ગુજરાત

સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં વધારો

તહેવારોની સીઝન નજીક આવી રહી છે ત્યારે જ સામાન્ય જનતાના ખિસ્સા પર મોંઘવારીનો મોટો માર પડ્યો છે.
સૌરાષ્ટ્રના મુખ્ય માર્કેટ ગણાતા રાજકોટમાં ખાદ્યતેલના ભાવમાં વધારાનો સિલસિલો સતત યથાવત રહ્યો છે. ગૃહિણીઓનું બજેટ ખોરવતા આ ભાવવધારામાં આજે ફરી એકવાર સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં તોતિંગ વધારો ઝીંકાયો છે.
બજારના સૂત્રોના જણાવ્યા અનુસાર, આજે ફરી એકવાર તેલના ડબ્બાના ભાવમાં મોટો ઉછાળો જાેવા મળ્યો છે, સીંગતેલના ડબ્બાના ભાવમાં રૂપિયા ૩૦નો વધારો નોંધાયો છે. જ્યારે કપાસિયા તેલના ડબ્બાના ભાવમાં રૂપિયા ૪૦નો વધારો થયો છે.
આ કોઈ એક દિવસનો આંચકો નથી, પરંતુ છેલ્લા અડધા મહિનાથી ખાદ્યતેલના ભાવ સતત વધી રહ્યા છે.
છેલ્લા માત્ર ૧૫ દિવસના ગાળામાં જ તેલના ભાવમાં થયેલો કુલ વધારો આંચકો આપનારો છે. છેલ્લા ૧૫ દિવસમાં સીંગતેલના ડબ્બે રૂપિયા ૧૬૫ વધી ગયા છે. કપાસિયા તેલના ડબ્બે છેલ્લા ૧૫ દિવસમાં રૂપિયા ૧૫૫ નો તોતિંગ વધારો થયો છે.
ખાદ્યતેલના વેપારીઓ અને બજારના વિશ્લેષકોના જણાવ્યા અનુસાર, આ વર્ષે મગફળી અને કપાસના વાવેતરમાં મોટો ઘટાડો જાેવા મળ્યો છે. ઓછું વાવેતર થવાને કારણે બજારમાં કાચા માલની આવક મર્યાદિત છે, જેને પગલે ડિમાન્ડ સામે સપ્લાય ઓછી હોવાથી તેલના ભાવ સતત વધી રહ્યા છે.
બજારના નિષ્ણાતોનું માનવું છે કે જાે આવક સ્થિર નહીં થાય, તો આગામી દિવસોમાં ખાદ્યતેલના ભાવ હજુ પણ વધી શકે છે. આ આશંકાના કારણે મધ્યમવર્ગીય પરિવારોમાં ચિંતાનો માહોલ જાેવા મળી રહ્યો છે. ે

Related posts

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વના મંત્રી મંડળમાં સામેલ નાયબ મુખ્યમંત્રી તથા મંત્રીઓની શપથવિધિ સંપન્ન

GUJARAT NEWS DESK TEAM

કાયદો-વ્યવસ્થામાં કોઈ બાંધછોડ નહીં ચાલે, ગાંધીનગરમાં મધરાતે હર્ષ સંઘવીની ‘મેગા બેઠક‘ વહેલી સવાર સુધી ચાલી!

ધોરણ 12 બોર્ડનું પરિણામ જાહેર, વિજ્ઞાનમાં 84.33% સામાન્ય પ્રવાહમાં 92.71% પરિણામ, માર્કશીટ ઓનલાઇન ઉપલબ્ધ

એક નઈ સોચ કાર્યક્રમનું લોન્ચિંગ

GUJARAT NEWS DESK TEAM

બ્રિજ દુર્ઘટના મામલે આમ આદમી પાર્ટીએ સરકાર પર પસ્તાળ પાડી

GUJARAT NEWS DESK TEAM

ભાજપે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે પ્રથમ યાદી જાહેર કરી

Leave a Comment