મારું શહેર

બોપલ સ્ટર્લિંગ સિટી સેક્ટર A અને B નારહીશો સાવધાન મોડમાં: અગાઉ થયેલ નુકશાન સામે કોઈ રાહત મળી નથી 

આજે તા ૩૧ જુલાઈ ના રોજ આગાહીના પગલે લોકો સાવધાન મોડ પર છે.બપોર પછી આવેલ વરસાદ માં જ સ્ટર્લિંગ સિટી સેક્ટર A અને B ના રોડ પર પાણી ભરાયા છે.નસીબજોગે ઘરમાં પાણી ભરાયા નથી,અને વરસાદ અટક્યો છે.અને પાણી ધીમે ધીમે ઓસરી રહ્યા છે.સાથે અઠવાડીયા ન વરસાદની આગાહી ને લીધે પાણી ભરવાનો ડર હજુ પણ છે.ગયા અઠવાડિયે જેઓને વરસાદી પાણી ઘરમાં પ્રવેશ્યા હતા અને લાખો રૂપિયાના કપડા,ઘરવખરી, ફર્નિચર, મકાન ને નુકશાન પહોંચ્યું હતું,તેઓને કોઈ પણ સહાય મળી નથી.
એક ઘરના ઓટલા પર ભૂવો પડ્યાની ઘટના તાજી જ છે.
ગયા અઠવાડિયે વરસાદ પડ્યો તેના એક દિવસ પહેલા તંત્ર દ્વારા સ્ટર્લિંગ સિટી સેક્ટર A ની પૂર્વ તરફ કોર્નરમાં આખા સિમેન્ટ રોડની સાઇડ ખોદી કાઢવામાં આવી હતી.ત્યારબાદ તેઓને ખબર પડી કે પશ્ચિમ તરફનો રોડ ખોદવાનો છે.. તેઓએ યુદ્ધના ધોરણે કામ શરૂ કર્યું અને અધૂરા કામે વરસાદ શરૂ થયો હતો.
સ્ટર્લિંગ સિટી સેક્ટર A અને B ના રહીશોની માંગણી છે કે ગટર લાઇનનું કામ ઝડપથી પૂરું થાય અને બંને તરફ ખોદકામ થયેલ હોવાથી  અને રોડ ની વચ્ચે પણ તૂટેલી હાલત હોવાથી તાત્કાલિક નવો રોડ બનાવવામાં આવે.
સ્ટર્લિંગ સિટી ના A અને B સેક્ટરને જોડતા રસ્તાના A સેક્ટર વાળા કિનારે બમ્પ બનાવવાની તાતી જરૂર છે..કારણ આ ચાર રસ્તે અનેક નાના મોટા અકસ્માતો થઈ ચૂક્યા છે.બીજું ખોદાયેલ રોડ ઊંચું લેવલ લઈને નવો બનાવવામાં આવે અને કોર્પોરેશન દ્વારા લાઇટ નાખવામાં આવે તે રહીશો ઇચ્છે છે. વર્ષોથી ઉપેક્ષિત સ્ટર્લિંગ સિટી સેક્ટર A ના વિકાસ માટે ૨૨ વર્ષે કોઈ પગલા લે તે તાત્કાલિક જરૂરી છે.

Related posts

સ્વદેશી અપનાવવું આજના સમયની માંગઃ ડો.જગદીશ ભાવસાર

GUJARAT NEWS DESK TEAM

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ચાલી રહેલા ફૂડ પેકેટ બનાવવાની કામગીરી

GUJARAT NEWS DESK TEAM

રાજકોટના રૈયા રોડ પર બેફામ કારે મોપેડ ચાલકને ફૂટબોલની જેમ ઉડાવ્યા

અમદાવાદમાં ફટાકડા ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં ૯ જિંદગીઓ હોમાઈ

નાગરિકોના મતના અધિકાર ઉપર તરાપ મારવાનો ખેલ શરૂ કરાયો

ગુજરાતમાં સ્થાનિક ચેનલ પરનો એક અભ્યાસ રિસર્ચ સ્કોલર હિરેનભાઈ

Leave a Comment