશીઅનેઉપ પ્રમુખ શ્રી હિતેનભાઈ વસંતએ પોતપોતાનો પદભાર ગ્રહણ કર્યો હતો. આ સાથે કારોબારી સમિતિના નવા વરાયેલા સભ્યોની પણ જાહેરાત કરવામાં આવી હતી

વાર્ષિક સાધારણ સભા બાદ, નવા વરાયેલા હોદ્દેદારોને વિધિવત રીતે પદભાર સોંપવા માટે પદગ્રહણ સમારોહ યોજાયો હતો.

મહાનુભાવો અને સભ્યોનું સ્વાગત કરતાતત્કાલીન પૂર્વ પ્રમુખ શ્રી સંદીપભાઈ એન્જિનિયરતેમના કાર્યકાળ દરમિયાન ચેમ્બરની મુખ્ય સિદ્ધિઓ પર પ્રકાશ પાડ્યો હતો અને GCCIની પહેલોને આગળ ધપાવવામાં સભ્યોના સામૂહિક સહયોગનો આભાર માન્યો હતો. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે નવું નેતૃત્વ આ મજબૂત પાયા પર આગળ વધશે અને વેપાર તેમજ ઉદ્યોગના હિતોનું પ્રતિનિધિત્વ કરવામાં ચેમ્બરની ભૂમિકાને વધુ સુદ્રઢ બનાવશે.

સીનિયર ઉપપ્રમુખ શ્રી જિગીશભાઈ દોશીએતેમનામાં વિશ્વાસ મૂકવા બદલ સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો અને આગામી વર્ષ માટેનું પોતાનું વિઝન રજૂ કર્યું હતું. તેમણે વિશેષ કરીને MSME અને મોટા સાહસો માટે ઉદ્યોગ પ્રતિનિધિત્વને મજબૂત કરવા, સરકાર સાથે રચનાત્મક જોડાણ દ્વારા પ્રગતિશીલ નીતિ વિષયક સુધારાઓની હિમાયત કરવા તેમજ ગુજરાતમાં ‘ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ’, ઔદ્યોગિક સ્પર્ધાત્મકતા અને સતત આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપતી પહેલો પર GCCIના નિરંતર ધ્યાન કેન્દ્રિત કરવા પર ભાર મૂક્યો હતો.

GCCIનાપ્રમુખતરીકેકાર્યભારસંભાળ્યાબાદપોતાનાસંબોધનમાંશ્રીરાજેશગાંધીએસભ્યોએતેમનાપરમૂકેલાવિશ્વાસબદલઆભારવ્યક્તકર્યોઅનેભવિષ્યમુખીતથાવધુસશક્ત GCCI માટેનોપોતાનોવિઝનરજૂકર્યો. તેમણેગુજરાતનાઔદ્યોગિકવિકાસનેનવીદિશાઆપતામાનનીયમુખ્યમંત્રીશ્રીભુપેન્દ્રભાઈપટેલનાદૃઢનેતૃત્વનીપ્રશંસાકરીતથાગુજરાતસરકારઅનેવાયબ્રન્ટગુજરાતગ્લોબલસમિટ–2027ને GCCI તરફથીસંપૂર્ણસહયોગઆપવાનીપ્રતિબદ્ધતાવ્યક્તકરી. તેમણેનવીનતા (Innovation), MSME વિકાસ, ટકાઉવિકાસ (Sustainability) અનેઉદ્યોગલક્ષીનીતિઘડતરનેપ્રાધાન્યઆપતાકૃત્રિમબુદ્ધિમત્તા (Artificial Intelligence), રમતગમતઅનેઇન્ફ્રાસ્ટ્રક્ચરક્ષેત્રેનવીસમિતિઓનીરચનાનીજાહેરાતકરી, જેઉદ્યોગ-સરકારસહયોગનેવધુમજબૂતબનાવવામાંતથાગુજરાતનેઅગ્રણીરોકાણગંતવ્યતરીકેવધુસશક્તબનાવવામાંમહત્વપૂર્ણભૂમિકાભજવશે.

 

ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલેમુખ્ય અતિથિ તરીકે પદગ્રહણ સમારોહની શોભા વધારી હતી અને અને નવા વરાયેલા હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યા હતા.તેમણેવિશ્વાસવ્યક્તકર્યોહતોકેનવુંનેતૃત્વગુજરાતચેમ્બરઓફકોમર્સએન્ડઇન્ડસ્ટ્રી (GCCI)નીવેપારઅનેઉદ્યોગનીસેવાનીગૌરવશાળીપરંપરાનેવધુમજબૂતબનાવશે. તેમણે ૨૦૨૪-૨૬ના કાર્યકાળ દરમિયાન ચેમ્બરનું સફળતાપૂર્વક સંચાલન કરવા બદલતત્કાલીન પૂર્વ પ્રમુખ શ્રી સંદીપભાઈ એન્જિનિયરના નેતૃત્વ અને યોગદાનની પણ પ્રશંસા કરી હતી.

માનનીય મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યુંહતુંકેગુજરાતઆજેદેશનુંઅગ્રણીરોકાણકેન્દ્રબનીનેઊભર્યુંછે, જેનુંશ્રેયરાજ્યસરકારનીપ્રગતિશીલનીતિઓ, રોકાણકારલક્ષીઅભિગમતથામાનનીયવડાપ્રધાનશ્રીનરેન્દ્રભાઈમોદીનાદૂરંદેશીનેતૃત્વનેજાયછે. તેમણેનીતિઘડતર, ઔદ્યોગિકવિકાસતેમજવાયબ્રન્ટગુજરાતગ્લોબલસમિટજેવીપહેલોમાંGCCIનામહત્વપૂર્ણયોગદાનનીસરાહનાકરીહતી. તેમણેખાસકરીને MSME ઉદ્યોગોનેગુજરાતઇન્ડસ્ટ્રીયલપોલિસી 2026ના લાભોનોમહત્તમઉપયોગકરવાઅનુરોધકર્યોહતોતેમજરાજ્યસરકારઉદ્યોગોનેપ્રોત્સાહનઆપવા, નવીનતાનેવેગઆપવાઅનેગુજરાતનેવૈશ્વિકઔદ્યોગિકતથાઇનોવેશનહબતરીકેવિકસાવવામાટેસતતપ્રતિબદ્ધહોવાનુંપુનરોચ્ચારકર્યોહતો.

આભારવિધિ કરતાઉપ પ્રમુખ શ્રી હિતેનભાઈ વસંતેમુખ્ય અતિથિશ્રી, ઉપસ્થિત મહાનુભાવો, સભ્યો અને સહભાગીઓનો તેમની ઉપસ્થિતિ અને સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો હતો. ઉત્પાદન ક્ષેત્રની વૃદ્ધિ, નિકાસ અને વેપારને સક્ષમ બનાવવામાં પરિવહન અને લોજિસ્ટિક્સ ક્ષેત્રના વ્યૂહાત્મક મહત્વ પર પ્રકાશ પાડતા, તેમણે ગુજરાતના લોજિસ્ટિક્સ ઇકોસિસ્ટમને મજબૂત કરતી અને રાજ્યની એકંદર આર્થિક સ્પર્ધાત્મકતામાં વધારો કરતી પહેલોને પ્રોત્સાહિત કરવાની પોતાની કટિબદ્ધતા પુનઃઉચ્ચારી હતી.

આ પ્રતિષ્ઠિતસમારોહમાંઅમદાવાદનામેયરશ્રીહિતેશભાઈબારોટ, ગુજરાતસરકારનાઉદ્યોગઅનેખાણવિભાગનાવધારાનામુખ્યસચિવશ્રીમતીમમતાવર્મા (IAS),GCCIના પૂર્વ પ્રમુખશ્રીઓ, કારોબારી સમિતિના સભ્યો, GCCIના સભ્યો તેમજ વિવિધ ક્ષેત્રોના મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો અને અગ્રણીઓ ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા.

 

 

Related posts

અદાણી પોર્ટ્સ અને સેઝની વાર્ષિક ધોરણે ત્રિમાસિક આવકમાં 21% વધારો

વુડ મેકેન્ઝીના વૈશ્વિક ટોપ-10 રેન્કિંગમાં અદાણી સોલાર એકમાત્ર ભારતીય કંપની બની

GUJARAT NEWS DESK TEAM

અદાણી પોર્ટસના કોલંબો ટર્મિનલે કાર્યારંભના પહેલા જ વર્ષે દસ લાખ કન્ટેનર હેન્ડલ કર્યા

પ્રભાવક પ્રતિભાવ સાથે ટીટીએફ સંપન્ન

વાઘ બકરી ટી ગ્રુપે તુષાર ત્રિપાઠીની નવા ગ્રુપ સીઇઓ તરીકે નિમણૂક કરી

અદાણી પાવર અને ડ્રુક ગ્રીન પાવર ભૂતાનમાં ૫૭૦ મેગાવોટનો હાઇડ્રો પાવર પ્લાન્ટ સ્થાપશે

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment