ગુજરાત

ગુજરાતમાં જમીન ફાળવણીની પ્રક્રિયા સરળ બનાવાઇ

ગુજરાતમાં ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ અને વહીવટી પ્રક્રિયાને વધુ સરળ અને ઝડપી બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ ર્નિણય કર્યો છે. રાજ્યમાં સરકારી જમીનની ફાળવણી પ્રક્રિયાને ગતિ આપવા માટે જિલ્લા કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓ (ડ્ઢર્ડ્ઢં)ની નાણાકીય સત્તામર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે.
મુખ્યમંત્રીના આ ર્નિણયનો ઉદ્દેશ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ, ઔદ્યોગિક પ્રગતિ, સામાજિક-જાહેર હેતુઓ અને ગ્રામ્ય વિકાસના પ્રોજેક્ટોને ઝડપી મંજૂરી આપવાનો છે. હવે સરકારી જમીન ફાળવણી માટેની અનેક પ્રક્રિયાઓ જિલ્લા કક્ષાએ જ પૂર્ણ થઈ શકશે, જેના કારણે અરજદારો અને વિવિધ સંસ્થાઓને ગાંધીનગર સુધી આવવાની જરૂરિયાત ઘટશે.
નવી વ્યવસ્થા હેઠળ રાજ્ય સરકારના બોર્ડ અને કોર્પોરેશનને ૨ હેક્ટર સુધીની જમીન ફાળવણી માટે કલેક્ટરની સત્તામર્યાદા ૧૫ લાખથી વધારીને ૧ કરોડ કરવામાં આવી છે. જ્યારે કેન્દ્ર સરકારના વિભાગોને જાહેર હેતુ માટે ૧ હેક્ટર સુધીની જમીન ફાળવણી માટે કલેક્ટરની સત્તા ૧૫ લાખથી વધારીને ૫૦ લાખ કરવામાં આવી છે.
સરકારી કર્મચારીઓ અથવા વ્યક્તિગત રહેણાંક હેતુ માટે જમીન ફાળવણીની સત્તામર્યાદા ૧ લાખથી વધારીને ૨૦ લાખ કરવામાં આવી છે. સહકારી ગૃહ નિર્માણ મંડળીઓ માટે આ મર્યાદા ૬ લાખથી વધારીને ૫૦ લાખ કરવામાં આવી છે. વેપારી હેતુ માટે હરાજી મારફતે જમીન ફાળવણીની સત્તામર્યાદા૧ લાખથી વધારીને ૫ લાખ કરવામાં આવી છે. સહકારી ગોડાઉન અને અન્ય સંસ્થાઓ માટે આ મર્યાદા ?૩ લાખથી વધારીને ૧૫ લાખ કરવામાં આવી છે.
આ ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારીઓની ગામતળ પ્લોટ ફાળવણીની સત્તામાં પણ વધારો કરવામાં આવ્યો છે. વ્યક્તિગત રહેઠાણ માટે સત્તામર્યાદા ૨૦ હજારથી વધારીને ૧ લાખ, સહકારી ગૃહ નિર્માણ મંડળીઓ માટે ૧.૫ લાખથી વધારીને ૭.૫ લાખ અને દૂધ મંડળીઓ, સહકારી ગોડાઉન તથા ગ્રામ્ય ગ્રીડ માટે ૨૦ હજારથી વધારીને ૧ લાખ કરવામાં આવી છે.
રાજ્ય સરકારના જણાવ્યા મુજબ આ ર્નિણયથી જિલ્લા કક્ષાએ જ ઝડપથી ર્નિણય લઈ શકાશે. સ્થાનિક સ્તરે જમીનનો રેકોર્ડ અને સ્થળની માહિતી ઉપલબ્ધ હોવાથી વહીવટી પ્રક્રિયા ટૂંકી બનશે. સરકારી પ્રોજેક્ટો, ઔદ્યોગિક વિકાસ અને સામાજિક હેતુઓ માટે જમીન ફાળવણી ઝડપથી થતાં વિકાસ કાર્યોને વેગ મળશે અને રોજગારીની તકોમાં વધારો થશે.
આ ર્નિણયથી સરકારી જમીનની કબજાકિંમત અને પ્રીમિયમની રકમ પણ ઝડપથી સરકારી તિજાેરીમાં જમા થઈ શકશે. વધુમાં, કલેક્ટર અને ડ્ઢર્ડ્ઢંને વધુ સત્તા મળવાથી અરજદાર સંસ્થાઓ અને સરકારી વિભાગોને સ્થાનિક સ્તરે જ સરળતાથી માર્ગદર્શન અને ફોલોઅપ મળી શકશે. રાજ્ય સરકારનો આ ર્નિણય વહીવટી સરળીકરણ અને વિકાસલક્ષી કામગીરીને વધુ અસરકારક બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યો છે.

Related posts

પશ્ચિમ બંગાળમાં જીતની કમલમમાં ઝાલમૂરી ઝાપટીને ભાજપ એ ઉજવણી કરી 

કમલેશ ગોંડલિયા અને અન્ય આરોપીઓ સામે છેતરપિંડી ના કેસમાં લુકઆઉટ પરિપત્ર જારી

GUJARAT NEWS DESK TEAM

તેરાપંથીસમાજ હોલ ખાતે રાજસ્થાન યુવા મંચ અને રાજસ્થાન સાંસ્કૃતિક મંચ દ્વારા શંકર ચૌધરી અને રાજસ્થાનના સ્પીકર નો સન્માન સમારંભ યોજાયો

GUJARAT NEWS DESK TEAM

અદાણી યુનિવર્સિટીમાં ‘ASPIRE 2026’નું ભવ્ય આયોજન2026

GUJARAT NEWS DESK TEAM

મંત્રી પરશોત્તમ સોલંકી‌ના પુત્ર દિવ્યેશ સોલંકીની જન્મ દિવની ઉજવણી

GUJARAT NEWS DESK TEAM

આઈઆઈએમએના 61મા પદવીદાન સમારંભમાં સ્નાતક થયેલ 629 વિદ્યાર્થીઓને સુશ્રી ચંદ્રિકા ટંડને કહ્યું, “કૃત્રિમ બુદ્ધિમત્તાની દુનિયામાં, સંકલિત બુદ્ધિમત્તા એટલે ‘સંપૂર્ણ’ માનવ બનવું. તે સાચા નેતૃત્વને વ્યાખ્યાયિત કરશે”  

Leave a Comment