બિઝનેસ

અદાણી CNG ભાવમાં ફરી ૨ રૂપિયાનો વધારા

મોંઘવારીના માર વચ્ચે ગુજરાતના વાહનચાલકો માટે ફરી એકવાર માઠા સમાચાર સામે આવ્યા છે. અદાણી ગેસ દ્વારા સીએનજી (ઝ્રદ્ગય્)ના ભાવમાં પ્રતિ કિલો ૨ રૂપિયાનો ઝીંકાયો વધારો કરાયો છે.
આ ભાવ વધારા સાથે જ અમદાવાદ સહિત રાજ્યભરમાં ઝ્રદ્ગય્ વાહનધારકો અને રિક્ષાચાલકોના ખિસ્સા પર આર્થિક ભારણ વધવાનું નક્કી છે.
અદાણી કંપની દ્વારા કરવામાં આવેલા આ તાજા વધારા બાદ હવે અમદાવાદમાં ઝ્રદ્ગય્નો નવો ભાવ પ્રતિ કિલો ૯૦.૦૨ રૂપિયા (કેટલાક વિસ્તારોમાં રૂ.૯૦.૨૦) થઈ ગયો છે. આ અગાઉ પ્રતિ કિલો સીએનજીનો દર ૮૮.૨૦ રૂપિયા હતો, જેમાં ૨ રૂપિયાનો સીધો વધારો ઝીંકવામાં આવ્યો છે.
નોંધનીય છે કે, ચાલુ વર્ષ ૨૦૨૬માં અદાણી સીએનજી દ્વારા વારંવાર ભાવ વધારો કરીને વાહનચાલકોની કમર તોડી નાખવામાં આવી છે. વર્ષ ૨૦૨૬માં પ્રતિ કિલો કૂલ ૧૦ રૂપિયાનો વધારો થયો છે. છેલ્લો વધારો ૨૭ મે, ૨૦૨૬ના રોજ ૨ રૂપિયાનો વધારો કરાયો હતો. આ અગાઉના વધારાના માત્ર ૩ મહિનાના ટૂંકા ગાળામાં જ ફરી એકવાર ગ્રાહકો પર મોંઘવારીનો કોરડો વીંઝાયો છે.
ઝ્રદ્ગય્ના ભાવમાં સતત થઈ રહેલા આ ફેરફાર અને વધારાને કારણે મધ્યમ વર્ગ અને ખાસ કરીને સીએનજી પર ર્નિભર લાખો રિક્ષાચાલકો તેમજ કોમર્શિયલ વાહનચાલકો ભારે ચિંતામાં મુકાયા છે. “અગાઉ સરકારે ભાવમાં થોડો ઘટાડો કરીને રાહત આપી હતી, પરંતુ ત્યારબાદ સતત કરવામાં આવી રહેલા ભાવ વધારાથી સીએનજી વાહન રાખવું હવે પરવડે તેમ નથી. આનાથી અમારા રોજિંદા બજેટ પર સીધી અસર પડશે.
નોંધનીય છે કે, વારંવાર વધતા આ ભાવોને કારણે આગામી દિવસોમાં ટ્રાન્સપોર્ટેશન અને રિક્ષા ભાડામાં પણ વધારો થાય તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી. ે

Related posts

GREENS 2026 વૈશ્વિક રીસાઇક્લિંગ અને સર્ક્યુલર ઇકોનોમી ઇનોવેશન અંગેનું પ્રદર્શન યોજશે

GUJARAT NEWS DESK TEAM

EFPO પર ૮.૨૫% વ્યાજ દર મંજૂર, આ જ મહિને ખાતામાં જમા થશે પૈસા

          એસીસીએ Q2 અને H1 FY’26 માં નોંધપાત્ર પર્ફોર્મન્સ આપ્યું

GUJARAT NEWS DESK TEAM

એચડીએફસી બેંક દ્વારા એક્ટિવ એજર્સ માટેના કમ્યુનિટી પ્લેટફોર્મ – વૉકએબાઉટનેસમર્થન આપવામાં આવ્યું  

GUJARAT NEWS DESK TEAM

અદાણી એન્ટરપ્રાઇઝે રુ.૧ હજાર કરોડના નોન કન્વર્ટીબલ ડિબેન્ચર ઇશ્યુની જાહેરાત કરી વાર્ષિક 9.30% સુધી વ્યાજ દર

GUJARAT NEWS DESK TEAM

વાઘ બકરી ટી ગ્રુપે તુષાર ત્રિપાઠીની નવા ગ્રુપ સીઇઓ તરીકે નિમણૂક કરી

Leave a Comment